ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને જેલની સજા, ભાજપના ધારાસભ્ય સામે ફરિયાદ પણ નહીં

ex mla kanu kalsaria
ex mla kanu kalsaria

અલ્ટ્રાટેક કંપનીએ ગેરકાયદેસર જમીન પ્રવેશ અંગે કનુભાઇ સહિત ટોળા સામે દાખલ કરી હતી ફરિયાદ

11 ફેબ્રુઆરી 2021

ભાવનગર જિલ્લાના તળાજાની અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીની જમીનના વિવાદને લઇને વર્ષ 2018માં ગાંધીવાદી પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરિયા ,  અન્ય આગેવાનો અને ખેડૂતોના 500 જેટલા ટોળાએ વિરોધ કર્યો હતો. જેમાં વિવાદાસ્પદ જમીન પર ગેરકાયદેર પ્રવેશ  કરીને આંદોલન શરુ કર્યું હતું. જે

ને લઇને અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ ગેરકાયદેસર પ્રવેશ અંગે કનુભાઇ સહિતના 7 આગેવાનો અને ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ તળાજાની કોર્ટમા ચાલી રહ્યો હતો. જેમાં પોલીસના નિવેદન, કંપનીના સિક્યોરીટી ગાર્ડના નિવેદન તેમજ અન્ય પુરાવાઓને આધારે કોર્ટે ગેરકાયદેસર પ્રવેશનો આરોપ માન્ય રાખ્યો હતો અને  જેને આધારે કનુભાઇ સહિત સાત વ્યક્તિઓના છ માસની સાદી કેદની  સજા સંભળાવી હતી.

જો કે આજે જ કનુભાઇ કલસરિયા સહિત તમામના જામીન પર છે. જામીન પર છુટ્યા બાદ કનુભાઇએ જણાવ્યુ હતું કે અમે ખેડૂતોના હકની લડાઇ લડીએ છીએ અને લડતા રહીશું અને આંદોલનને આગળ ધપાવીશું. આમ, તેમણે  તળાજાની અલ્ટ્રાટેક કંપનીની વિવાદાસ્પદ જમીન મામલે તેમનું વલણ સ્પષ્ટ કરી દીધુ હતું.  ત્યારે હજુ પણ આ વિવાદ વકરે તેમ છે.

ખેડૂતોનો આરોપ છે કે અપુરતા વળતરની સાથેગેર કાયદેસર જમીન અધિગ્રહણની સાથોસાથ  ખેડૂતો સાથે છેતરપીંડી કરીને જમીન પચાવી પાડવાનો કારસો રચવામાં આવ્યો છે. જેને લઇને કેટલાંક ગામોની જમીન ખેતીલાયક જમીન ગુમાવવાનો વારો આવે તેમ છે. તેવી સ્થિતિમાં હજુ પણ આંદોલન યથાવત રહેશે તેવા સંકેતો ખેડૂતોએ પણ આપ્યા છે.