Excessive negligence of the so-called patriotic BJP government on the maritime border of Gujarat
ગાંધીનગર, 19 માર્ચ 2021
રાજ્યની 1,600 કિ.મી. લાંબી દરિયાઇ સરહદની સુરક્ષા માટે 22 કોસ્ટલ પોલીસ સ્ટેશનો, 25 કોસ્ટલ ચેક પોસ્ટ, 46 કોસ્ટલ આઉટ પોસ્ટ છે. દરિયાઇ સુરક્ષા સર્વેલન્સ માટે 30 ઇન્ટરસેપ્ટર બોટ્સ છે. જે દરીયાઇ સરહદનું પેટ્રોલીંગ કરે છે. આ વિગતો વિધાનસભામાં રૂપાળા શબ્દોમાં ગૃહ રાજ્ય પ્રધાને આપી હતી.
મોદી રૂપાણી બેદરકાર
પણ ગુજરાતની સરહદ પરથી પાકિસ્તાન દ્વારા મુંબઈમાં હુમલો બે વખત કરવામાં આવ્યો હતો. યુદ્ધમાં 3 વખત હુમલા થયા છે. છતાં પોતાને રાષ્ટ્રભક્ત ગણાવતી ભાજપની મોદી અને રૂપાણીની સરકાર રાષ્ટ્રની સુરક્ષા માટે ગુજરાતમાં ભારે બેદરકારી બતાવી રહી છે. ગુજરાતની દરિયાઈ સરહદેથી અનેક વખત હુમલા થયા છે. ઘુસણખોરી થઈ છે. છતાં ગુજરાતની સુરક્ષા માટે ભાજપ સરકાર 2001થી ભારે બેદરકારી બતાવી રહી છે. 2014માં મોદી વડાપ્રધાન બન્યા પછી પણ ગુજરાતની સુરક્ષા વધારી નથી.
પાણ વાસ્તવિકતા અલગ છે.
મોદીની સુરક્ષામાં પોલ ખૂલી
મોટાભાગની બોટ ખરાબ હાલતમાં છે. ચાલતી નથી. ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. તેની પોલ ખુદ વડાપ્રધાન મોદીના એક કાર્યક્રમમાં ખુલી થઈ હતી.
5 મહિના પહેલા ઓક્ટોબર 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્રીજી વખત સી-પ્લેનને વિધાનસભાની પેટા ચૂંટમીમાં ઉડાવી લોકોને પ્રભાવિત કરવા કાર્યક્રમ રાખ્યો હતો. સાબરમતી નદીમાં વડાપ્રધાનની સુરક્ષા માટે પેટ્રોલિંગ કરવા માટે દરિયામાં પેટ્રોલિંગ માટે વપરાતી બોટ કંડલાથી અમદાવાદ લાવવામાં આવી હતી. પંરતુ બોટની બહાર બેસવા માટેની સીટો તૂટેલી હતી. કંડલા મરીન પોલીસની બોટ વપરાયા વગરની હતી. કંડલામાં વર્ષોથી પડી રહી હોવાથી હાલત ખરાબ થઈ ગઈ હતી.
ભાજપની રૂપાણી અવે કેન્દ્રની મોદી સરકારની પોલ આ બોટે ખોલી નાંખી હતી.
ગુજરાતનો દરિયા કિનારો રામ ભગવાન ભરોસે છે.
ગુજરાતમાં દેશનો સૌથી લાંબો દરિયા કિનારો છે. છતાં સુરક્ષા માટે ભાજપની રૂપાણી અને મોદી સરકાર બેકાળજી રાખે છે. સુરક્ષા માટે ઓછું ધ્યાન આપે છે. બીજા રાજ્યો કરતાં પણ પાછળ છે.
સાધનોનો અભાવ
1600 કિમીની સરહદ પર સુરક્ષા માટે માત્ર 22 મરીન પોલીસ સ્ટેશન છે. વિદેશીઓની ઘુસણખોરી કે હુમલામાં હાઈ એલર્ટ અપાય છે ત્યારે ગુજરાતની દરિયાઈ પોલીસ પાસે સાધનોનો હંમેશ અભાવ રહ્યો છે. દેશની સુરક્ષા માટે ભાજપ ભારે બેદરકારી દાખવી રહ્યો છે.
બીજા રાજ્યો દેશ ભક્ત પૂરવાર થયા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પોલીસ ઓર્ગેનાઇઝેશનની વિગતો પ્રમાણે 2019માં ઓછી સુરક્ષા રહી છે. ગુજરાત કરતા ટૂંકો દરિયા કિનારો ધરાવતા અને ઓછો ભય હોવા છતાં પુરતા સાધનો કે બોટ નથી. પોલીસ નથી. પાકિસ્તાનથી વધુ દૂર આવેલા બીજા રાજ્યોમાં વધુ સંખ્યામાં મરીન પોલીસ સ્ટેશન રાજ્ય સરકારોએ સ્થાપેલા છે. ગુજરાતમાં ઓછા છે.
ગુજરાતનું એક મરીન પોલીસ સ્ટેશને 22 પોલીસ સ્ટેશન, 45 આઉટપોસ્ટ અને ચોકીઓ મળી એક પોલીસ સ્ટેશન દીઠ 72 કિલો મીટરના દરિયાઈ સરહદની સાચવણી કરવી પડે છે. તે માટે 2020માં 30 ઈન્ટરસેપ્ટ બોટ હતી.
13 નવા પોલીસ સ્ટેશન બનવામાં આવી રહ્યાં છે.
કર્ણાટકના દરિયા કિનારે એક પોલીસ સ્ટેશને 5 કિમીનો વિસ્તાર આવે છે. મહારાષ્ટ્રમાં આ વિસ્તાર 16 કિમી, તામિલનાડુમાં 25 કિમી અને ઓરિસ્સામાં 26 કિમી છે.
કયા રાજ્યમાં કેટલી સુરક્ષા
રાજ્ય – કિનારો કિ.મી. – પોલીસ મથક
ગુજરાત – 1640 – 22
કર્ણાટક – 320 – 62
મહારાષ્ટ્ર – 720 – 44
તમિલનાડુ – 1076 – 42
ઓરિસ્સા – 485 – 18
કેરળ – 580 – 18
મરીન ટાસ્ક કમાન્ડો
ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં સ્પેશ્યલ મરીન ટાસ્ક કમાન્ડોના દળની રચના થયેલી છે. છતાં આજે તેની અત્યંત ખરાબ હાલત છે.
144 ટાપુ અસલામત
144 નાના મોટા ટાપુઓ આવેલા છે જેમાંથી 6 ટાપુઓ ઉપર માનવ વસ્તી છે. તેની સુપક્ષા માટે કંઈ ધ્યાન અપાતું નથી. કોઈ પણ ઘુસણખોર આવી જાય તો ખરબ પણ પડે તેમ નથી. 2006માં ગુજરાતમાં મરીન પોલીસની રચના કરવામાં આવી હતી. 2008ના મુંબઈ હુમલાના આતંકવાદીઓ ગુજરાત સરહદથી કુબેર નામની બોટ વડે દેશમાં પ્રવેશ્યા હતા. કોઈને ખબર પડી ન હતી.