ભાલિયા ઘઉં
ગાંધીનગર, 15 જૂલાઈ, 2021
ભાલિયા જાતના ઘઉં કેન્યા અને શ્રીલંકામાં પ્રથમ વખત નિકાસ કરવામાં આવ્યા છે. આ ઘઉં ગુજરાતના ભાલ વિસ્તારમાં ઉગાડવામાં આવતા પોષણયુક્ત છે. ભાલિયા ઘઉંનું નામ ભાલ પ્રદેશ પરથી છે. અમદાવાદ અને ભાવનગર જીલ્લાઓ વચ્ચે આવેલું ભાલ ક્ષેત્રનું નામ છે. ભારતમાંથી 1.50 લાખ ટન ઘઉં નિકાસ થયા છે. તેમાં થોડા ભાલિયા પણ છે. આ વર્ષે લોકડાઉનના કારણે ભાલિયા ઘઉં ખેડૂતોએ સાવ સસ્તામાં આપી દેવા પડ્યા છે. નહીંતર તે લોક 1 કરતાં બે ગણા ભાવે વેચાય છે.
ભાલિયા જાતની ખેતી માત્ર ગુજરાતમાં થાય છે, જેને જીઆઈ ટેગ પણ મળ્યો છે. 20 કિલોનો 280થી 300 ભાવ અત્યારે છે. સામાન્ય રીતે 500થી 600 ભાવ હોય છે. કોરોના પહેલા હોળી પર 670ના ભાવ હતો. કોરોના આવતાં તે અડધો થઈ ગયો છે. આમ શ્રીમંતોના ઘઉંના ભાવ પણ તૂટીને તળિયે ગયા છે. હાલ સરેરાશ 1500 રૂપિયા 100 કિલોના થઈ ગયા હતા. ભાલિયા ઘઉં બિનપિયત એવા 20200 હેક્ટરમાં થાય છે. ભાલ વિસ્તાર 2 લાખ હેક્ટરમાં ફેલાયેલો છે. હેક્ટર દીઠ 756 કિલો માંડ પાકે છે.
જ્યારે લોક 1 ઘઉં સિંચાઈ વિસ્તારમાં 2300થી 3200 કિલો હેક્ટરે પાકે છે. તેથી 3 ગણો ભાવ હોય તો જ ખેડૂતોને પરવડે છે. તેથી નિકાસ થતી નથી.
વાવણી ઓક્ટોબરના અંતથી નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી શરૂ થાય છે. માર્ચ-એપ્રિલમાં તૈયાર થઈ જાય છે.
અર્ણેજ કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક -ઇન્ચાર્જ ડો.એચ.એચ. ગોધાણીએ આ જાહેરાત કરી છે. ગુજરાતના ભાલ વિસ્તારમાં ઘણા વર્ષોથી માત્ર વરસાદના પાણીમાં જ ઉગાડવામાં આવે છે. અહીંના વૈજ્ઞાનિકો ઘણા સમયથી ભાલિયા ઘઉં પર કામ કરી રહ્યા છે.
સ્થાનિક લોકો ઘઉંને દાઉદખાની કહે છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોળકા અને બાવળા, સુરેન્દ્રનગરમાં લીંબડી, ભાવનગરના વલ્લભીપુર અને આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાતમાં, ખેડામાં માતર, ભરૂચમાં જંબુસર, વાગરામાં મોટા પ્રમાણમાં આ ખેતી થાય છે.
જુલાઈ 2011માં ભાલિયા જાતનાં ઘઉંએ જીઆઈનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. જીઆઈ સર્ટિફિકેટનું રજિસ્ટર્ડ પ્રોપરાઇટર આણંદ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી છે.
જમીનના ભેજના આધારે તે થાય છે. ખેડુતો ખેતરના પટ્ટાઓ ઉભા કરીને ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરે છે. જેથી ખેતરમાં ભેજ રહે. ઘઉંમાં ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય વધારે છે. તેનો ઉપયોગ ઘણા ઉત્પાદનો બનાવવામાં કરવામાં આવે છે. પ્રથમ વખત તેની નિકાસ કરવામાં આવી છે.
આ પણ વાંચો
2020-21માં ભારતમાંથી 4034 કરોડ રૂપિયાના 1.48 લાખ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી છે. જે પાછલા વર્ષ કરતા 808% વધારે છે. ગયા વર્ષે 444 કરોડ રૂપિયાના ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. યુ.એસ. ડોલરની દ્રષ્ટિએ 2020-21માં ઘઉંની નિકાસ 778 ટકા વધી 549 મિલિયન ડોલર થઈ છે.
વર્ષ 2020-21 દરમિયાન ભારતે યમન, ઇન્ડોનેશિયા, ભૂટાન, ફિલિપાઇન્સ, ઈરાન, કંબોડિયા અને મ્યાનમાર જેવા 7 નવા દેશોમાં નોંધપાત્ર પ્રમાણમાં અનાજની નિકાસ કરી.