ગાંધીનગર, 21 નવેમ્બર 2020
ઘોઘા તાલુકામાં દરિયા કિનારાથી 66 મીટર એટલે કે 217 ફૂટ ઊંચા સ્થળે આવેલા સુરકા અને હોઈદળ ગામની જમીન એકાએક ઊંચી આવવા લાગી છે. ભૂકંપમાં જે રીતે જમીન ઉંચકાય છે તે રીતે અહીં 18 નવેમ્બર 2020થી ઉંચકાવા લાગી છે. લિગ્નાઈટની ખાણો ખોદતી જીપીસીએલ કંપની – GPCL companyને કારણે અહીં ધરતી કંપ થઈ રહ્યો છે. 60 ફૂટ જમીન ખોદીને તેની માટી આ ગામની બાજુમાં નાંખવામાં આવે છે. માટીના ઊંચા પહાડો બની ગયા છે. જેનું દબાણ આવવાના કારણે જમીન ખસી રહી છે. લાખો ટન માટીના 500 ફૂટ ઊંચા પહાડ બની ગયા છે.
પહાડ બેસી ગયો
પહાડ જમીનની અંદર બેસી રહ્યો છે. પહાડ જમીનની અંદર બેસવા લાગતાં આસપાસની જમીન 30 – 40 ફૂટ ઊંચી આવી છે. ગુજરાત સરકારી કંપની જીપીસીએલ પોતે ધરતી કંપ કરી રહી છે. ડૂંગરની જમીન દબાણથી 40 ફૂટ નીચે બેસી રહી છે. તળાવ સુકું થઈ ગયું છે. વૃક્ષો ઊંચા આવી ગયા છે. ગૌચરની જમીન નકામી બની છે. બાડી ગામે જીપીસીએલ કંપની વીજળી પેદા કરે છે. જેને અહીંથી લીગ્નાઈટ પુરો છે. ખેતરની જમીન પણ ઊંચી આવી છે.
500 ફૂચ ઊંચા પહાડ
400થી 500 ફૂટ ઊંચો પહાડ થઈ ગયો છે. જમીનનું ભૂસ્ખલન થઈ રહયું છે. 25થી 30 ફૂટ જમીન ઊંચી આવી ગઈ છે. જમીનમાં પોપડા પડી ગયા છે. ધરતીકંપમાં જે રીતે તિરાડ પડે છે તે રીતે તીરાડો પડી ગઈ છે. આ વાત અટકી નથી. તેનું પ્રમાણ વધી રહ્યું છે. રોજ 4થી 5 ફૂટ જમીન ઊંચી આવી રહી છે. 300 મીટર અને 500 મીટર દૂર આવેલાં બે ગામના 5 હજાર લોકો પર જોખમ ઊભું થયું છે.
7 મહિનાથી ખોદકામ
જમીનની અંદર 40થી 80 ફૂટ નીચે આવેલી કોલસાની ખાણ ખોદવા માટે ઉપરથી માટી ખોદીને પાસેની ગૌચરની જમીન પર નાંખવામાં આવે છે. કાચો કોલસો એટલે કે લીગ્નાઈટ કાઢવા માટે 500 વીઘા એટલે કે 200 એકર જમીન ખોદી કાઢવામાં આવી છે. 7 મહિનાથી ખોદકામ કરે છે.
1500 હેક્ટર જમીન
ખોદકામ કરવા માટે 15 વર્ષનો કરાર જીપીસીએલ સાથે વડોદરાની પીસી પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને કોન્ટ્રાક્ટ આપોલ છે. આવી કુલ 2500 વીઘા ખનન કરવાની છે. કુલ 1500 હેક્ટર જમીન સરકારે લઈ લીધી છે.
92 મિલિયન ટન લીગ્નાઈટની ખાણો
હાલ રોજનો 15 હજાર ટન લીગ્નાઈટ કાઢે છે. 3 લિગ્નાઈટ ખાણોમાં કૂલ 90.75 મિલિયન મેટ્રીક ટન લીગ્નાઈટ છે. જે લિગ્નાઈટ સંપૂર્ણપણે પડવા ખાતેના વીજ મથકમાં વીજ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજો 1.1 મિલિયન ટન જીએમડીસીનો કાચો કોલસો કાઢી રહી છે. ઉપરથી જે માટી નિકળે છે તે બેન્ટોજાઈટ છે. જેમાંથી ખેતરમાં નાંખવાનું ખાતર બની શકે તેમ છે. તેને વેચવાના બદલે અહીં ડંપીંગ કરી રહ્યાં છે.
40 લાખ ટન લીગ્નાઈટ
અહીંના અધિકારીઓ ગાંધીનગરની રૂપાણી સરકારના ઈશારે કામ કરે છે. લીગ્નાઈટ ખનીજના ઉત્ખનન અંગે કલેકટર હર્ષદ પટેલે 2 એપ્રિલ 2018માં જાહેર કર્યું હતું કે જીપીસીએલ લીગ્નાઈટથી 500 મેગાવોટ વીજળી પેદા કરે છે. વીજ મથકને 4 મિલીયન (40 લાખ) મેટ્રીક ટન જીપીસીએલને ઘોઘા-સુરકા (2.25 મિલીયન મેટ્રીક ટન – વર્ષ), ખડસલીયા-1 (1 મિલીયન મેટ્રીક ટન – વર્ષ) અને ખડસલીયા-2 (0.75 મિલીયન મેટ્રીક ટન-વર્ષ) એમ ત્રણ લિગ્નાઈટ ખાણો ખોદવાની મંજુરી મળેલી છે.
જીએમડીસીની ખાણો
જીએમડીસીની સુરકા ઉત્તર માઈન તરફથી પણ 1.1. મિલીયન મેટ્રીક ટન-વર્ષ લિગ્નાઈટનો જથ્થો 20 વર્ષ સુધી આપશે. જીપીસીએલ દ્વારા ઘોઘા અને ભાવનગર તાલુકાના 11 ગામોની 1114 ખેડૂતોની 1414-58-18 (1.50 કરોડ ચોરસ મીટર) હેકટર જમીન પર બળજબરી કબજે કરી હતી.
ખાણની મંજૂરી
ખાણીની મંજૂરી કોલસા મંત્રાલય, વન અને પર્યાવરણ મંત્રાલય તેમજ રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાસેથી મેળવી લેવામાં આવી હતી. મીનરલ કન્સેશન અંગેનું લીઝડીડ પણ ભાવનગર કલેક્ટર સાથે કરવામાં આવેલ છે
ગુજરાત સરકારની કંપની
ગુજરાત સરકાર દ્વારા 500 મેગાવોટના ભવનગર એનર્જી કંપની લીમીટેડના પ્લાન્ટ માટે રૂ.5000 કરોડનું રોકાણ કર્યું છે. 250 મેગાવોટનું એક યુનિટ 16 મે 2016માં અને બીજા 250 મેગાવોટનું બીજું યુનિટ 27 માર્ચ 2017માં શરૂ થયું હતું.
વીજળી ઉત્પાદન કંપની ગુજરાત રાજ્ય વીજળી નિગમ લિમિટેડ (જીએસઈસીએલ) સામે આવી છે. લિગ્નાઈટ આધારિત વીજ પ્લાન્ટ ચલાવતા જીએસઈસીએલે ભાવનગર એનર્જી કંપની લિ. સંચાલિત પ્લાન્ટનો કબજો લીધો હતો.
ભારતનું સૌથી લાંબુ આંદોલન
ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે.
ગુજરાતના જાણીતા એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા અહીંના ખેડૂતો અદાલત અને સરકાર સામે લડત ચલાવે છે. આહીં સરકારની કંપની સામે 12 ગામના લોકો ભારતમાં કદાચ સૌથી લાંબા સમયથી 1996થી 20-25 વર્ષથી મોટું આંદોલન કરે છે. 22 નવેમ્બર 2020એ 12 ગામના લોકો ભેગા થશે. 12 ગામની 15 સભ્યોની કમિટિ છે. તેમાં એક બે સભ્યોની બેઠક થશે.
25 વર્ષથી લડત
20-25 વર્ષ પહેલા પાડવા ગામની 140 એકર જમીનનો કબજો મેળવાયો હતો. હવે 12 ગામની 1500 હેક્ટર જમીન કબજે કરી બળજબરીથી કરી રહી છે. 20 વર્ષ અગાઉ જીપીસીએલ દ્વારા લિગ્નાઈટ કંપનીને ખેડૂતોની જમીન સંપાદીત કરાઈ હતી. જોકે આટલા વર્ષો સુધી કંપની દ્વારા જમીન પર કોઈ કામગીરી ન કરાઈ. પરંતુ હવે કંપની જમીનનો કબ્જો મેળવવા આવતા ખેડૂતોએ જંગ શરૂ કરી છે. આજના બજાર ભાવ પ્રમાણે જમીનની કિંમત આપવા ખેડૂતો માગણી કરી રહ્યા છે.
નિર્દયી રૂપાણીએ લાઠીચાર્જ કરાવ્યો
વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા પોલીસે 50 ટીયરગેસના શેલ પણ છોડયા હતા. ખેડૂતોને પોલીસે બેરહમીથી લાઠીઓથી ફટકારી હતી. 500ની સંખ્યામાં એકત્ર થઇ સુરકા ગામથી રેલી જીપીસીએલ કંપનીની સાઈટ પર જઈ રહી હતી. લાઠીઓ વીંઝવા માંડી હતી. ખેડૂતોને પકડી પકડીને પગમાં ને શરીરના જુદા જુદા ભાગોએ ભારે ક્રૂરતાપૂર્વક અને નિર્દયતાથી લાકડીઓ ફટકારી હતી. અમાનવીય અત્યાચાર ભાજપની સરકારે કર્યો હતો. બિનસંવેદનશીલ એવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્તન છે. ભગવા અંગ્રેજ એવા ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને વીજ પ્રધાન સૌરભ દલાલ સહાનુભૂતિ ધરાવતાં નથી. ભાજપને અહીંના લોકો ભગલા અંગ્રેજો કહે છે.
ભગવા અંગ્રેજ
કોર્ટમાં અપીલ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન, રેલીઓ, સ્થળ પર ધરણા સહિતના કાર્યક્રમો આપવામાં આવ્યા. પોલીસનો સહારો લઇ બળપ્રયોગ કરી, લાઠીચાર્જ વરસાવી અને ટીયરગેસ છોડેલા હતા. બળજબરીથી જમીન પર કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. ખેતરમાં અત્યાચાર ભાજપની ભગવી સરકારે કર્યા હતા. ઘોઘા મામલતદાર કચેરી ખાતે બે દિવસીય પ્રતિક ધરણા, સત્યાગ્રહ કર્યો હતો. હોઇદડ ગામની માઈનીંગ સાઈટ પર વિરોધ કર્યો હતો. સાંજે 7 વાગ્યા પછી મહિલાઓ અને બાળકોને રાતના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
શાળા છોડી
12 ગામના બાળકોએ શાળા છોડી દીધી. પોતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ કઢાવી લીધા હતા. છતાં અસંવેદનશીલ વિજય રૂપાણી અને સૌરભ દલાલના દીલને કોઈ અવાજ સંભળાયો ન હતો. સત્યાગ્રહ અને અસહકાર આંદોલન પણ કર્યું. આમ છતાં ભાજપની બહેરી સરકારના કાને તેમની વાત સંભળાય ન હતી.
અદાલતમાં 350 લોકો
આજે પણ 350 લોકો જેમાં મહિલાઓ અને બાળકો પણ છે તેઓ અદાલતમાં તારીખ પડે ત્યારે એકી સાથે હાજર હોય છે. કદાચ ભારતનો આવો પહેલો અદાલતી ખટલો હશે તેમાં એકી સાથે 350 લોકો અદાલતની સમક્ષ હાજર થતાં હોય.
ઈચ્છા મૃત્યુની માંગણી
23 એપ્રિલ 2018માં 12 ગામના 5259 લોકોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ઈચ્છામૃત્યુની માગણી કરી હતી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતનાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. બાડી, સુરકા, મલેકવદર, રાજપરા, કરેડા, વાલેસપુર, નથુગઢ, વાવડી, મોરચંદ, છાયા અને પાણીયાળી જેવા ગામો છે.
ખેડૂતોને વળતર
સંમતિ એવોર્ડ હેઠળ નક્કી થયેલ રકમ રૂ.36 કરોડ ખેડૂતોને આપી હતી. જીરાયત જમીન માટે હેકટર દીઠ 2.5 લાખ અને બાગાયત જમીન માટે 2.75 લાખ આપી હતી. જે 1997થી 2005 સુધીના સમયમાં હતી.
ગામોમાં 144ની કલમ, નેટ બંધી
ભાવનગર અને ઘોઘા તાલુકાના 11 ગામોમાં 16 નવેમ્બર 2018માં કલમ 144 હેઠળ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં ભાગ્યે જ આવું બન્યું છે કે, 144મી કલમ લગાવવામાં આવી હોય. 1થી 8મી એપ્રિલ સુધી સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકી મોબાઈલ નેટ બંધ કરી દેવામાં આવ્યું હતું.
પ્રદુષણ સામે આંદોલન
અહીં પહેલા સરકારની કંપની સામે લીગ્નાઈટ અને જમીન સંપાદન મામલે 12 ગામના ખેડૂતો લડ્યા હતા.
25 કિલીમીટર સુધી ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. ખેતરમાં કંઈ કપાકતું નથી. લીગ્નાઈટની ઝીણાં કણ ખેતરોના પાક પર પડે છે અને તેથી છોડ નાશ પામે છે. અહીં ખેડૂતોનો પાક થતો નથી. હવે અહીં પ્રદૂષણ સામે આંદોલન શરૂ થયું છે જે બીજા 10 વર્ષ સુધી ચાલશે. અહીં ભગવા અંગ્રેજો અત્યાચાર કરી રહ્યાં છે. પડવા અને આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાથી ખેતીને 5 વર્ષથી પારાવાર નુકસાન શરૂ થયું છે. હવે પોતાની ખેતીની જમીન અને પાણી ખરાબ થઈ રહ્યાં હોવાથી બીજી લડત લડવા માટેની સ્થિતી ઊભી થઈ છે. હવા અને પીવાનું પાણી ખરાબ હોવાથી લોકોનું આરોગ્ય ખરાબ થઈ રહ્યું છે.
સિંચાઈના કુવા અને બોર પ્રદૂષિત
ગામના કુવામાં પાણી ભરાયેલા નક્કર (ટીડીએસ) ની સંખ્યા 2,833 મિલિગ્રામ એક લિટરે છે, જ્યારે રાસાયણિક ઓક્સિજન માંગ (સીઓડી) 30 મિલિગ્રામ એક લિટર હતી. તે નક્કી કરેલા ધોરણોથી ઘણી વધારે આવી છે.
ચેકડેમ આખો પ્રદુષિત
જી.પી.સી.બી.ના નમૂના, લિગ્નાઇટ પ્લાન્ટના પરિસરમાં આવેલા ચેકડામમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનામાં 3,140 મિલિગ્રામ એક લિટર, સીઓડી 489 મિલિગ્રામ એક લિટરે અને જૈવિક ઓક્સિજન માંગ (બીઓડી) 61 એમજી એક લિટરના ટીડીએસ હતા. જીએસઈસીએલ ગંદુ પાણી ચેકડેમમાં નાંખે છે. જે એક ગુનાહિત અપરાધ છે. સ્પષ્ટ છે કે, પ્રદૂષકો નજીકના ગ્રામીણ વિસ્તારોના ભૂગર્ભજળમાં પ્રવેશ કરે છે અને પ્રદૂષિત કરે છે. allgujaratnews.in
ખુલ્લામાં પ્રદુષિત પાણી છોડાયા
જીપીસીબી નમૂનામાં બહાર આવ્યું છે કે, ખુલ્લા પ્રવાહ ચેનલમાં ટીડીએસ 2068 મિલિગ્રામ એક લિટર, સીઓડી 837 મિલિગ્રામ એક લિટર, અને બીઓડી 107 મિલિગ્રામ એ લિટર હતું. ચેનલમાં ચેકડેમ સુધી લઈ જવાતાં પાણીને એમફ્લ્યુઅન્ટ પ્લાંટમાં શુદ્ધ કર્યા વગર જ છોડી દેવામાં આવે છે. જેનાથી ખેડૂતોની બરબાદી થઈ રહી છે.