[:gj]કોરોનાગ્રસ્ત તમામ દર્દીને સારવાર માટે પૈસા આપવા નહીં પડે, રૂપાણીનો સારો નિર્ણય[:]

[:gj]અમદાવાદ, 17 એપ્રિલ 2020

મહામારી કોરોના વાયરસના રાજ્યમાં વધી રહેલા વ્યાપને પગલે અન્ય એક મહત્વનો નિર્ણય લઇને રાજ્યના તમામ નાગરિકોને કોવિડ 19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં કોવિડ 19ની સારવાર વિનામૂલ્યે અપાશે. ઇન્ડોર અને આઉટડોર તમામ દર્દીઓને સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશે. વિજય રૂપાણીની ગુજરાત સરકારનો આ વિક્રમી નિર્ણય છે.

મહાનગરોમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ અને જિલ્લામથકોએ 100 બેડની કોવિડ હોસ્પિટલ કોરોના દર્દીઓની સારવાર માટે કાર્યરત કરી છે.
કોરોનાના વધતા સંક્રમણને પગલે રાજ્યના 26 જિલ્લાઓમાં કુલ 3100 બેડની ક્ષમતા ધરાવતી 31  ખાનગી હોસ્પિટલો કોવિડ 19 ડેઝિગ્નેટેડ તરીકે બે મહિનાનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે.

જિલ્લા કલેકટરો તેમના જિલ્લામાં વધુ ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલો તરીકે શરૂ કરાવે તો આવી હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે સારવાર મળશે.

કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થાય તે પછી પણ પાંચ દિવસ સુધી તેમને ચા, નાસ્તો, બે ટાઇમ ભોજન અને દવાઓ વિનામૂલ્યે અપાશે.

કોરોના શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂનાની તપાસ ગર્વમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે કરાશે અને તેનો ખર્ચ આવી હોસ્પિટલોને રિએમ્બર્સ કરવામાં આવશે.

રાજ્ય સરકાર આવી કોવિડ હોસ્પિટલ માટે પી.પી.ઇ. કિટ, N-95 માસ્ક, ટ્રિપલલેયર માસ્ક અને હાયડ્રોકસીકલોરોક્વિન ટેબ્લેટ પૂરા પાડશે.

ડેઝિગ્નેટેડ હોસ્પિટલના આરોગ્યકર્મીનું કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ થાય તો રાજ્ય સરકારની જાહેરાત મુજબ રૂ.25 લાખની સહાય તેવા આરોગ્યકર્મીને આપશે.[:]