વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે મધ્ય પ્રદેશના રેવા ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એશિયાના સૌથી મોટા સોલર પ્લાન્ટનું ઉદઘાટન કરશે. આ પ્લાન્ટની ક્ષમતા સોલર પ્રોજેક્ટની 750 મેગાવોટ છે. રેવા જિલ્લા મથકથી 25 કિમી દૂર ગુરહમાં આ પ્લાન્ટ 1590 એકરમાં ફેલાયેલો છે. આ વર્ષે જાન્યુઆરીમાં 750 મેગાવોટની વીજળી ઉત્પાદન અહીંથી શરૂ થયું હતું, પરંતુ વડા પ્રધાન મોદીના સમયના અભાવે તે લોકાર્પણ થયું ન હતું. હવે દિલ્હીથી માત્ર થોડી મીનીટોમાં ઉદઘાટન કરશે. દિલ્હી મેટ્રોને કુલ ઉત્પાદનનો 24 ટકા હિસ્સો પૂરો પાડશે, જ્યારે બાકીનો 76 ટકા હિસ્સો મધ્યપ્રદેશની રાજ્ય વીજળી વિતરણ કંપનીઓને પૂરો પાડવામાં આવશે.
ભારતની સૌથી મોટી વીજળી કંપની નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિ (National Thermal Power Corporation Ltd) – NTPC ગુજરાતના કચ્છમાં સૌથી મોટો રૂ.20 હજાર કરોના ખર્ચે 5000 મેગાવોટનો સોલાર પાર્ક ઉભો કરી રહી છે. હવે કચ્છમાં NTPC અસ્ટ્રા મેગા સોલર પાર્કની સ્થાપના કરવા માગે છે. કચ્છ જિલ્લામાં બે થી ત્રણ સ્થળ આ સોલાર પાર્ક બનાવવા માટે પસંદ કર્યા છે જે પૈકી કોઇ એક સ્થળે આ પાર્ક સ્થાપવામાં આવશે.ગુજરાતના બનાસકાંઠા, કચ્છ અને વિવિધ વિસ્તારોમાં સોલાર પાર્ક ઉભા થયા છે. બનાસકાંઠામાં ચારણકા સોલાર પાર્ક મોટો માનવામાં આવતો હતો.સૂર્ય ઊર્જા માટે પ્રતિ મેગાવોટ રૂ.4 કરોડનો ખર્ચ થાય છે. NTPC રાજસ્થાનમાં સોલાર પાર્ક ઉભો કરવા માગે છે. રાજસ્થાનમાં અદાણી કંપની મોટો સોલાર પાર્ક બનાવી રહી છે. NTPC પણ સોલાર પાર્ક માટે જમીન શોધી રહી છે.NTPC કંપની સોલાર પાર્ક ઉપરાંત ફ્લોટીંગ પાર્ક પણ ઉભા કરવા માગે છે. કંપનીએ આ પ્રોજેક્ટ માટે ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોમાં પણ નજર દોડાવી છે. 2030 સુધીમાં NTPC 30,000 મેગાવોટ સોલાર વીજળી સ્થાપિત કરવા માગે છે. હાલ NTPCની કુલ સ્થાપિત ક્ષમતા 55786 મેગાવોટની છે.
સૌર ઊર્જાના મહત્તમ ઉત્પાદન અને વપરાશથી ગુજરાત ક્લીન ગ્રીન એનર્જીનું હબ છે. ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. 55630 સોલાર રૂફટોપ સિસ્ટમમાંથી 208 મેગાવોટના પ્લાન્ટસ માત્ર 9 માસના ટૂંકાગાળામાં ઇન્સ્ટોલ કરીને ગુજરાતે ઉલ્લેખનીય સિદ્ધિ પણ મેળવી છે. 19 જુન 2020 સુધીમાં ગુજરાતમાં કુલ 110029 ઘરો ઉપર સોલાર રૂફટોપ પ્લાન્ટ
મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂઅબલ એનર્જી (MNRE)ની વેબસાઇટના અહેવાલો અનુસાર 31 મે- 2020 સુધીમાં કુલ 558.17 મેગાવોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ ગુજરાત રાજ્યમાં સ્થપાયા છે.
દેશમાં 2022 સુધીમાં 1.75 લાખ મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. ગુજરાતમાં ઘરવપરાશ માટે પણ લોકો સૂર્ય ઊર્જાનો મહત્તમ વિનિયોગ કરતા થાય તે માટે ‘‘સૂર્ય ગુજરાત’’ સોલાર રૂફટોપ યોજના છે. જે 2022 સુધીમાં 8 લાખ ઘરના છાપરા પર હશે.
સબસિડીની રકમ 3 કિલોવોટ સુધી નિયત કિંમતના 40 ટકા તથા 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી સરકાર આપે છે. આ હેતુસર રાજ્યના 2020-21ના બજેટમાં 912 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. 8 લાખ ઘર પ્રમાણે દરેક ઘરને રૂ.11500ની સબસીડી મળી શકશે. વધારાની વીજળી વીજ વિતરણ કંપની રૂ.2.25 પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે. 19 જૂન 2020 સુધીમાં સોલાર રૂફટોપ માટે 1.28 લાખ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર મળી છે.
સોલર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં અગ્રેસર એવા રાજ્યો
558.17 મેગા વોટ સાથે ગુજરાત પહેલા ક્રમે
266.82 મેગા વોટ સાથે રાજસ્થાન બીજા ક્રમે,
245.50 મેગા વોટ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે,
232.77 મેગા વોટ સાથે કર્ણાટક ચોથા ક્રમે,
156.20 મેગા વોટ સાથે દિલ્હી પાંચમા ક્રમે,
156 મેગા વોટ સાથે તમિલનાડું છઠ્ઠા ક્રમે,
146.10 મેગા વોટ સાથે ઉત્તરપ્રદેશ સાતમા ક્રમે,
121.34 મેગા વોટ સાથે હરિયાણા આઠમાં ક્રમે,
118.52 મેગા વોટ સાથે પંજાબ નવમાં ક્રમે,
118.22 મેગા વોટ સાથે તેલંગણા દસમાં ક્રમે છે.