ગાંધીનગર, 30 મે 2021
રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા 12 જાન્યુઆરી 2021ના રોજ એક લેખિત આદેશ કરેલો છે. જેમાં કેળના વૃક્ષની કિંમત રૂપિયા 1500 ગણી છે. સરકારના ભાવ ગણવામાં આવે તો ખેડૂતોને કેળામાં નુકસાન રૂપિયા 15 હજાર કરોડ થાય છે.
પણ સરકાર હેક્ટર દીઠ તમામને સહાય ચૂકવે તો પણ રૂપિયા 300 કરોડથી વધું ન થાય. 60 લાખના કેળાં ખતમ થઈ ગયા હોય તો, સરકારે સારી રીતે સરવે કર્યો ન હોવાથી કેળામાં 20-30 કરોડ રૂપિયાથી વધું ખેડૂતોને નહીં ચૂકવે. કેળાંના ખેતરનો સર્વનાશ થયો હોય તો 20-30 હજારથી વધું નથી આપતી.
ચાંદીના કેળાં
એક હેક્ટરે કેળ 2500 થી 4500 સુધી કેળ વાવી શકાય છે. આમ, એક હેકટરમાં વાવવામાં આવતી કેળ સરેરાશ 3500 થડ વાવી શકાય છે. તેની ગણતરી કરતાં એક થડના 1500 પ્રમાણે હેક્ટરે કિંમત 52.50 લાખ થાય છે. તેમ કિસાન કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલીયારે જણાવ્યું હતું. સરકારે કેળાને ચાંદીની કિંમતના બનાવી દીધા છે. ખરેખર તો ખેડૂતોને એક થડની આવક રૂપિયા 400થી વધું થતી નથી. પણ સરકાર તેના રૂપિયા 1500 ગણે છે.
થડનું ખર્ચ 125
આણંદના ખેડૂત કેતન પટેલ કહે છે કે, એક થડનું ખર્ચ 125 રૂપિયા છે. એક થડની આવક ભાવ રૂપિયા 500 થાય છે. આમ એક હેક્ટરે રૂપિયા 15થી 17.50 લાખ થાય છે. તે હિસાબે ખેડૂતોને હેક્ટરે રૂપિયા 4.37 લાખ વાસ્તવિક ખર્ચ ગણી શકાય છે.
એક લુમની આવક 300
ભરૂચના કેળાં પકવતાં ખેડૂત ધિરેન દેસાઈ કહે છે કે, એક થડ તૈયાર કરવામાં ખર્ચ રૂપિયા 100-110 ખર્ચ થાય છે. એક થડમાં એક લુમ નિકળે છે. એક 8 કિલોથી 50 કિલો લુમ આવે છે. 30 કિલો એક કેળનમાં સરેરાશ કેળાં પાકે છે. લુમના રૂપિયા 300 મળે છે.
હેક્ટરે 9 લાખની આવક
તે કહે છે કે, એકરે 1200 છોડ આવે છે. 3100-3500 છોડ હેક્ટરે આવે છે. હેક્ટરે રૂપિયા 9.30 લાખની આવક અને તેની સામે હેક્ટરે 2.50 લાખ ખર્ચ થાય છે. જેમ દેસાઈએ જણાવ્યું હતું.
સરકાર હેક્ટરે 33 હજાર રૂપિયા આપશે. ભરૂચમાં તમામ ખેડૂતોને કેળમાં નુકસાન છે. જેમાં 10 ટકાથી 80 ટકા સુધી નુકસાન થયું છે.
9 જિલ્લા તારાજ
જ્યાં વાવાઝોડાની અસર હતી એવા 9 જિલ્લા ભાવનગર, વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, સોમનાથ, જૂનાગઢ છે. 9 જિલ્લામાં 57518 હેક્ટરમાં કેળાના બગીચા છે. જેમાં 30 હજાર હેક્ટરમાં નુકસાન થયું છે. 4.5 કરોડ થડને નુકસાન થયું છે. તો સરકારના ભાવ પ્રમાણે 1500 એક થડના ગણતાં 6750 કરોડ રૂપિયાનું નુકસાન માત્ર કેળામાં આવપવું પડે તેમ છે.
વાસ્તવીક નુકસાન 2 હજાર કરોડ
સરકારના ધોરણો ન ગણીએ અને ખેડૂતોને એક થડના રૂપિયા 400ની નુકસાની ગણીએ તો 4.5 કરોડ થડના રૂપિયા 1800-2000 કરોડનું નુકસાન ગણાય છે.
કેળાનું 35 ટકા ઉત્પાદન ઘટી જશે
કેળાના 5 ફૂટ લાંબા પાન ફાટી ગયા હોય તે ઉત્પાદન 60 ટકા ભાવ ઓછો મળશે. થડ હલી જતાં ઉત્પાદન 35 ટકા ઘટી જશે. આવા બગીચા 40 હજાર હેક્ટરમાં છે. જે રૂપિયા 5600 કરોડનું ભવિષ્યનું નુકસાન છે.
નુકાસન 7500 કરોડનું અને સહાય 30 કરોડની
એકંદરે કેળની ખેતીમાં 7500 કરોડ રૂપિયાનું ભારે નુકસાન છે. સરકાર માંડ 30 કરોડ આપશે. કેળમાં સરકાર એક હેક્ટરના 1 લાખ અને બે હેક્ટરની મર્યાદામાં વધુંમાં વધું 2 લાખ રૂપિયા મળશે. એવી વાતો કરે છે. પણ ખરેખર કેળાંના ખેતરનો સર્વનાશ થયો હોય તો 20-30 હજારથી વધું નથી આપતી.
50 લાખના કેળાં ખતમ, સરકાર આપશે 18 હજાર રૂપિયા
આરસી ફળદુએ એવોર્ડ આપેલો. તે અમરેલીના ખાંભાના ઘનશ્યામ પટેલ ખેડૂતની વાત સાંભળવા જેવી છે. 30 લાખ જેવી આવક થવાની હતી. જેમાં કંઈ હાથમાં ન આવ્યું. હેક્ટર દીઠ રૂપિયા 9.80 લાખ, 12 લાખ 8 લાખ એમ 3 પાક મળે તેમ હતી. એક હેક્ટરનો કોન્ટ્રાક્ટ આપેલો. વેપારી ન આવ્યા અને તમામ સાફ થઈ ગયું. પ્રગતિશીલ ખેડૂતનો એવોર્ડ મળેલા છે. બીજી કેળ 6 લાખમાં અડધો હેક્ટરમાં હતી. બધા મળીને રૂ.50 લાખની આવક થવાની હતી. હેક્ટરે ખાતર, બિયારણ, ટપક, મહેનત મળીને 3 લાખનો ખર્ચ એક હેક્ટર દીઠ થયો હતો.
એક હેક્ટર દીઠ માત્ર 18 હજાર મળશે.
કેળના વાવેતર 2020 | બાગાયત વિભાગ) | |||
નુકસાન | જિલ્લાની | કેળનું | કેળનું | વાવાઝોડા |
24 મે 2021 | કૂલ | વાવેતર | ઉત્પાદન | હેક્ટરે ટકા |
વિજ્જો | જમીન | હેક્ટર | મેટ્રિક ટન | નુકસાન |
સુરત | 251300 | 8692 | 613829 | 60% |
નર્મદા | 113000 | 9240 | 662323 | 55% |
ભરૂચ | 314900 | 12286 | 896878 | 70% |
ડાંગ | 56500 | 31 | 1208 | |
નવસારી | 106800 | 3183 | 176657 | 60% |
વલસાડ | 164300 | 1075 | 61006 | 75% |
તાપી | 149100 | 1293 | 77580 | 60% |
દક્ષિણ ગુ. | 1663700 | 1293 | 77580 | |
અમદાવાદ | 487400 | 149 | 72 | |
અણંદ | 183800 | 12710 | 826143 | 20% |
ખેડા | 283500 | 990 | 56143 | 20% |
પંચમહાલ | 176200 | 417 | 15888 | |
દાહોદ | 223600 | 7 | 182 | |
વડોદરા | 304700 | 6344 | 431963 | 35% |
મહિસાગર | 122400 | 50 | 2075 | |
છોટાઉદેપુર | 206600 | 6950 | 483025 | |
મધ્ય ગુ. | 1988200 | 27617 | 1822630 | |
બનાસકાંઠા | 691600 | 18 | 651 | |
પાટણ | 360400 | 0 | 0 | |
મહેસાણા | 348100 | 2 | 82 | |
સાબરકાંઠા | 271600 | 45 | 1925 | |
ગાંધીનગર | 160200 | 0 | 0 | |
અરાવલી | 202700 | 75 | 3180 | |
ઉત્તર ગુજ. | 2034600 | 140 | 5838 | |
કચ્છ | 733500 | 2685 | 152777 | |
સુરેન્દ્રનગર | 621000 | 0 | 0 | |
રાજકોટ | 536300 | 39 | 1400 | 40% |
જામનગર | 366200 | 3 | 126 | |
પોરબંદર | 110900 | 5 | 150 | |
જૂનાગઢ | 358700 | 550 | 26538 | 80% |
અમરેલી | 538200 | 229 | 8006 | 80% |
ભાવનગર | 454700 | 1753 | 84109 | 90% |
મોરબી | 347000 | 8 | 307 | |
બોટાદ | 199700 | 0 | 0 | |
સોમનાથ | 217000 | 695 | 35590 | 90% |
દ્વારકા | 229600 | 13 | 572 | |
સૌરાષ્ટ્ર | 3979300 | 5980 | 309574 | |
ગુજરાત કૂલ | 9891500 | 69537 | 4627523 |