ભાજપના નેતાએ મોદીને લખેલા પત્રમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી
દિલીપ પટેલ
અમદાવાદ, 3 માર્ચ 2025
સોમનાથ કલેક્ટર, મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગીર સોમનાથના વેરાવળના ઈંણાંજ ગામના પૂર્વ સરપંચ અને સોમનાથ જિલ્લાના ભાજપના બક્ષી પંચના ઉપાધ્યક્ષ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાસણ આવ્યા છે ત્યારે પત્ર લખીને માંગણી કરી છે, કે કોડીરાનરના માફિયા દીનુ બોઘા સોલંકીના અનેક કામોની તપાસ કરીને હજી વધારે આંકરા પગલાં ભરવામાં આવે. હવે મોદી સામે મોટો પડકાર આવીને ઊભો છે કે દીનુ બોઘા સામે કડક પગલાં ભરવા માટે કલેક્ટરને વધારે છૂટ આપશે કે કેમ? મોદી સિંહ જોવા ગીરના જંગલમાં આવ્યા અને માફિયા કાંડમાં ફસાયા છે.
ગીર સોમનાથ જિલ્લાના ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોધા સોલંકી, અમિત શાહના નજીક છે. દીનુએ ભાજપને હરાવવા માટે અહીં કામ કર્યું હતું. અમિત શાહ જ્યારે ભાગતા ફરતા હતા ત્યારે 8 મહિના સુધી રાજ્યાશ્રય તેમણે આપ્યો હતો. દીનુના પરીવાર,સગા સંબંધીઓ, ભાગીદારોની બેનામી આવકો અને સંપતિની તપાસ કરી કાર્યવાહી કરવા ભાજપના ઉપાધ્યક્ષ ભીખાભાઈ કાળાભાઈ ગોહિલે કલેક્ટર સમક્ષ માંગણી કરી તેની માંગણી વાજબી લાગતાં તપાસ કરીને દબાણો દૂર કરાયા હતા.
21 ફેબ્રુઆરી અને 1 માર્ચ 2025માં લખેલા પત્રમાં ભીખાભાઈએ કહ્યું છે કે, 30 વર્ષ પહેલાં ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ સાંસદ દીનુ બોધા સોલંકી કોડીનાર તાલુકામાં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હતો.
દીનુના તેના પિતા બોધાભાઈ સોલંકી કોડીનાર મુકામે કાપડના વેપારીને ત્યાં નોકરી કરતા હતા. તેના કારણે તેમને બોધાભાઈ કાપડીયા તરીકેની કોડીનાર તાલુકામાં ઓળખ હતી.
બોધાભાઈ સોલંકી તેમના ભાઈઓથી વિબાજીત થયા ત્યારે તેમની 6 વીધા જમીન હતી. જે વડીલો પાજીત મિલ્કત ખેતીની જમીન ભાગમાં આવેલી હતી. તેમજ અન્ય 15થી 20 વીધા જમીન હતી.
દીનુ બોધા સોલંકી અને ત્રણે ભાઈઓનો પરીવાર સંયુકત કુટુંબમાં રહે છે.
કોડીનારમાં અંબુજા સીમેન્ટ કંપનીની 1982માં આવી ત્યારે કંપનીમાં ટાન્સપોર્ટનો ધંધો શરૂ કરેલો હતો.
1998થી કોડીનાર નગરપાલીકાના પ્રમુખ દીનુ બન્યા હતા. ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી અને ચૂંટાયા હતા.
2009માં સંસદસભ્ય બનેલા હતા. આ ત્રણ હોદ્દા મેળવી લીધા બાદ તેમની સંપતિમાં અઢળક વધી હતી.
મારી જાણકારી પ્રમાણે સંપતિની વિગત નીચે પ્રમાણે છે.
1500 વીઘા જમીન
દીન બોધા સોલંકી અને તેના પરીવારના સભ્યોના નામે કોડીનાર તાલુકા, સુત્રાપાડા તાલુકા, ગીર ગઢડા તાલુકા,ઉના તાલુકા, વેરાવળ તાલુકા અને તાલાલા તાલુકામાં,મેદરયા તાલુકા, રાજકોટ, અમદાવાદ, સુરત વિગેરે સ્થળોએ અંદાજે 1500 વીધા ખેતીની જમીનો, કોમર્શિયલ જમીનો, બીન ખેતીની જમીનો આવેલ છે.
ફાર્મહાઉસ
દીનુ બોધા સોલંકી અને તેના પરીવારના સભ્યોના નામે કોડીનાર તાલુકા, સુત્રાપાડા તાલુકા,વેરાવળ તાલુકા, તાલાલા તાલુકા, કેશોદ તાલુકામા બીન ખેતી જમીનોનો ફાર્મ હાઉસો, રેસીડેન્ટ બંગલાઓ, વિગેરે અનેક સ્થાવર અને જંગમ મિલ્કતો આવેલી છે.
પેટ્રોલ પંપ
દીનુ બોધા સોલંકી અને તેના પરીવારના સભ્યોના નામે કોડીનાર તાલુકા, સુત્રાપાડા તાલુકા, કેશોદ તાલુકામાં અંદાજે 5 પેટ્રોલ પંપો આવેલા છે.
ટ્રેક્ટરની એજન્સી
દીનુ બોધા સોલંકી અને તેના પરીવારના સભ્યોના નામે કોડીનાર તાલુકા, કેશોદ તાલુકામા ટાફે કંપનીની ટ્રેકટરોની એજન્સી આવેલી છે. જેમાં કોડીનાર તાલુકાના ગોહીલનીખાણ વિસ્તારમાં ટાફે શો રૂમ સાર્વજનિક પ્લોટમાં બનાવેલો છે.
ટીવી કેબલ કૌભાંડ
દીનુ બોધા સોલંકી અને તેના પરીવારના સભ્યોના નામે કોડીનાર તાલુકા, સુત્રાપાડા તાલુકા, ઉના તાલુકા, દીવ વિસ્તાર સુધી રાજમોતી કેબલ સર્વિસના નામે મોટું કેબલ નેટવર્ક ચલાવે છે. આ તમામ કેબલ વાયરો પી.જી.વી.સી.એલ.ના ઈલેવન અને એલ.ટી. પોલ ઉપર ગેરકાયદેસર લગાડી કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી કરી રહયા છે.
મોબાઈલ ફોન કંપનીઓની એજન્સી
૬. દીનુ બોધા સોલંકી અને તેના પરીવારના સભ્યોના નામે કોડીનાર તાલુકામાં ટાટા મોબાઈલ, ટોકોમા, એરટેલ, વિગરે મોબાઈલ કંપનીનઓની એજન્સીઓ ધરાવે છે.
મોબાઈ ટાવર કૌભાંડ
મોબાઈ કંપનીઓના ટાવરો માટે જમીનો ભાડે આપી મોટી ભાડાની આવક મેળવી રહયા છે. તેમાં ધણાં ટાવરો સાર્વજનિક પ્લોટોમાં ઉભાં કરી દીધેલા છે.
અદાણી સિમેન્ટ
દીનુ બોધા સોલંકી અને તેના પરીવારના સભ્યોના નામે અંબુજા સીમેન્ટ કંપનીનો ટ્રાન્સપોર્ટનો કોન્ટ્રાકટ છેલ્લાં 30 વર્ષથી ધરાવે છે. હવે તે અદાણી કંપની છે.
કન્ટ્રકશન કંપની
જુદા જુદા નામે કન્ટ્રકશન કંપનીઓ ખોલી અંબુજા કંપનીમાં મોટા કામોના રાખે છે.
સ્ટોન ક્રસરો
દીનુ બોધા સોલંકી અને તેના પરીવારના સભ્યોના નામે કોડીનાર તાલુકા ગીર અભ્યારણ વિસ્તારના અરીઠીયા, ઉના તાલુકા સનવાવ ગામમાં, વેરાવળ તાલુકાના લુભા ગામમાં મોટા સ્ટોન ક્રસરો અને પેવર પ્લાન ધરાવે છે.
પીવાનું પાણી
દીનુ અને પરીવારના નામે પાઈપ લાઈન દ્વારા અબુજા સીમેન્ટ કંપનીને પીવાનું પાણી પુરૂ પાડે છે. વર્ષોથી ટેક્ષ સરકારમાં જમા કરાવેલો નથી.
4 આઈસ ફેક્ટરીઓ
દીનુ અને પરીવારના નામે કોડીનાર તથા વેરાવળ શહેરમાં 4 આઈસ ફેકટરીઓ તથા વેરાવળમાં કોલ્ડ સ્ટોરેજ ધરાવે છે.
સટ્ટાકીંગ
દીનુ બોધા સોલંકીનો ભત્રીજો રવિ દીપુ સોલંકી એ તેમના દીકરાની સગાઈ રાજકોટના મોસ્ટ વોન્ટેડ સટ્ટાકીંગ રાકેશ પ્રતાપ રાજદેવ સાથે કરી છે. રાકેશ દુબઈ તેમજ વિદેશોમાં બેઠા બેઠા તેમનું અબજો રૂપિયાનું ગેરકાયદેસર નેટવર્ક ચલાવે છે. તેમના અબજો રૂપિયાનું રોકાણ દીનુ બોધા સોલંકી અને તેમના પરીવારના નામે કરેલ છે. આની તપાસ કરવામાં આવે તો દીનુ બોધા સોલંકી અન સટ્ટાકીંગ રાકેશ રાજદેવનું કનેકશન ખુલ્લું પડે તેમ છે. અબજો રૂપિયાની બેનામી સંપતિમાં થયેલા રોકાણો ખુલ્લા પડે તેમ છે.
ભંગારનો ધંધો
દીનુ બોધા સોલંકીનો ભત્રીજો પ્રતાપ ઉર્ફે શિવા સોલંકી કોડીનારના ભંગારના વેપારી તેમજ કન્ટ્રકશનના ધંધા સાથે સંકળાયેલા રફીક ગની કચ્છી (આર. કે. ગૃપ) તરીકે ઓળખાતી પેઢી સાથે ધંધાકીય ભાગીદારી ધરાવે છે. બીલો વગર બોગસ પેઢીઓ બનાવી કરોડો રૂપિયાની જી.એસ.ટી. ની ચોરી કરી રહયા છે.
સસ્તામાં જમીન પડાવી
કોડીનાર શહેરમાં ખેડૂતોની ડરાવી ધમકાવી કરોડોની જમીનો સસ્તાં પડાવી પ્લોટીંગ કરી કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો કરી રહયા છે.
સરકારી ઠેકા
દીનુ બોઘા સોલંકીનો વેવાઈ સુભાષ વિરભણ કોડીયા સાથે અનેક ક્ષેત્રે ધંધાકીય ભાગીદારી ધરાવે છે. તેમના વેવાઈ અને તેમના પરીવારના નામે અનેક બેનામી મિલ્કતો ખરીદ કરેલી છે. તેમના વેવાઈના પરીવારના સભ્યોના નામે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, પી.જી.વી.સી.એલ. કોડીનાર નગરપાલીકાના સરકારી કામોનું મોટું નેટવર્ક ધરાવે છે.
શાપુરજી પાલોનજી
દીનુ બોઘા સોલંકીનો વેવાઈ નટુભાઈ ઓધડભાઈ વાળા સાથે ક્ષેત્રે ધંધાકીય ભાગીદારી ધરાવે છે. તેઓ શાપુરજી પાલોનજી કંપનીના અનેક કામોમાં ભાગીદારી ધરાવે છે.
વીજળી કંપની
દીનુ બોધા સોલંકીનો ભત્રીજો પ્રતાપ ઉર્ફે શિવા સોલંકી સુત્રાપાડાના ગાંગેથા ગામના દીલીપ પઢીયાર નામના ઈસમ સાથે પી.જી.વી.સી.એલ., પવન ચકકી, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ(જેટકો) વિગેરેના કામોમાં ભાગીદારી ધરાવે છે.
દીલીપભાઈ પઢીયાર પાસે 10 વર્ષ પહેલાં મોટર સાયકલ પણ ન હતી. તેઓએ પી.જી.વી.સી.એલ.ની કામો અને ભરતીમાં અધિકારીઓ સાથે મિલીભકત કરી આજે કરોડો રૂપિયાનો આસામી બની ગયેલો છે. આજે ગીર સોમનાથ જિલ્લામાં ચાલતી પવન ચકકીની તમામ કામગીરીના કોન્ટ્રાકટ શિવા સોલંકી સુત્રાપાડાના ગાંગેથા ગામના દીલીપભાઈ પઢીયાર પાસે છે.
ટીબડી 220 કે.વી. શાપુરજી પાલોનજી કંપની સુધીની હાઈટેન્શન લાઈન ઉભી કરવામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે.
ખેડૂતો સામે દાદાગીરી કરી તેમને વળતર પણ આ ઈસમોએ ચુકવેલા નથી. તેમજ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ સાથે મિલીભગત ગોઠવી કામગીરી કર્યા સિવાય કરોડો રૂપિયાના બીલો બનાવી મોટો ભ્રષ્ટાચાર કરી રહયા છે. કરોડો રૂપિયાની બેનામી મિલ્કતો શિવા સોલંકી સુત્રાપાડાના ગાંગેથા ગામના દીલીપભાઈ પઢીયારએ ભાગીદારીમાં ખરીદ કરેલા છે.
માર્ગ ઠેકેદાર
દીનુ બોધા સોલંકી અને તેમના ભત્રીજાઓ 20 વર્ષથી કે. વી. બારડ કન્ટ્રકશન નામ પેઢી ધરાવતાં કીશન વિરભણ બારડ સાથે બીલ્ડીંગ કન્ડકશન, માર્ગ અને મકાન વિભાગના રોડ રસ્તાની કામગીરી, નેશનલ હાઈવેના રસ્તાની કામગીરી, જિલ્લા તથા તાલુકા પંચાયતના કામો, શાળા બીલ્ડીંગોના કામો વિગેરેમાં ભાગીદારી ધરાવે છે. 20 વર્ષની ભાગીદારીથી કરેલા તમામ કામોની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે અને સદરહું ઈસમોએ કરોડો રૂપિયાની બેનામી સંપતિ ભેગી કરેલ છે.
સરકારી ઠેકેદારી
દીનુ બોધા સોલંકીના ભાણેજ જમાઈ માનસીંગ ગાંડા રાઠોડ (રાજ બીલ્ડર્સ ) સાથે 20 વર્ષથી બીલ્ડીંગ કન્ડકશન, માર્ગ અને મકાન વિભાગના રોડ રસ્તાની કામગીરી, નેશનલ હાઈવેના રસ્તાની કામગીરી, જિલ્લા તથા તાલુકા પંચાયતના કામો, શાળા બીલ્ડીંગોના કામો વિગેરેમાં ભાગીદારી ધરાવે છે. 5 વર્ષથી કોડીનાર નગરપાલીકાના તમામ સી.સી. રોડ, પેવર બ્લોક રોડ, તેમજ તમામ પ્રકારના બાંધકામની કામગીરી રાજ બીલ્ડર્સના નામે થઈ રહેલા છે. સદરહું રાજ બીલ્ડર્સએ કોડીનાર નગરપાલીકામાં દીનુ બોધા સોલંકી સાથે મળી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે.
બીજાના નામે જમીન
દીનુ બોધા સોલંકીએ કોડીનાર તાલુકાના આલીદર ગામના સામતભાઈ મેરૂભાઈ વૈશ,પ્રતાપભાઈ કરશનભાઈ પઢીયાર, પીપળી ગામના રોહીતભાઈ જેસીંગભાઈ ગોહીલ, પણાંદર ગામના અભેસિંહ મસરીભાઈ બારડ કડવાસણ ગામના કાળુભાઈ ભુપતભાઈ વાળા વિગેરે અનેક ઈસમોના નામે જમીન ખરીદ કરેલી છે.
ખનિજ ચોરી
રેતીની, પથ્થરની લીઝો પણ અન્યના નામે ધરાવી ગેરકાયદેસર ખનિજ ચોરી કરી રહયા છે.
ખાણનો ધંધો
દીનુ બોધા સોલંકીનો ભત્રીજો પ્રતાપ ઉર્ફે શિવા સોલંકીએ કોડીનાર તાલુકાના વિઠલપુર ગામે તેમના માસીના દીકરા રાયસિંહ બાલુભાઈ ગોહીલ દેવળીવાળા સાથે 52 બેલાની ખાણો વર્ષો સુધી ચલાવી કરોડો રૂપિયાની ખનિજ ચોરી કરેલી છે. હમણા ગીર ગઢઠા તાલુકાના ભીયાળ ગામે સરપંચ વાલજીભાઈ મકવાણા પાસેથી રૂ.4 કરોડમાં ખાણ ખરીદ કરેલી છે.
કાળા પથ્થર
દીનુ બોધા સોલંકીનો શાપુરજી પાલોનજી કંપનીમાં જેટીના કામ માટે બ્લેક પથ્થરો નાખવાનો કોન્ટ્રાકટ ધરાવે છે. શાપુરજી પાલોનજી કંપની વેરાવળ તાલુકાના લુભા ગામે માઈનીંગ લીઝ ધરાવે છે. દીનુ બોઘા સોલંકીએ સદરહું શાપુરજી પાલોનજી કંપનીની લીઝમાંથી ગેરકાયદેસર બ્લેક પથ્થરો કાઢી સદરહું કંપનીને વેચાણ કરી કરોડો રૂપિયા લઈ લીધેલ છે. શાપુરજી પાલોનજી કંપની પાસે રોયલ્ટી સહીતના બીલો મુકી નાણાં લઈ લીધેલા છે. બીલોની તપાસ કરવામાં આવે તો કરોડોની ખનિજ ચોરી બહાર આવે તેમ છે.
ભીખાભાઈએ ઉપરની વિગતો લખીને ભાજપના નેતાઓના મુંજણમાં મૂકી દીધા છે.
ઉપરોકત દર્શાવેલ ધંધા સિવાય પણ અનેક બીજા નાના મોટા અનેક ધંધાઓ તેઓએ અને તેના પરીવારોના સભ્ય ચલાવે છે અને અબજો રૂપિયાની અપ્રમાણસર મિલ્કતો ભેગી કરી છે અને તેઓ રારકારની દર વર્ષે કરોડો રૂપિયાની ઈન્કમ ટેક્ષ અને જી.એસ.ટી. ની ચોરી કરી રહયા છે.
જો દીનુ બોધા સોલંકી અને તેના તમામ ભાઈઓ ભત્રીજા અને પરીવાર, કટબીજનોના નામે ચાલતાં ધંધાઓ અને ખેતીની જમીનોની આવક-જાવકની છેલ્લાં 30 વર્ષની તપાસ કરવામાં આવે અને ખરીદેલ સ્થાવર અને જંગમ મિલકતો, સોના ચાંદી, ઝવેરાત વિગેરેની કીમતો અને તેમનાના આવકના સ્ત્રોતની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની બેનામી સંપતિનો પદાફાર્શ થાય તેમ છે અને સરકારની કરોડો રૂપિયાની ઈન્કમટેક્ષ, જી.એસ.ટી.ની ચોરી બહાર આવે તેમ છે.
આ ઈસમોની તમામ સંપતિની તપાસ કરીને અપ્રમાણસર મિલ્કતો જપ્ત કરવા આપની કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરો, એવી માંગણી વડાપ્રધાન સિંહોને જોવા માટે આવી રહ્યા છે ત્યારે ભીખાભાઈએ કરી હતી.