Watch “અમદાવાદમાં કોરોનાનો માસ્કનો દંડ”
અમદાવાદ, 29 સપ્ટેમ્બર 2020
અમદાવાદમાં બેકાર લોકો પર કોરોના માસ્કના દંડની દાદાગીરી, પોલીસ સમક્ષ ધારાસભ્યોની માંગ કરી છે કે, બેકાર અને ગરીબ લોકોનો રૂ.1000નો દંડ કરવામાં આવી રહ્યો છે. તે બંધ કરવો જોઈએ. લોકોએ માસ્ક પહેરીને બહાર નિકળવું જોઈએ. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પોલીસ કમિશ્નર સમક્ષ માંગણી કરી છે.
એક પોલીસ સ્ટેશનના એક લાખનું ફંડનો ટાર્ગેટ
સરકાર દ્વારા પોલીસ સ્ટેશન દીઠ એક લાખ રુપિયા ઉઘરાવવાના ટારગેટને પુરો કરવા માટે પોલિસ દ્વારા જે ખોટી રીતે બળજબરીપુર્વક નાના તથા મધ્યમવર્ગના દુકાનદારોને ખોટી રીતે દંડ આપવામાં છે.
આમને દંડ કરો
જે લોકો ખરેખર કાયદાનું પાલન નથી કરતા, જેમણે માસ્ક નથી પહેર્યુ જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા, સરકારની ગાઈડ લાઈન્સનું પાલન નથી કરતા તેમને તમે દંડ કરો.
બળજબરીપૂર્વક દંડ
પરંતુ જે લોકો નાના અને મધ્યમ વર્ગના લોકો કે જે આ કોરોના મહામારીના કપરા સમયમાં સરકાર દ્વારા આપવામાં આવેલ ટારગેટને પુરો કરવા માટે બેકસુર લોકોને બળજબરીપુર્વક ખોટા ખોટા દંડ ના આપો. આનાથી ફકત સરકાર દ્ધારા આપવામાં આવેલા ટારગેટ તો પુરા થશે.
ગુજરાન ચલાવવાના ફાંફા અને 1 હજારનો દંડ
રોજ લાઈને રોજ ખાવનાર વ્યક્તિને પોતાના ગુજરાન ચલાવવામાં ખરેખર તકલીફ થશે અને જો તમારે ખરેખર દંડ આપવો હોય તો તેમના ફોટા પાડી અને પછી દંડ આપો જેથી ગેરસમજ ના ઉભી થાય. તેમ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું.
કોંગ્રેસના આ બે ધારાસભ્યો પ્રજા માટે મૌન
બાપુનગરા કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પ્રજાના પ્રશ્નો માટે મૌન બની ગયા છે. એજ રીતે દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ મનુભાઈ પરમાર પણ પ્રજાની સાથે જોવા મળતા નથી. જમાલપુર – ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન હબિબુદ્દિન શેખ આ બે ધારાસભ્યો રજૂઆત કરે છે. પણ અમદાવાદ જિલ્લાના 5 ધારાસભ્યો સરકારની જુલમ શાહી અને સરમુખ્યતાર શાહી સામે એક થઈ શકતા નથી.
ભાજપના 14 ધારાસભ્યો પ્રજાને નહીં નેતાને વફાદાર
વળી પ્રજાને જેમને ચૂંટીને મોકલેલા છે એવા ભાજપના 14 ધારાસભ્યો રૂપાણી સામે મૌન બની ગયા છે. તેઓ મતદારોને વફાદાર નથી પણ નેતાને વફાદાર છે. તેથી પ્રજા હવે પોતાના પ્રશ્નોને રજૂ કરે આવા જ ધારાસભ્યોને ચૂંટે એવું લોકનેતાઓ અપીલ કરી રહ્યાં છે. રાજ્ય ગૃહ પ્રધાને જ પ્રજા પર રૂ.1000નો દંડ નાંખ્યો છે. તેમણે જ અમદાવાદની પ્રજા પર સૌથી વધું ઝુલમ તકરવાનો પરવાનો પોલીસને આપ્યો છે. કારચાલકો પાસેથી 5 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યા છે.
ભાજપના અમદાવાદના આ 14 ધારાસભ્યો પ્રજા સાથે નથી
1 | વટવા | પ્રદીપ ભ. જાડેજા | ભાજપ |
2 | નારણપુરા | કૌશિકભાઈ પટેલ | ભાજપ |
3 | ઘાટલોડિયા | ભૂપેન્દ્ર પટેલ | ભાજપ |
4 | વેજલપુર | કિશોર બાબુ ચૌહાણ | ભાજપ |
5 | એલીસબ્રીજ | રાકેશ શાહ | ભાજપ |
6 | નિકોલ | જગદીશ ઈશ્વરભાઈ પંચાલ | ભાજપ |
7 | નરોડા | બલરામ થવાણી | ભાજપ |
8 | ઠક્કરબાપાનગર | વલ્લભ ગોબર કાકડીયા | ભાજપ |
9 | અમરાઈવાડી | જગદીશ ઇશ્વર પટેલ | ભાજપ |
10 | મણીનગર | સુરેશભાઈ ધનજી પટેલ | ભાજપ |
11 | સાબરમતી | અરવિંદ પટેલ | ભાજપ |
12 | અસારવા | પ્રદિપ પરમાર | ભાજપ |
13 | દસ્ક્રોઇ | બાબુ જમના પટેલ | ભાજપ |
14 | સાણંદ | કનુ પટેલ | ભાજપ |
1 | વિરમગામ | લાખા ભરવાડ | કોંગ્રેસ |