લસણનું ઉત્પાદન એક લાખ ટન થશે, દેશમાં સૌરાષ્ટ્રના ખેડૂતો સૌથી વધું લસણની ઉત્પાદકતા ધરાવે છે

LASAN
LASAN

ગાંધીનગર, 20 ડિસેમ્બર 2020

2020ની રવી ઋતુમાં લસણનું વાવેતર વિક્રમજનક રહ્યું છે. પાક તંદુરસ્ત છે. મોટાભાગે ખેડૂતોએ દવા છાંટવી પડી નથી. તેથી ઉત્પાદન વધવાની આશા ખેડૂતોમાં છે. સામાન્ય રીતે હેક્ટરે લસણની ઉત્પાદકતા 6800 કિલોની ગુજરાતમાં રહેતી આવી છે. 14500 હેક્ટરનું વાવેતર થઈ ચૂક્યું છે. ગયા વર્ષ કરતાં 75 ટકા વધું છે હવે, બે ગણું વાવેતર થાય તેમ છે. લસણને અનુકૂળ હવામાન રહ્યું હોવાથી આ વખતે હેક્ટરે 7 હજાર કિલો સુધી ઉત્પાદન ખેડૂતો લે એવી આશા શેવવામાં આવી રહી છે.

તે હિસાબે 1 લાખ ટન લસણનું ઉત્પાદન એકલા ગુજરાતના ખેડૂતો કરશે. છેલ્લાં બે વર્ષથી લસણનો સામાન્ય ભાવ રૂ.1 હજારની આસપાસ ટકેલો રહેલો છે. જો આ ભાવ આ વર્ષે ટકી રહે અને સરકાર લસણના પાઉડરની નિકાસ માટે તમામ મંજૂરી આપે તો તેનાથી પણ ઊંચા ભાવ રહી શકે છે. 2018-19નની રવી ઋતુમાં 9870 હેક્ટરમાં 67240 ટન લસણ પેદા થયું હોવાનું કૃષિ વિભાગના અહેવાલો કહે છે. ગયા વર્ષે 2019-20માં 70 હજાર ટનની આસપાસ હતું. આ વખતે 14-15 હજાર હેક્ટરે 1 લાખ ટન ઉત્પાદન થઈ શકે એવું હાલ વાતાવરણ છે.

લસણનું વાવેતર સૌરાષ્ટ્રમાં જ થાય છે. ગુજરાતના કુલ વાવેતરના લગભગ 95 ટકા. સૌરાષ્ટ્રમાં વાવેતર પછી લગણને અનુકુળ વાતાવણ રહ્યું છે. ડિસેમ્બરના બીજા અઢવાડિયાથી ઠંડી સારી શરૂ થઈ છે. તેથી લસણ વધું ખીલી ઉઠશે.

લસણનું મુખ્ય કેન્દ્ર રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા લાઈન આખા દેશમાં જાણીતી છે. ગુજરાતમાં સૌથી વધું લસણ રાજકોટમાં થતું રહ્યું છે. આ વખતે રાજકોટમાં 4300 હજાર હેક્ટર અને મોરબીમાં 3300 હેક્ટરમાં વાવેતર છે. અમરેલીમાં 1900 હેક્ટર, જામનગર 1300, જુનાગઢમાં 1300 વાવેતર ખેડૂતોએ કરેલું છે. આમ સૌરાષ્ટ્રના 11માંથી 8 જિલ્લામાં 13500 હેક્ટરનું સારું વાવેતર છે. દક્ષિણ, ઉત્તર અને પૂર્વ કે મધ્ય ગુજરાતમાં લસણ પાકતું નથી.

દેશમાં 2017-18માં લસણનું 303000 હેક્ટર વાવેતર કરીને 1721000 ટન પેદા ખેડૂતોએ કર્યું હતું. આ વખતે એકલું ગુજરાત 1 લાખ ટન લસણ પેદા કરી શકે છે.

ગુજરાતમાં લસણની ઉત્પાદકતા એક હેક્ટરે 6800 કિલોની ગુજરાતમાં રહેતી આવી છે. જે દેશની સરેરાશ 5700 કરતાં વધું છે. દેશની સરેરાશ કરતાં 1100 કિલો એક હેક્ટરે વધું ઉત્પાદન સૌરાષ્ટ્રના ખેડૂતો લે છે. દેશમાં

દેશમાં 1997-98માં 1 લાખ હેક્ટરમાં લસણ ઉગાડાયું હતું, 4.85 લાખ ટન પેદા થયું હતું. આજે ગુજરાત એકલું એટલા વિસ્તારમાં લસણ ઉગાડે છે. ત્યારે  સરેરાશ 4452 કિલોની ઉત્પાદકતા હતા. 23 વર્ષમાં ઉત્પાદકતાં 22 ટકા એટલે કે માંડ 1 હજાર કિલોની વધી છે.