ધોલેરા એરપોર્ટ 15 વર્ષથી બની ન શક્યું, ફરી એક વખત 2026 સુધી મુદત પાડી 

Dholera airport could not be built in 15 years, once again postponed till 2026, 15 साल में नहीं बन सका धोलेरा एयरपोर्ट, एक बार फिर 2026 तक टला

દિલીપ પટેલ

ગાંધીનગર, 7 જૂન 2023

ઉદ્યોગ પ્રધાન બળવંત રાજપૂતે સંસદસભ્યઓ તથા ધારાસભ્યોની સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં 6 જૂન 2023માં ગાંધીનગર ખાતે ફરી એક વખત કહ્યું કે, રાજ્યના માળખાકીય વિકાસમાં ઉદાહરણરૂપ એવા ધોલેરા એરપોર્ટનું કામ આગામી વર્ષ 2026માં પૂરું થઈ જશે. જેના માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. અગાઉના ઉદ્યોગ પ્રધાનની જેમ ફરી એક વખત સરકાર જુઠાણા ફેલાવી રહી છે. રાજકોટનું આંતરરાષ્ટીય હીરાસર હવાઈ મથકના 2019માં કરારો થયા હતા. જેનું કામ 2020માં શરૂ થયું અને 2023ના જૂલાઈમાં તેનું ઉગઘાટન કરવાની તૈયારી છે.

જો રાજકોટનું હવાઈ મથક કે જે ધોલેરાથી સાવ નજીક છે. તે અઢી વર્ષમાં તૈયાર થઈ જતું હોય તો ધોલેરા કેમ 20 વર્ષે ? તે સવાલ મોદી અને ભૂપેન્દ્ર પટેલની સરકારને પ્રજા પૂછી રહી છે.

રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રા છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા તથા રાજ્ય મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં કહ્યું હતું. વર્ષમાં બે વખત આવી જાહેરાતો 2007થી થતી આવી છે. છતાં ધોલેરામાં હવાઈ મથક બન્યું નથી. 2007માં પ્રથમ વખત મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. ખરેખર તો તે 3 વર્ષમાં ઈ. સ. 2010માં બનીને તૈયાર થઈ જવું જોઈતું હતું. 15 કે 16 વર્ષ થયા એરપોર્ટની યોજનાને છતાં હતું બન્યું નથી હવે 3 કે 4 વર્ષની ફરી મુદત આપી છે. ઉદ્યોગ પ્રધાનની જાહેરાત સૂચવે છે કે, 20 વર્ષ એરપોર્ટ બનતા થશે. ભાજપ સરકાર પોતે કહી રહી છે.

આ બેઠકમાં  સંસદસભ્ય ભરત ડાભી તથા ધારાસભ્યો સર્વે અનિકેતઠાકર, મુકેશ પટેલ, દુર્લભ દેથરીયા, ભગવાન કરગટીયા,  કનૈયાલાલ કિશોરી,  ચૈતન્ય ઝાલા, ઈમરાન ખેડાવાલા હાજર હતા. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર, શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન સચિવ હરીત શુક્લા, જીઆઈડીસીના એમ.ડી. રાહુલ ગુપ્તા, કુટિર અને ગ્રામોદ્યોગના સચિવ પી. કે. સોલંકી,  ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, નાગરિક ઉડ્ડયન નિયામક નિતિન સાંગવાન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર હતા. પણ તેઓ ધોલેરાની નિષ્ફળતા અંગે એક શબ્દ બોલ્યા ન હતા.

પાણીમાં ડૂબેલા ધોલેરાનો 92 હજાર હેક્ટરમાંથી 1100 હેક્ટર વિસ્તાર સલામત બતાવીને ધોવાતું રોકાણ બચાવવા સરકારના હવાતિયાં

2007માં જાહેરાત

અમદાવાદ હવાઈ મથકના સ્થાને ધોરેલામાં એરપોર્ટ બનવાની જાહેરાત 2007માં ગુજરાત સરકારે કરી હતી. 2019માં ભારે પાણી ભરાયા હતા. નવેમ્બર 2019 સુધી ઉતરી શક્યા  ન હતા. ચોમાસુ પૂરું થયું છતાં એરપોર્ટના સ્થાને ચારેબાજુ પાણી ભરાયેલા હતા.  જ્યાં પ્લેન ઉતરી શકે તેમ નથી. તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત 2012માં ધોલેરા અંગે સ્પપ્ન બતાવ્યા હતા. ધોલેરાને આગળ ધરીને તેઓ મુખ્ય પ્રધાનથી વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન બન્યા તેને 10 વર્ષ પુરા થવા આવ્યા છતાં એરપોર્ટ માત્ર કાગળ પર છે.

ગુજરાતની પ્રજાને મુર્ખ બનાવવા માટે વચનો આપવામાં આવ્યા હોય એવું દેખાતું હતું.

અમદાવાદ હવાઈ મથકના સ્થાને ધોલેરા બનવાનું હતું. અમદાવાદનું એરપોર્ટ 1937માં બન્યું હતું. હવે તે અદાણીને આપી દેવામાં આવ્યું છે. 2019માં 65 હજાર પ્લેનમાં એક કરોડ મુસાફર અને એક કરોડ ટન માલ અહીં આવજા કરે છે. 2025-26માં 1.80 કરોડ મુસાફરોની ક્ષમતા પૂરી થઈ જશે. વિસ્તરણ કરવાનો કોઈ વિકલ્પ નથી, કે જમીન પણ નથી. જેથી ધોલેરા ખાતે નવા એરપોર્ટનો વિકાસ કરવાનું નક્કી કરાયું હતું. પણ હવે મોદીના મિત્ર અદાણી પાસે અમદાવાદ હવાઈ મથક હોવાના કારણે ધોલેરા વહાઈ મથક બને બને તો અદાણીને મોટું નુકસાન થાય તેમ છે. તેથી ધોલેરામાં હવાઈ મથક બને એવું સત્તાધિશો પણ ઈચ્છતા નથી. પણ ત્યાં ભાજપના નેતાઓની જમીનો છે તે વેચવા માટે વર્ષે બે વખત ધોલેરા હવાઈ મથક બનવાની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદથી 100 કિ.મી. દૂર સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર 15 વર્ષથી ધોલેરામાં હવાઈ મથક બનાવવાની વાતો ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે. ધોલેરા એરપોર્ટનું નામ ‘ન્યૂ અમદાવાદ એરપોર્ટ’ રાખવાનું નક્કી કરાયું છે.

સાણંદમાં અદાણી મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્કથી ધોલેરા પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ

હવાઈ કિલ્લા

ધોલેરા એરપોર્ટ ભાજપ સરકારનો હવાઈ કિલ્લો

2009માં ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે 1426 હેક્ટરમાં ધોલેરામાં એરપોર્ટ બનશે. 2 ડિસેમ્બર 2010ના દિવસે ગુજરાત સરકારે  નરેન્દ્ર મોદીના પ્રધાન મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, રૂ.200 કરોડની શેર મૂડીથી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે કંપની પબ્લિક- પ્રાઇવેટ પાર્ટનરશીપ એરપોર્ટ યોજનાનો અમલ કરશે. ઇન્ટરનેશનલ એરપોર્ટને ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે વિકસાવવાની સુંદર યોજના હતી, જે માટે કેન્દ્રીય રક્ષા મંત્રાલય તરફથી ના-વાંધા પ્રમાણપત્ર આપી દીધું હતું.

સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ) સાથે સંયુક્ત સાહસ છે. 2019 સુધીમાં શરૂ એરપોર્ટનનું કામકાજ શરૂ થવાની ધારણા હતી. નવા એરપોર્ટ પરથી 2022માં પ્લેન ઉડવાના હતા. પણ કાગળના પ્લેન ઉડી રહ્યાં છે.

મોદી વડાપ્રધાન બન્યા તેની સાથે રાતોરાત તમામ મંજૂરી..

પહેલાં ફેદરા ગામ પાસે બનાવવાનું હતું, પછી તે નવાગામ ખાતે બનાવવાનું નક્કી કરાયું હતું. જેના બે રન વે નક્કી કરાયા હતા. એક હવાઈ પટ્ટી 2910 મીટર અને બીજી 4000 મીટર (ચાર કિલોમીટર) લાંબી બનવાની હતી. વડાપ્રધાન બનતાં જ મોદી સરકારે 2014ના વર્ષમાં રૂ.2100 કરોડની યોજના રક્ષા મંત્રાલય, સીવીલ એવીએશન મીનીસ્ટ્રી અને 2015માં પર્યાવરણની મંજૂરી મળી ગઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાઇટ ક્લિયરન્સ મંજૂરી આપી છે. પણ 2019માં પર્યાવરણ એટલું ખરાબ થઈ ગયું તે ધોલેરા એર પોર્ટની જગ્યાએ ચોમાસુ પૂરું થયું છતાં ચારેબાજું પાણી ભરાયેલું હતું.

2016માં ભાજપ સરકારના ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિએ વિજય રૂપાણીને મળીને કહ્યું કે, એરપોર્ટ 2024-25માં તૈયાર થઈ જશે. અમદાવાદ એરપોર્ટનો 50 ટકા ટ્રાફિક ધોલેરા એરપોર્ટ પર હશે.

ધોલેરા એરપોર્ટ માટે હજુ તો કોઈ જમીન જ નથી. ધોલેરા ખાતે ફેદરા ઇન્ટરનેશનલ ઍરપોર્ટની 2009માં જાહેરાતને આજે 10 વર્ષ થયા એરોપ્લેન ન આવ્યા, પણ ધોલેરા આસપાસના 40 ગામોમાં એસટી બસોના રૂટો બંધ કરી દેવાયા છે.

એક લાખ કરોડના મૂડી રોકાણ 8 વર્ષમાં ન થયા..

ધલેરામાં 920 વર્ગ કિલોમીટરમાં સ્માર્ટ સિટીમાં આઠ  લાખ લોકોને રોજગાર મળશે અને 20 લાખ લોકોને રહેવાની સુવિધા આપવામાં આવશે. એવો દાવો ભાજપ સરકાર 2009થી કરી રહી છે. ધોલેરામાં એક લાખ કરોડના રોકાણના એમ.ઓ.યુ. 2010 થયા હતા. 2018 સુધી એક હજાર કરોડનું ખાનગી રોકાણ થયું નથી.

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં કામ કરી રહી છે. દિલ્હી મુબંઈ કોરીડોર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા કેન્દ્ર સરકરાનો હિસ્સો49 ટકા અને ગુજરાત સરકારનો હિસ્સો 51 ટકા છે.

એરપોર્ટ બનશે કે નહીં?…

એરપોર્ટ તૈયાર કરવા માટે શક્યતાદર્શી રિપોર્ટ નકારાત્મક આવ્યો છે. નવાગામ અને કર્ણા ગામોની જમીન ઉપર જ્યાં એરપોર્ટ બનાવવાનું વિચારાયું છે તે જમીન મૂળે દરિયાઈ છે અને પોચી છે અને એરપોર્ટ માટે બેઈઝ તૈયાર કરવો હોય તો નીચે 150 ફૂટ જેટલી જમીન ખોદી પત્થરથી નવું પુરાણ કરવું પડે તેમ છે. પરિણામે એરપોર્ટની યોજના અદ્ધરતાલ બની રહે એવી શક્યતા છે. તેથી તો 10 વર્ષથી તેની કોઈ મંજૂરી મળી શકતી ન હતી.

રાજકોટ નવા હવાઈ મથકે બોઈંગ ઊતરી શકશે

રાજકોટ ખાતે નવા ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતિ કરાર

મોદીનું સ્માર્ટ સિટી ધોલેરા પાછળ, મહારાષ્ટ્રનું ઔરંગાબાદ આગળ

રિલાયન્સે ધોલેરામાં 90 કરોડની જમીનની ખરીદી

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોદીના જુઠાણા, ધોલેરા ન બન્યું અને ઓરિક સિટી નિષ્ફળ 

જમીન ટોચ મર્યાદા કાયદો બદલી કરોડોનો વેપાર, ધોલેરામાં કાળુ નાણું ધોળું થશે

 

ધોધમાર વરસાદથી વિશ્વનું સૌથી મોટું સ્માર્ટ સિટિ ધોલેરા પાણીમાં

દુનિયાનું મોટું સ્માર્ટ શહેર ધોલેરા બનાવતી લાર્સન ટુબ્રો કંપની પાણીમાં ડૂબી ગઈ

પાણીમાં ડૂબેલા ધોલેરાનો 92 હજાર હેક્ટરમાંથી 1100 હેક્ટર વિસ્તાર સલામત બતાવીને ધોવાતું રોકાણ બચાવવા સરકારના હવાતિયાં