15 હજાર સરકારી કચેરીમાંથી 60 ટકામાં અગ્નિ શામક સાધનો નથી, આગમાં પુરાવાના નાશનું ષડયંત્ર

15 हजार सरकारी कार्यालयों में से 60 फीसदी में आग बुझाने के यंत्र नहीं, 60% of 15,000 Guj. government offices do not have fire provision

દિલીપ પટેલ

ગાંધીનગર, 10 જૂન 2022

સચિવાલયના બ્લોક નંબર 17માં પેન્શનરો-પ્રોવિડંડ ફંડ, ટ્રેજરી અને કંટ્રોલ ઓફીસમાં લાગેલી આગને લીધે ગુજરાતના નિવૃત કર્મચારીના પેન્શન અને પ્રોવિડંડ ફંડ સહીત મહત્વના દસ્તાવેજો બળી ખાખ થતા મોટું નુકસાન થયું હતું.

2021માં રાજ્ય સરકાર અગ્નિ સલામતીના ધોરણો લાગુ કરવામાં રાજ્યની રાજધાનીમાં સૌથી મોટી ડિફોલ્ટર હતી. કુલ સરકારી ઇમારતોમાંથી 42% ઇમારતો ફાયર ક્લિયરન્સ પ્રમાણપત્ર વિના સરકારી વિભાગોની હોવાનું જણાય છે. તેમ ગાંધીનગર મહાનગર પાલિકાએ 2021માં જાહેર કર્યું હતું. જેમાં આજે બહુ ફેર પડ્યો નથી. 22 ઈમારતો પાસે સાધનો હતા.

16 ઇમારતોમાં ફાયર સુવિધાન ન હોવાથી તેના નામ સહિતની વિગતો જાહેર કરવામાં આવી હતી. જ્યાંથી સરકારી વિભાગો કામ કરે છે.  બિરસા મુંડા ભવન, નિર્માણ ભવન, વસ્તીગણતરી ભવન, જૂનું સચિવાલય બ્લોક 1-18, એસટીસી સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, ગુજરાત વોટર વર્કસ વિભાગ, નવું સચિવાલય બ્લોક 1-7, નવું સચિવાલય બ્લોક 8-14, પાટનગર યોજના ભવન, સર્કિટ હાઉસ, વિશ્રામ ગૃહ, દાંડી કુટીર, GPSC ભવન, પોલીસ ભવન, કૃષિ ભવન અને માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જેવી સંશોધન સંસ્થા પાસે પણ ફાયર એનઓસી ન હતી.

33 જિલ્લા, 40 આરટીઓ, 250 તાલુકા અને સરકારના 34 વિભાગોની જિલ્લામાં કચેરીઓ અને 13 હજાર ગ્રામ પંતાયતો મળીને 15 હજાર કચેરીઓ સરકારી કામ સાથે જોડાયેલી છે. જેમાં મોટા ભાગે આગ લાગે તો તેને ઠારવા માટેની કોઈ સિસ્ટમ નથી. આવી 60 ટકા કચેરીઓ હોવાનું માનવામાં આવે છે. સરકારની 350 વેબ એડ્રેસ અને 22 હજાર ઈ મેઈલ એડ્રેસ સરકારી અધિકારીઓ અને કચેરીઓના છે.

ફાયર એક્સટિંગ્વિશર હોવા જોઈએ તે પણ કેટલીક કચેરીમાં ન હતા.

8 જૂન 2023માં કોંગ્રેસ દ્વારા સરકાર પર આરોપ લગાવાયો હતો કે, સચિવાલયની સરકારી ઓફિસોમાં વારંવાર થતી આગની ઘટના અને મહત્વના દસ્તાવેજ નાશ પામવા એ પ્રયોગ છે કે સંયોગ છે? ભાજપ સરકાર જવાબ આપે. જુના સચિવાલયમાં વિવિધ બ્લોકમાં આગ લાગવાની વધુ એક ઘટના એ ભ્રષ્ટાચાર-ગેરરીતી-ગોટાળાના દસ્તાવેજો-પુરાવા નાશ કરવાના ભાગરૂપે છે કે શું?

જુના સચિવાલય સહીતની મહત્વ કચેરીમાં વારંવાર આગ લાગવાની ઘટનાની હાઇકોર્ટના સીટીંગ જજની તપાસ કરવા માંગણી કરવામાં આવી છે.

ભૂતકાળમાં પણ વારંવાર સચિવાલયમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જે ચિંતા સાથે શંકા ઉપજાવે છે.

નવા અને જૂના સચિવાલય સહિત 15 જેટલી સરકારી બિલ્ડિંગો પાસે જ ફાયર NOC નથી અને ભાજપ સરકાર વારંવાર સબ સલામતના દાવા કરે છે અને બીજી બાજુ આગ લાગવાની ઘટનામાં મહત્વની દસ્તાવેજો-પુરાવા સુનિયોજિત રીતે નાશ પામી રહ્યા છે…!

રાજ્ય સરકાર જિલ્લા પંચાયતોના ભવનના નિર્માણ માટે રૂ. 29 કરોડ અને તાલુકા પંચાયતના ભવન નિર્માણ માટે રૂપિયા અઢી  કરોડ અનુદાન આપે છે.  2021માં સરકારી કચેરીઓ પણ કોર્પોરેટ બિલ્ડિંગો જેટલી જ આધુનિક બનાવવામાં ગુજરાત દેશ નું એક મોડેલ સ્ટેટ બન્યું હોવાનું પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું.

મોરબી ખાતે રૂપિયા  27 કરોડના  નવા બંધાયેલા  જીલ્લા પંચાયત ભવન ખુલ્લું મુક્યું હતું. 20 જિલ્લાઓમાં પંચાયતોના નવા ભવનનું નિર્માણ થઇ ચુક્યું છે.

સ્ટેમ્પ ડ્યુટી ,જમીન દફતર સહિત મહત્વ સરકારી દસ્તાવેજો જ્યા છે તેવી કચેરીઓ ફાયરના સેફટીનો અભાવએ ચિતાનો વિષય બન્યો છે. જે કચેરીમાં ભૂતકાળમાં આગનો બનાવ બન્યો હોવા છતાં સરકારી તંત્ર લાપરવા શા માટે ?   કચેરીમાં સરકારી અનેક મહત્વના દસ્તાવેજો સહિત મહત્વની ફાઈલો રહેતી હોવા છતાં ફાયર સેફટીની કોઈ સુવિધા નજરે પડતી નથી. ફાયર સેફ્ટીના નિયમ મુજબ વ્યવસ્થા નથી.

ફાયર એક્સટિંગ્વિશર કે સિલિન્ડર મુકીને ઔપચારિકતા પૂરી કરવામાં આવે છે. અમુક સિલિન્ડર એકસપાઇરી ડેઇટના હોય છે. અગાઉ લાગેલી આગની ઘટનામાંથી પણ સરકારી બાબુઓ બોધપાઠ નથી લેતા. ખુલ્લા વીજ વાયરો જોખમને નોતરે છે.

સરકારી ફાયર શાખાના નીતિનિયમો મુજબ ચાર માળની બિલ્ડિંગમાં ફાયરની સુવિધાઓનો અભાવ છે. સવારે 10 સુધી અને સાંજે 7 વાગ્યા પછી કે રજાના દિવસોમાં કોઈ કચેરીના રક્ષણ માટે ચોકીદાર પણ નથી. આખા બિલ્ડીંગની કોઈ દરકાર લેવા તૈયાર નથી.

ભૂતકાળમાં બિલ્ડીંગમાં સ્ટેમ્પ ડ્યુટી કેચેરીમાં આગ લાગી હતી.

ગૌણ સેવા પસંદ મંડળ

8 મે 2023માં ગૌણ સેવા પસંદ મંડળની કચેરી ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં આગની ઘટના બની હતી. ખરેખર આગ લાગી કે લગાવવામાં આવી. પરીક્ષાના વારંવાર પેપરો ફૂટી જાય, ડમીકાંડ બહાર આવે, ડુપ્લિકેટ સર્ટિફિકેટોના કાંડ બહાર આવ્યા હતા. ગુજરાતનું ભરતી કાંડ વ્યાપમ કાંડ કરતા પણ મોટું છે. તપાસમાં ક્યાંક પુરાવા બહાર ન આવી જાય, મોટા માથાઓની સંડવણી બહાર ન આવી જાય એટલા માટે આગ લાગી છે કે લગાડવામાં આવી છે. સરકારે SITની રચના કરીને હાઈકોર્ટના જજના નેતૃત્વમાં છેલ્લા 27 વર્ષમાં કરેલી તમામ ભરતીની તપાસ કરાવવી જોઈએ. એવી માંગ વિપક્ષે કરી હતી. પુરાવા થયા ભસ્મીભૂત કરી દેવાયા હતા.

સચિવાલયમાં ફાઈલો સળગાવી ગૌરવ લેવા આવ્યા. સચિવાલયમાં ફાઈલ નહી ગુજરાતનું ભવિષ્ય સળગ્યુ. દરેક ડિપાર્ટમેન્ટમાં આવુ થાય તો ભ્રષ્ટાચાર વધુ વકરશે. આવુ જ જો દરેક ડિપાર્ટમેન્ટમા થાય તો અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવા મોકળું મેદાન મળશે

7 મેં 2023 સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરના 10 કચેરીઓના બહુમાળી ભવન ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની નરેગા કચેરીમાં સાંજે સ્વીચ બોર્ડમાં આકસ્મિક આગ લાગી હતી. આગ બુઝાવી હતી અને મોટી દુર્ઘટના ઘટના અટકાવી હતી.

વિકાસ કમિશ્નર

14, ઓક્ટોબર 2022માં ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 16ની વિકાસ કમિશ્નર કચેરી કચેરીમાં આગ લાગી હતી. સવારે જૂના સચિવાલયની ઓફિસે ખુલ્યા પહેલા આગ લાગી હતી.  આગ લાગી ત્યારે કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ હાજર ન હોવાથી કચેરી ખાલી હતી. કચેરીમાં દસ્તાજેવો, સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડીવાઈસને વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયુ હતું. આગ લાગવા પાછળનું કારણ પણ હજી જાણી શકાયું નથી. વર્ષો જૂના રેકોર્ડ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા.

જીવરાજ મહેતા ભવનમાં થોડી ક્ષણોમાં ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા દસ્તાવેજ ખાખ  કોંગ્રેસ

જુના સચિવાલયમાં લાગેલી અગ્નિ ઘટનામાં ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા દસ્તાવેજ – ફાઈલ સળગી ગયા. નામદાર વડી અદાલતના જજની દેખરેખ હેઠળ તટસ્થ તપાસની માંગ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. 18 હજાર ગામોમાં નાણાકીય સહાયના મહત્વના દસ્તાવેજા તેમજ રેકોર્ડ આગમાં ખાક થઈ ગયા. કિંમતી દસ્તાવેજા ખાક થયા અને અધિકારીઓની કચેરીમાં કઈ નુકસાન થયું નહીં. 50 હજાર લિટર પાણી નાંખતા બચેલા દસ્તાવેજો પણ પલળી ગયા હતા.

કોંગ્રેસ – ભૂતકાળમાં કમિશનર કચેરીમાં લાગેલી આગમાં ગરીબ કલ્યાણ મેળા, ગુજરાત પંચાયત પદાધિકારીઓ સામેની ફરિયાદો, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ સામે પગલાં લેવાની જોગવાઇ, ગ્રામ-તાલુકા-જિલ્લા પંચાયતને સુપરસીડ કે વિસર્જન અંગેની કામગીરી, પંચાયતના પ્રમુખની હવાઇ પ્રવાસની મંજૂરી, તાલુકા-જિલ્લા પંચાયતને સ્વભંડોળમાંથી વાહનો ખરીદવાની પૂર્વ મંજૂરી સહિતનાં દસ્તાવોજોની ફાઈલો ખાખ થઇ ગયા છે.

મનોજ સોરઠીયા – ગુજરાતના ગ્રામીણ વિકાસના જમીન પર કોઈ કામ થયા નથી. પરંતુ સરકારી ફાઈલોમાં એ કામ પૂર્ણ થયેલા બતાવી રહ્યા છે. પેપર પર થયેલા કામોની ફાઈલો આ વિભાગમાં હતી. ગામડાના વિકાસના નામે કરોડો રૂપિયા ભાજપ ચાવ કરી ગઈ છે. ભ્રષ્ટાચાર કરી રહી છે એ તમામ વિગતો બહાર ન આવે એ માટે આ ફાઇલો સળગાવી દેવામાં આવી છે. અઢી લાખ કરોડ જેટલું બજેટના પૈસા ક્યા જાય છે? ગામડાઓમાં દૂર દૂર સુધી વિકાસ દેખાતો નથી. સમગ્ર વિશે માહિતી સાથે જે વિભાગની અંદર ફાઈલો હતી.  ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર આખું જે ષડયંત્ર છે. જનતા સમક્ષ લાવો અને જનતાને જણાવો કે એ કઈ ફાઈલો હતી જે સળગી છે. ગુજરાતના 27 વર્ષોમાં ભાજપ પાસે પોતાના કરેલા કામોનો કોઈ જ હિસાબ નથી તેથી આવી રીતે મહત્વપૂર્ણ દસ્તાવેજો ને સળગાવીને ભીનું સંકેલવાની કોશિશ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે.

આરટીઓ

રાજકોટ RTO કચેરીમાં 9 નવેમ્બર 2022માં આગ લાગતાં સરકારી રેકર્ડ બળીને ખાખ થયું હતું. લાયસન્સ શાખામાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટના વિભાગમાં આગ લાગી હતી. આગમાં નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરતી કંપનીનું લેપટોપ, પ્રિન્ટર અને અન્ય ઓનલાઈન કામગીરી કરવાના બે સરકારી માલિકીના કોમ્પ્યુટર બળીને ખાખ થયા હતા. જુની અરજીઓ, જુની રસીદો હતી જે બળી ગઈ છે.

2021

9 નવેમ્બર 2021માં ગાંધીનગર જિલ્લા પંચાયતની કચેરીમાં આગ લાગતાં અનેક મહત્વના દસ્તાવેજ બળીને રાખ થયા હતા. સવારના સમયે અચાનક આગ લાગી હતી.  આગનું ચોક્કસ કારણ બહાર આવ્યું ન હતું. ગાંધીનગર જિલ્લા પંચાયત ભવનના આંકડા ભવનમાં પણ ભીષણ આગ લાગી હતી. જેમાં મહત્વના દસ્તાવેજ બળીને ખાખ થઇ ગયા હતા. જેમાં બે વિભાગનો રેકોર્ડ તેમજ બાર જેટલા કોમ્પ્યુટર બળીને ખાખ થઈ ગયા હતા. કરોડો રૂપિયાના કાંડ-કૌભાંડથી બચવા ભાજપના ધમપછાડા જગજાહેર છે.

જીએસપીસી

જી.એસ.પી.સી.માં ત્રીસ હજાર કરોડનું કૌભાંડ થયું હતું તે ગુજરાત પેટ્રોલીયમ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના દસ્તાવેજો આગમાં ભસ્મિભૂત થયા હતા જેની આજદિન સુધી કોઈ તપાસ કે વિગત બહાર આવી નથી. ભૂતકાળમાં જીએસપીસીમાં થયેલા રૂ.30 હજાર કરોડના કૌભાંડ અને ત્યારબાદ કચેરીમાં આગની ઘટના અને કરોડો રૂપિયાના દસ્તાવેજો ભસ્મિભૂત થયાની ઘટના સામે આવી છે પરતું કોઈ તપાસ કે વિગત આજદિન સુધી બહાર આવી નથી.

હાલોલ

પંચમહાલના હાલોલના કંજરી ગ્રામ પંચાયતની કચેરીમાં 13 નવેમ્બર 2022માં આગની ઘટનામાં અજાણ્યા ઈસમ સામે સરકારી રેકોર્ડ અને સરસમાનને આગ લગાડવાની ફરિયાદ નોંધાઈ હતી.

2020

6 સપ્ટેમ્બર 2020માં  અંકલેશ્વરના પીરામણ ગ્રામ પંચાયત કચેરીમાં આગ લાગતા સરકારી દસ્તાવેજો સહિત અન્ય સામાન બળીને ખાખ થયો હતો. તમામ સરકારી દસ્તાવેજો પણ આગની ચપેટમાં આવી જતાં બળીને ખાખ થયા હતા.

વડોદરા

17 ઓક્ટોબર 2017માં વડોદરાની કલેક્ટર કચેરીમાં આગ લાગી હતી. સતત આ બીજી આગ હતી. આ અગાઉ મે મહિનામાં કેલક્ટર કચેરીમાં આગ લાગી હતી. કબાટ અને ફાઈલ્સ આગમા ખાક થયા હતા. ફાયર સેફ્ટી વિશે કોર્પોરેશન દ્વારા બિલ્ડર કે વિશાળ બિલ્ડિંગને દંડ ફટકારવામાં આવે છે, ત્યારે અહીં ફાયર સેફ્ટીના સાધનો હોવા છતાં દુર્ઘટના કઈ રીતે બની? તેના ઉપયોગ વિશેની જાણકારી ન હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી.

રાજકોટ

12 જૂન 2018માં રાજકોટ તાલુકા પંચાયતની કચેરીનો રેકર્ડ રાખવામાં આવ્યો હતો ત્યાં  શ્રોફ રોડ નજીક આવેલા એ કવાર્ટરમાં રહસ્યમય આગ લાગી હતી. કેટલુંક સાહિત્ય આગ અને પાણીમારામાં નાશ પામ્યાનો ટીડીઓનો સ્વીકાર શહેરનાઆ અંગે તંત્રએ ચુપકીદી સેવી હતી. રજાના દિવસે લાગેલી આગ તંત્રએ બુઝાવી નાંખી હતી.  જયાં તાજેતરમાં જ કેટલુક રેકર્ડ મૂકવામાં આવ્યું હતું. આગમાં કેટલાક મહત્વના રેકર્ડ બળી ગયા છે અથવા તેને ઇરાદાપૂર્વક બાળી નાંખવામાં આવ્યા છે. તંત્ર હવે બચી ગયેલા રેકર્ડની તપાસ કરે ત્યારબાદ સત્ય હકીકત બહાર આવતી નથી.

મગફળીમાં આગ કાંડ

2018માં રૂ.4 હજાર કરોડના મગફળી કાંડ બાદ સરકારી કચેરી અને ગોડાઉનોમાં આગની ઘટના અંગે શંકાના વર્તુળો ઊભા થાય છે.  મગફળીકાંડના મુળિયા મુખ્‍યમંત્રી કાર્યાલય સુધી હતા. શાપર-વેરાવળ મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં કરોડોની મગફળી હતી. આગ ગોડાઉનમાં નહિં પણ ખેડૂતોના હૃદયમાં લાગી હતી. ખેડૂતોના પરસેવાની કમાણી મળતિયાઓને મળે તે તથાં ભ્રષ્ટાચારને છૂપાવવા આગનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

ગુજકોટ દ્વારા ભાડે રાખવામાં આવેલા તેમાં રૂ.4 કરોડથી વધુ રકમની 29,000 ગુણી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનું કૌભાંડ છતું ન થાય તેથી 6 મે 2018માં આગ લગાવી હતી. અગાઉ ગોડાઉનમાં ભભૂકેલી આગનું રહસ્‍ય હજુ ઉકેલાયું ન હતું. રૂપાણીના જીલ્‍લામાં થયેલા આ મગફળી કાંડમાં કેમ આજદિન સુધી તપાસ અહેવાલ આવેલ નથી ?

ગોંડલના ગોડાઉનમાં રૂ.૩૬ કરોડની ટેકાના ભાવે ખરીદાયેલ મગફળી બળી ગઈ હતી. કૌભાંડના પુરાવાઓનો નાશ કરાયો હતો. ગાંધીધામમાં 10 કરોડ, ગોંડલમાં 36 કરોડ, જામનગરમાં અને શાપર-વેરાવળમાં 4 કરોડ, કચ્છમાં મગફળી સળગી હતી. 2018 પછી આ રીતે મગફળી સળગી નથી.

અમદાવાદ

11 વર્ષ પહેલાં ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટીની સુવિધા અંગે રજૂઆત થતાં અદાલતે પ્રિવેન્શનલ ઓફ ફાયર પ્રોટેકશન સિસ્ટમનો ચુસ્તપણે અમલ કરાવવા આદેશ કર્યો હતો.

પાલનપુર સહિત સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ છે.

સરકારી બિલ્ડિંગોમાં હાલમાં ફાયર એક્સટિંગ્વિશર લાગેલા છે. જિલ્લા પંચાયતોમાં ફાયર સેફ્ટી માટે અગિ્નશામક એક્સટિંગ્વિશર સિલન્ડિર લટકાવવામાં આવ્યા છે. તે બે વર્ષમાં રિફિલીંગ કરવાના હોય છે. જે થતાં નથી. કેટલેક સ્થળે તો 1996થી આવી સિલિન્ડર છે.

ફાયર સેફ્ટી માટે R&B અને પંચાયતની ગંભીર બેદરકારી છે. ઘણી કલેક્ટર કચેરી સહિતની સરકારી બિલ્ડિંગોમાં જ ફાયર સેફટીની સુવિધા નથી.

રાજ્યમાં આગના બનાવોને કારણે થતી મોટી જાનહાનિને અટકાવવા હાઈકોર્ટ પણ એટલી જ ગંભીર છે અને છેલ્લા ઘણા સમયથી ફાયર સેફટી સંદર્ભે સરકાર અને મહાનગરો સામે કડકાઈ દાખવે છે. પરંતુ સરકાર અને તંત્રને જાણે તેની ગંભીરતા ન હોય તેવી રીતે દેખાવ પૂરતી કામગીરી કરે છે.

ફાયર સેફટી બાબતે ખુદ સરકાર જ બેદરકાર છે.

મહાનગર પાલિકા વિસ્તારની સરકારી કચેરીની બિલ્ડિંગોને નિયમ મુજબ આવશ્યક હોય તે રીતે ફાયર સેફ્ટીની સુવિધા ઊભી કરવા માટે નોટિસો આપવામાં આવી છે. કોર્પોરેશનની બિલ્ડીંગ તેમજ ઝોનલ કચેરીઓમાં ફાયર સેફટી ઉપલબ્ધ કરી એન.ઓ.સી. મેળવેલ છે.

બિલ્ડીંમાં બેઝમેન્ટ કે કોઈ ફલોરમાં 500 મીટર કે તેથી વધુ એરિયાનું બાંધકામ હોય તો ફાયર એનઓસી મેળવવું ફરજિયાત હોય છે.

તાપીના ઉચ્છલની સરકારી કચેરીમાં 19 મે 2022માં આગ લાગી હતી.

20ના મોત

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી, જેમાં 20 લોકોનાં મૃત્યુ થયાં હતાં. સુરતની ઘટના બાદ 2055 અધિકારીઓની 713 ટીમોએ ગુજરાતભરના મહાનગરોમાં સરવેની કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાનની 9395 ઇમારતોમાં ફાયર સેફટીનું પાલન થતું ન હતું.  તેમને ફાયર સેફ્ટીની નોટિસ આપવામાં આવી હતી. સુરતમાં 1524 ઇમારતોની તપાસ હાથ ધરવામાં આવી હતી અને 123 ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી.

કાર્ય 6 ઓગસ્ટ, 2020 ના રોજ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં આઠ કોવિડ-19 દર્દીઓના જીવ ગયા હતા.