ભારતમાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદકતા ધરાવતાં ખેડૂતોના વરસાદથી ધરુ બળી જતાં વાવેતર ઘટશે, 100ની કિલો ભાવ થશે

ગાંધીનગર, 9 નવેમ્બર 2020

ગુજરાતમાં ડુંગળીનો પાક શિયાળામાં લેવાય છે. બીજા રાજ્યોમાં મોટા ભાગે ચોમાસામાં થાય છે. શિયાળામાં 38થી40 હેક્ટરમાં વાવેતર થતાં રહ્યાં છે. ગયા 3 વર્ષની સરેરાશ 38827 હેક્ટર વાવેતરની નિકળે છે. આ વખતે ધાયર્યુ વાવેતર થઈ શકે તેમ નથી કારણ કે તેના ધરૂ પાછોતરા વરસાદના કારણે મોટાભાગે બળી ગયા છે. તેથી ભાવનગર, અમરેલી, જામનગર, રાજકોટમાં ડુંગળીનું વાવેતર ઘણું ઓછું થઈ જશે.

4 ટકામાં વવેતર છતાં 6 ટકા ઉત્પાદન

ગુજરાતના ખેડૂતો એક હેક્ટર દીઠ સૌથી વધું ડુંગળી ઉત્પાદિત કરી બતાવી છે. સમગ્ર ભારતમાં એક હેક્ટર દીઠ સૌથી ડુંગળી ભાવનગરના ખેડૂતો પકવે છે. એક હેક્ટર દીઠ 2400 કિલો ડુંગળી થાય છે જે ભારતનો ખેડૂત 1700 કિલો એક હેક્ટરે ઉત્પાદન મેળવે છે. દેશમાં 1315200 હેક્ટરમાં ડુંગળી પાકે છે જેમાં ગુજરાતનો હિસ્સો માંડ 4 ટકા છે છતાં દેશમાં જે ઉત્પાદન થાય છે તેમાં ગુજરાત 6 ટકા ડુંગળી પેદા કરે છે. આમ આખા દેશમાં ગુજરાત રાજ્યને ખેડૂતોએ ગૌરવ અપાવ્યું છે.

પણ આ વર્ષે આ વિક્રમ ટકી રહેશે કે કેમ તે અંગે ખેડૂતોને શંકા છે.

ક્વીન્ટલનો ભાવ રૂ5000 થઈ શકે છે

જે રીતે ચોમાસુ ડુંગળીનું સૌથી મોટું એશિયાનું બજાર મહારાષ્ટ્રના લાસલગાવ છે એ રીતે ગુજરાતમાં શિયાળું ડુંગળીનું ભારતનું સૌથી મોટું બજાર ભાવનગરનું મહુવા છે. ત્યાંના વેપારીઓ પણ માને છે કે, આ વખતે ડુંગળીનું વાવેતર મંદ છે. ખેજૂતોને રૂ.5000 ક્વીન્ટલનો ભાવ મળી શકે છે અને ગ્રાહકો સુધી પહોંચતાં તે રૂ.10 હજાર સુધી થઈ શકે છે.

50 ટકા પણ વાવેતર થયું નથી

સામાન્ય રીતે નવેમ્બરની શરૂઆતમાં 800 હેક્ટર વાવેતર થઈ જતું હતું. આ વખતે માંડ 315 હેક્ટરમાં જ વાવેતર થયું છે. ડુંગળી માટે હાલ સારું હવામાન હોવા છતાં આવી સ્થિતી છે. તેથી શિયાળાની ઋતુની શરૂઆતમાં ડુંગળીનું વાવેતર ઉત્સાહજનક ન હોવાથી ભાવ ઊંચા રહેશે. કારણ કે મહારાષ્ટ્રમાં પણ ચોમાસુ વાવેતર ખરાબ થયું છે. તેથી ભાવ ઊંચા રહ્યાં છે. ઉનાળા અને ચોમાસામાં ગુંગળીનો ભાવ એક કિલોના રૂ.100 સુધી રહે તો નવાઈ નહીં.

11 લાખ ટનની સામે માંડ 5 લાખ ટન

669430 ટન ડુંગળી 2018-19માં અને 2019-20માં 1093760 ટન થશે એવી ધારણા કૃષ વિભાગની છે. આ વખતે ગયા વર્ષની જેમ 11 લાખ ટનના બદલે અડધું ઉત્પાદન થશે. ખેડૂતો પાસે બિયારણ નથી. તેઓ તેઓ વાવેતર કરી શક્યા નથી. એક હેક્ટરે 25થી35 હજાર કિલોનો જબ્બર પાક ગુજરાતના ખેડૂતો લે છે. આ વખતે ઉત્પાદકતાં કદાચ થોડી વધી શકે છે. કારણ કે જ્યાં ડુંગળીનું વાવેતર થયું છે ત્યાં પાક સારો જોવા મળે છે.

ગુજરાતનું 50 ટકા ભાવનગરમાં વાવેતર, ત્યાં સ્થિતી ખરાબ

ભાવનગરમાં 29600 હેક્ટરમાં ગયા વર્ષે ડુંગળીનું વાવેતર થયું હતું. જે રાજ્યનું કુલ 62400 હેક્ટરથી 48 ટકા જેવું હતું. આ વેળાએ ભાવનગરમાં ડુંગળીના ધરુ પર પાછોતરો વરસાદ થયો છે. તેથી ઉત્પાદનમાં મોટો  કાપ આવી શકે છે. અમરેલીમાં 5000 હેક્ટર, જુૂાગઢમાં 3400 હેક્ટર, મોરબીમાં 3000 હેક્ટર, સોમનાથમાં 6100 હેક્ટર વાવેતર ગયા વર્ષે થયું હતું. ભાવનગરમાં સ્થિતી અત્યંત ખરાબ છે.

અસલના બદલે લાલ ડુંગળી

ઉત્પાદન ઘટવાનું મહત્વું કારણ એ છે કે, ડુંગળીના પાકની શરૂઆતમાં ઠંડુ, ભેજ વગરની હવા માફક આવે છે. જે તેને મળેલું નથી. ધરુમાં મોટું નુકસાન છે. તેથી જો સીધા બીયારણ વાવશે તો લાલ ડુંગળી થઈ શખશે. પણ ગુજરાતની અસલ ડુંગળી ઓછી થશે. જ્યારે જમીનમાં કંદ તૈયાર થાય છે ત્યારે ગરમ અને સૂકું હવામાંન ડુંગળીને જોઈએ છે. એ વાતાવરણ હવે મળે છે કે કેમ તે જોવાનું રહેશે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ધરૂ ઉછેક કરવામાં આવે છે. 6થી7 અઠવાડિયાનું ધરૂં થાય એટલે નવેમ્બર કે ડિસેમ્બરમાં તેની ફેરરોપણી થાય છે. જેમાં અટચણ આવી છે.

ફેબ્રુઆરીમાં સૌથી વધું ડુંગળી ગુજરાત પકવે છે

ફેબ્રુઆરીમાં ડુંગળીનો પાક બજારમાં આવતો હોય એવા રાજ્યોમાં ગુજરાત, ઓડીસા, સિક્કીમ છે. બીજા રાજ્યોમાં આ મહિનામાં ડુંગળી તૈયાર થઈને બજારમાં આવતી નથી. ભારતમાં 1315000 હેક્ટરમાં ઉગાડાય છે અને 2.20 કરોડ ટન ઉત્પાદન થાય છે. આમ ફેબ્રુઆરીમાં ડુંગળી બજારમાં આવતી હોય એવું દેશનું સૌથી મોટું ઉત્પાદન ગુજરાતના ખેડૂતોનું છે. જે આ વર્ષે ઓછું આવતાં બીજા રાજ્યોના બજારમાં દબાણ વધશે.

40 વર્ષ પહેલા

40 વર્ષ પહેલા જે ઉત્પાદકતાં હતી તેની બે ગણી ઉત્પાદકતાં થઈ ગઈ હોવા છતાં ડુંગળીનો પાક પ્રજાને પરેશાન કરે છે. 1979-80માં 0.24 મીલીયન હેક્ટરમાં 2.50 મીલીયન ટન ડુંગળી થતી હતી. આજે 1.32 મીલીયન હેક્ટરમાં 22 મીલીયન ટન ડુંગળી પાકે છે. 10 ગણી ડુંગળી 40 વર્ષમાં થવા લાગી છે. છતાં ડુંગળી રડાવે છે. હેક્ટરે 10 હજાર કિલો થતી હતી જે હવે દેશની સરેરાશ 17 હજાર કિલોની છે અને ગુજરાતમાં 35 હજાર કિલો પાકે છે.

2017-18માં ડુંગળી વિસ્તાર 000 હેક્ટર   000 ટન ઉત્પાદન
રાજ્ય વિસ્તાર હિસ્સો ટકા ઉત્પાદન હિસ્સો ટકા ઉત્પાદકતા
મહારાષ્ટ્ર 501.76 38.15 6522.84 29.55 13000
મધ્યપ્રદેશ 151.35 11.51 3745.57 16.97 24748
રાજસ્થાન 64.15 4.88 1450 6.57 22603
ગુજરાત 52.13 3.96 1303.07 5.9 24999
બિહાર 54.6 4.15 1261.45 5.72 23105
આંધ્રપ્રદેશ 43.87 3.34 1078.22 4.89 24578
હરિયાણા 29.75 2.26 690.99 3.13 23230
.બંગાળ 35.2 2.68 633.6 2.87 18000
ઉત્તરપ્રદેશ 26.85 2.04 439.64 1.99 16372
અન્ય 163.75 12.45 2379.43 10.73 14531
ભારત 1315.24 100 22071.24 100 16781
ઉત્પાદકતા હેક્ટરે કિલો છે.