પહેલા અનાજ આપ્યું, હવે વાપરવા રોજના માણસ દીઠ રૂ.8 આપશે

રાજ્યમાં ૬૬ લાખ જેટલા ગરીબ, મધ્યમવર્ગીય, શ્રમિકોના પરિવારો-કાર્ડધારકો જેઓ રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અન્વયે અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેમના બેન્ક ખાતામાં સોમવાર ર૦ એપ્રિલથી રાજ્ય સરકાર રૂ. ૧ હજારની રકમ જમા કરાવશે. એક કુટુંબમાં 4 વ્યક્તિ ગણીને તેમના દરેક વયક્તિને રોજના રૂ8 લેખે રૂપાણી આપશે.

એપ્રિલ માસ પૂરતા ડી.બી.ટી.થી ૧૦૦૦ રૂપિયા જમા કરાવવામાં આવશે. આના પરિણામે રાજ્ય સરકારને રૂ. ૬૬૦ કરોડનું વધારાનું ભારણ પડશે. વધારાના ફોર્મ્સ ભરવા કે ફોર્માલિટીઝ કરવી પડશે નહિ. રાજ્ય સરકાર પાસે આવા ૬૬ લાખ લાભાર્થીઓનો ડેટાબેઇઝ ઉપલબ્ધ છે. તેના આધારે સીધા જ તેમના બેન્ક ખાતામાં એપ્રિલ માસ પૂરતા રૂ. ૧૦૦૦ જમા કરાવવામાં આવશે. ગરીબ, શ્રમજીવી, બાંધકામ શ્રમિક, મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રાહત મળશે.

રાજ્યના ૬૦ લાખ મધ્યમવર્ગીય પરિવારો એટલે કે ર.પ૦ કરોડ લોકો જેમની પાસે APL-1 રેશનકાર્ડ છે તેમને પણ એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે અનાજ તા. ૧૩ એપ્રિલથી આપવાનો નિર્ણય કર્યો હતો. ૪પ લાખ પરિવારો-કાર્ડધારકોએ આ વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી  ૪પ હજાર મે.ટન ઘઉં, ૧પ હજાર મે.ટન ચોખા, ૪પ૦૦ મે.ટન ખાંડ તેમજ ૪પ૦૦ મે.ટન ચણા-દાળ, ચણાનું વિતરણ થયું છે.

હજુ પણ જે APL-1 લાભાર્થીઓ આ અનાજ મેળવવાથી બાકી રહી ગયા છે. તેમને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી અનાજ વિતરણની પ્રક્રિયા ચાલુ રહેવાની છે.

અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને રાજકોટ જિલ્લાના ઓઇલ મિલ્સ સંચાલકો સાથે શુક્રવારે ઓન લાઈન બેઠક કરી હતી. રાજ્યમાં શનિવારે ૬૩ માર્કેટયાર્ડ  – બજાર સમિતિમાં બે દિવસ દરમ્યાન ૩૩,૮૭૩ કવીન્ટલ ખેત ઉત્પાદનો વેચાણ માટે રાજ્યના ખેડૂતો લાવ્યા છે.
આ ખેત ઉત્પાદનમાં ર૭,૮પ૦ કવીન્ટલ ઘઉં, ૧૦,ર૦૬ કવીન્ટલ રાયડો અને ર૧ર૪ કવીન્ટલ અન્ય જણસીઓનું વેચાણ થયું છે. રાજ્યમાં ૪૬.પ૭ લાખ લીટર દૂધ વિતરણ થયું છે. ૭૪,પ૯૩ કવીન્ટલ શાકભાજી અને ૧૦,૧૯૦ કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે.