[:gj]ભગવા અંગ્રોજોએ ગાંધીજીને સત્યાગ્રહના ગુંડા જાહેર કર્યા[:]

[:gj]રાષ્ટ્રપતિને લઘુમતી સંકલન સમિતિના પ્રમુખ મુજાહિદ નફીસે પત્ર લખીને માંગણી કરી છે કે, ગુજરાતનો કાળો કાયદો (ગુંડા ધારો) રદ્દ કરવા અપીલ છે. માનવ અધિકારોની રક્ષા કરો અને કાળા કાયદા બનાવવાનું બંધ કરો, એવી માંગણી કરી છે.

23 ઓક્ટોબર 20 માઈનોરીટી કો-ઓર્ડિનેશન કમિટી ગુજરાત (MCC) દ્વારા ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ (અટકાવવા) અધિનિયમ 2020, ક્રમાંક 22 ને રદ્દ કરવા સંદર્ભે રાષ્ટ્રપતિને વિસ્તારથી પત્ર લખેલ છે. આ સંદર્ભે તા 1 ઓક્ટોબર 20ના રોજ ગુજરાતનાં રાજયપાલને પત્ર લખીને આ કાયદોને રદ્દ કરવાની અપીલ કરેલી હતી..

કન્વીનર મુજાહિદ નફિસે જણાવ્યું કે આ કાયદો રાજ્યમાં અધિકારોની માંગોને દબાવવા, રાજનૈતિક વિરોધીઓને પરેશાન કરવા માટે એક હથિયાર તરીકે ઉપયોગમાં લેવાશે. રાજ્યનું કર્તવ્ય છે કે લોકોમાં વિશ્વાસ મજબૂત થાય જે માટે માનવ અધિકારોનો ભંગ ના થાય અને તે માટે રાજય સરકારે નક્કર પગલાં ભરવાની જરૂર છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવા રાજને પાછા લાવવા વાળા કાયદા બનાવીને રાજયમાં અધિકારોની અવાજ ને ખતમ કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિને લખેલો પત્રના મુદ્દા

ગુજરાત ગુંડા અને અસમાજિક પ્રવૃત્તિઓ (અટકાવવા બાબત) અધિનિયમ 2020, વિધાનસભામાં પસાર કરેલો છે. આ કાયદો સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે. રાજયપાલ દ્વારા આ બિલ આપની સમક્ષ મોકલવામાં આવ્યું છે, જે સંદર્ભે અમારી રજૂઆત નીચે મુજબ છે.

પોલીસ ઈચ્છે તેને ગુંડા ગણશે

આ કાયદાની કલમ 2 (ખ)માં ગુંડા શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલી છે. પોલીસ જેને ઈચ્છે તેને આ કાયદા હેઠળ ગુંડા તરીકે પકડી શકે છે.

કોઈપણ અધિકારની વાત કરનાર ગુંડો

કલમ 2 (ગ)માં અસામાજિક પ્રવૃત્તિની વ્યાખ્યામાં દરેક વ્યક્તિ જે કોઈ પણ પ્રકારના માનવ અધિકાર, પર્યાવરણીય અધિકાર, કામદાર અધિકાર કે અન્ય કોઈપણ અધિકારની વાત કરશે તેને ગુંડો ગણવામાં આવશે.

પગારમાં શોષણ સામે હડતાલ કરે એ ગુંડો છે

કલમ 2 (ગ) 8,9માં કોઈ પણ વ્યક્તિને ગુંડા તરીકે ગણી શકાશે. તેમજ કલમ 2 (ગ) 10માં જણાવ્યા મુજબ કારખાનાના માલિક કે અધિકારીઓ માટે કામદારોને ગુંડા સાબિત કરવું ખુબ જ આસાન થઈ જશે.

હક્ક માટે ધરણા કરે તે ગુંડો

2(ગ) 16 મુજબ ધરણા કે પ્રદર્શનના કાર્યક્રમ કરનાર ગુંડા ગણી શકાશે. ગાંધીજી સત્યાગ્રહ કરતાં હતા તેથી તેઓ ગુંડા છે ? આવું તો અંગ્રોજોએ પણ નહોતું કર્યું.

કલમ 2 (ઘ) મુજબ રાજ્ય સેવક ગુંડાને મદદ કરવા બાબતે દોસી ગણાવી શકશે.

ઈન્સ્પેક્ટર જેલમાં જશે

કલમ 23 અનુસાર કોઈ ઈન્સ્પેકટર આદેશને નહીં માને તો તેને આ કાયદા મુજબ જેલમાં નાખી શકાશે. પરંતુ રાજકીય લાભ માટે ખોટા આદેશ આપવા વાળા ને કોઈ નુકસાન થશે નહીં.

10 વર્ષની જેલ

કલમ 3માં દંડની વાત કરવામાં આવેલી છે જેમાં ગુંડા ને 3(1) મુજબ 7 થી 10 વર્ષની જેલ અને 50 હજાર અને 3(3) મુજબ 6 માસની કેદ અને 10 હજાર નો દંડની એમ બે પ્રકારની જોગવાઈ છે.

કોઈપણની મિલ્કત જપ્ત કરાશે

કલમ 4 (ખ) મુજબ કોઈ પણ વ્યક્તિને ગુંડા સાથે જોડી દઈને તેની મિલકત જપ્ત કરી શકાય તેવી છૂટ આ કાયદો આપી રહ્યો છે. કોઈ પણ વ્યકિતને ફસાવી શકે તેવી છે,

કોઈપણ અપહરણ બાનની રકમ માટે

કલમ 4 (ગ) મુજબ કોઈ વ્યક્તિ અપહરણ કરશે તો કોર્ટને એવું માનવનું કે તે વ્યક્તિએ બાનની રકમ માટે અપહરણ કરેલું છે. આ બાબત ખુબજ હાસ્યાસ્પદ છે. અપહરણ માત્ર બાનની રકમ માટે નથી થતાં. કોર્ટને પુરાવા વગર આવું ધારવા માટે કહેવામાં આવેલ છે. જે કોર્ટની સત્તાને પણ ઓછી કરે છે.

આરોપીઓની ગેરહાજરીમાં કાર્યવાહી

કલમ 4 (ચ) સાક્ષીઓને આરોપીની ગેરહાજરીમાં અદાલતી કાર્યવાહી કરી શકાશે. જયારે ભારતીય પુરાવા આધિનિયમ 1872 તહત આરોપીની સમક્ષ કોર્ટ કાર્યવાહી ચાલે છે. ના કે તેની ગેરહાજરીમાં. જેથી, આવા નિયમ દૂરભાવના દર્શાવે છે.

કોર્ટની ગુપ્ત કાર્યવાહી

કલમ 11(1) મુજબ કોર્ટની કાર્યવાહી ગુપ્ત રાખવાની જોગવાઈ છે, કલમ 11(2) સાક્ષીઓની ઓળખ ગુપ્ત રાખવા, કલમ 11 (3-ક) કોર્ટ રેકોર્ડમાં સાક્ષીઓના નામ અને સરનામાનો ઉલ્લેખ ન કરવા , કલમ 11(3-ખ) સાક્ષીઓ ની ઓળખ ગુપ્ત રાખવાના આદેશ કરવા, તેમજ 11(4) આદેશના ઉલ્લંઘન કરવા પર 1 વર્ષ ની સજા અને 5 હજારનો દંડની જોગવાઈ કરે છે.

કાયદા વિરુદ્ધ કાયદો

ઉપરોક્ત દરેક કલમ ભારતીય દંડ સંહિતા 1860, ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872ની વિરુધ્ધ છે, આ કલમ અમને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સાશનની યાદ અપાવે છે. જેમાં કંપની સરકાર જેને ઈચ્છે તેને કોઈ પણ પ્રકારની પારદર્શિતા વગર જેલમાં રાખવાની સંપૂર્ણ સત્તા આપે છે.

કુદરતી ન્યાયની વિરૂદ્ધ

સાહેબ આ દેશમાં કાનૂન વ્યવસ્થા બનાવી રાખવા માટે પહલેથી જ ભારતીય દંડ સંહિતા 1860, ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 અને ભારતીય પુરાવા અધિનિયમ 1872 તેમજ અન્ય ઘણા કાયદાઓ અમલમાં છે. તો પછી આ કાયદાની કોઈ ખાસ જરૂરિયાત ઉપસ્થિત નથી થતી. આ કાયદો ન્યાયના કુદરતી સિધ્ધાંત, પારદર્શિતા, કોઈ પણ નિર્દોષને સજા ન આપવાના મૂળભૂત અધિકારનું સ્પષ્ટ ઉલંઘન છે. આ કાયદો આંતરરાષ્ટ્રીય માનવધિકારોની વૈશ્વિક ઘોષણા 1948 કે જેમાં ભારતે પણ હસ્તાક્ષર કરેલા છે તેનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

PASA જેવો નિષ્ફળ કાયદો

ગુજરાતમાં પહેલાથી મોજૂદ PASA કાયદો 1985 જેવો જ છે, આ કાયદાના ઉદ્દેશ્ય અને કારણોમાં સરકારે જણાવ્યુ છે કે 1985 થી 2020 સુધી રાજયમાં જુગાર, જમીન પચાવી લેવી, અનૈતિક વેપાર, નકલી દવા, દારૂના વેપારને સરકાર રોકી શકી નહીં જે બાબતે આ કાયદો લાવવામાં આવેલ છે, તો સરકારે જણાવવું જોઈએ કે હાલમાં મોજૂદ કાયદાઓનો અમલ કરવ્વામાં નિષ્ફળતા માટે કોણ જવાબદાર છે. તેની ઉપર શું કાર્યવાહી કરવામાં આવી, ના કી નવા કાયદાઓ લાવીને કાનૂન વ્યવસ્થાને વધુ જટિલ બનાવવી.

વિરોધીઓને ખતમ કરાશે

આ કાયદો મુખ્યત્વે રાજનીતિક વિરોધને સમાપ્ત કરવા, રાજ્યમાં માનવ અધિકારો અને પ્રતિકારના આવજોને કચડી નાખવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવેલો છે, એવું સ્પષ્ટ પણે જણાઈ આવે છે. આપ બંધારણના રક્ષણ પ્રતિ પ્રતિબદ્ધ છો. અધિકારોના રક્ષણને સુનિશ્ચિત કરવનો આદેશ આપો.

આપ આ કાયદામાં સહી ના કરીને આ કાળા કાનૂને મંજૂરી ન આપશો. પ્રજા અને ન્યાયના હિતમાં આ કાળા કાયદા ને રદ્દ કરવા માટે આદેશ કરશો.[:]