કેન્દ્ર સરકાર આપે છે એટલી સબસિડી ઈ વાહનમાં ગુજરાત સરકાર આપશે

ગાંધીનગર, 22 જૂન 2021

ઇલેકટ્રીક વાહનોની ખરીદી માટે વાહનના કિલોવોટ દિઠ રૂ.10 હજારની સબસિડી આપશે. જે દેશમાં સૌથી વધું બે ગણી છે. અન્ય રાજ્યો આવી સબસીડી પ્રતિ કિલોવોટ રૂ.5 હજાર આપે છે.

પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂપિયા 100નું થઈ જતાં આ નીતિ લાવવી પડી છે.

સારી બાઈક અત્યારે બજારમાં આવે છે તેમાં રિવોલ્ટ બાઈક 1.5થી 3 કિલો વોટની મોટર આવે છે.
એથર કંપનીના સ્કુરની 3.3 કિલો વોટની મોટર આવે છે. બાઈકની બેટરી ચાર્જ કરવા માટે 4થી 6 કલાક થાય છે.  બીજી બાઈક અને સ્કુરટ આવે છે તે ચીલાચાલું કંપનીઓની છે.

ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-2021 જાહેર કરી છે.  ઇ-વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે.  ઇ-વ્હીકલના ડ્રાઇવીંગ, વેચાણ, ધિરાણ, સર્વિસીંગ અને ચાર્જિંગમાં વધારો થશે.

ચાર બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. ઇલેકટ્રીક વ્હીકલનો ઉપયોગ વધારવો, ઇ-વ્હીકલ સાધનોમાં  ઉત્પાદન માટે ધ્યાન આપવું.

ઇલેકટ્રીક મોબીલીટી માટે યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા. વાયુ અને ધ્વનિ પ્રદૂષણને ઘટાડવું. 4 વર્ષમાં 2 લાખ ઇલેકટ્રીક વાહનો માર્ગો પર દોડે એવું પ્રોત્સાહન આપવું.

1.10 લાખ ટૂ વ્હીલર, 70 હજાર થ્રી વ્હીલર અને 20 હજાર ફોર વ્હીલર 4 વર્ષોમાં રાજ્યમાં આવશે.

ઈ વાહનોનો વપરાશ ખર્ચ અન્ય વાહનો કરતાં એવરેજ 30થી 50 ટકા ઓછો આવે છે. તેથી 2 લાખ વાહનોથી રૂપિયા 5 કરોડની ઇંધણ બચત થશે. 6 લાખ ટન કાર્બન ઉત્સર્જન ઘટશે,

ઇલેકટ્રીક વાહનો મોંઘા છે. સામાન્ય માનવીને તે પરવડી શકે તેમ નથી.  2 લાખ વાહનો આવશે તે શ્રીમંત લોકો ખરીદ કરશે. દ્વીચક્રિ વાહનની ઓછામાં ઓછી કિંમત રૂપિયા 1.50 લાખ હોય છે. જે સામાન્ય માણસો ખરીદી નહીં શકે.  સરકાર પર 4 વર્ષમાં રૂ.870 કરોડનો બોજ પડશે.

સબસિડી
કેન્દ્ર સરકાર હાલ જેટલી સબસિડી આપે છે એટલી જ ગુજરાત સરકાર આપશે.
1.50 લાખ સુધીની કિંમતના ઇલેકટ્રીક ટુ વ્હીલર ખરીદનાર વ્યક્તિને 20 હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે.

જેડા દ્વારા વિદ્યાર્થીને રૂ.12 હજાર સબસિડી આપતાં હતા. તે આ સબસિડી આપશે કે કેમ તે સ્પષ્ટતા નથી.

5 લાખ સુધીની કિંમતના થ્રી વ્હીલર માટે રૂ.50 હજાર સુધી સબસિડી મળશે.
15 લાખ સુધીની કિંમતના ફોર વ્હીલર માટે રૂ.1.50 લાખ મળશે. કાર 9થી 20 લાખની મળે છે.
વાહન ખરીદનાર વ્યક્તિના બેંક ખાતામાં આપવામાં આવશે.પોર્ટલ મારફતે ખૂબ જ ઓછા સમયમાં સબસિડી મળી જશે.વાહન નોંધણી
વાહનનો પ્રકાર ધ્યાનમાં લીધા સિવાય મોટર નોંધણી ફીમાંથી 100 ટકા મુક્તિ છે.
ભારત સરકાર ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના (ફ્રેમ-2) અન્વયે વાહન ખરીદનારને સબસિટી આપે છે. ગુજરાત સરકાર તેના ઉપરાંત આ સબસિડી છે.ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર
ઇલેકટ્રીક વાહનોમાંની બેટરીના ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે પ્રોત્સાહનો અપાશે.ભારત સરકારની ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના (ફ્રેમ-2)માં ગુજરાત રાજ્યમાં 278 ચાર્જીંગ સ્ટેશન મંજૂર થયેલા છે.રાજ્ય સરકાર બીજા 250 ચાર્જીંગ સ્ટેશન ઊભા કરવા રૂ.10 લાખની મર્યાદામાં 25 ટકા સુધી કેપિટલ સબસિડી પૂરી પાડશે. ગુજરાતમાં 528 ચાર્જીંગ સ્ટેશનનું નેટવર્ક ઊભું થશે.ટેકનોલોજી અને વિવિધ બિઝનેશ મોડલ્સ દ્વારા ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહિત કરશે. જેમાં ખાનગી માલિકીના, વીજળીનું વિતરણ કરતી કંપનીઓની માલિકીના અને રોકાણકર્તાઓની માલિકીના ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રકચર અને બેટરીના સ્વેપીંગ સ્ટેશનોને પ્રોત્સાહન મળશે.

હાઉસીંગ અને કોમર્શીયલ બાંધકામોમાં ચાર્જીંગ સ્ટેશન બને તેવી જોગવાઇ છે. પેટ્રોલ પંપોને પણ ચાર્જીંગ સ્ટેશન માટે મંજૂરી આપવામાં આવશે.

ઇલેકટ્રીક વાહનોના ઉત્પાદકોને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી અને અન્ય પોલીસીઓમાં ઇન્સેન્ટીવ મળશે. નેશનલ ઇલેકટ્રીક મોબીલીટી પ્લાન સાથે આ પોલીસી સુસંગત બનાવવામાં આવી છે.

પોલીસીના આયોજન, અમલ અને રીવ્યુ માટે બંદરો અને વાહન વ્યવહાર વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરાત કરી છે. વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુ, ઊર્જા મંત્રી સૌરભ પટેલ અને બંદરો-વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ જાહેરાત વખતે હાજર હતા.

https://twitter.com/HeroLectro/status/1339511177211117571 

ટુ-વ્હીલર કંપની રિવોલ્ટ ભારતમાં બે ઇલેક્ટ્રિક બાઇક (ઇ-બાઇક) રિવોલ્ટ આરવી 400 અને રિવોલ્ટ આરવી 300 લોન્ચ કરી છે. કંપનીએ આ બાઇક્સને અનન્ય પેમેન્ટ પ્લાન સાથે લોંચ કરી હતી.

આરવી 300

રિવોલ્ટ આરવી 300 ઇલેક્ટ્રિક બાઇક 1.5 કેડબલ્યુ મોટર અને 2.7 કેડબલ્યુની બેટરીથી ચાલે છે. તેની ટોપ સ્પીડ 65 કિમી પ્રતિ કલાકની છે. જ્યારે સંપૂર્ણ ચાર્જ કરવામાં આવે છે, ત્યારે રિવોલ્ટ આરવી 300 ઇલેક્ટ્રિક બાઇક 80 થી 150 કિલોમીટર દોડી શકે છે.

આરવી 400

રિવોલ્ટ આરવી 400 એસ-ઇસી 3 કેડબલ્યુ મોટર અને 3.24 કેડબ્લ્યુ લિથિયમ આયન-બેટરી દ્વારા સંચાલિત છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થઈ ગયા પછી, ટ્રેન 156 કિલોમીટર સુધી દોડશે. તેની ટોચની ગતિ પ્રતિ કલાક 85 કિલોમીટર છે. રિવોલ્ટ આરવી 400 ને વાહન સાથે આવતા ચાર્જિંગ કેબલની સહાયથી કોઈપણ નિયમિત 15 એમ્પી પ્લગ પોઇન્ટ પર ચાર્જ કરી શકાય છે. મતલબ કે તમે આ બાઇકને ઘરે પણ ચાર્જ કરી શકો છો.

સ્માર્ટ ઇ બાઇક

રિવોલ્ટની આ ઇ-બાઇક સ્માર્ટ મોટરસાયકલો છે. તેમાં રિવોલ્ટ મોબાઇલ એપ્લિકેશન પણ આપવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી તમે તમારી બાઇકને ટ્રેક કરી શકો છો. તમે સફરનો ઇતિહાસ ચકાસી શકો છો.

રિવોલ્ટ આરવી 400 ની ડિલિવરી સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં શરૂ થશે. કંપની આવતા મહિને પુણેમાં કાર લોન્ચ કરશે. આ ટ્રેન આગામી ચાર મહિનામાં બેંગ્લોર, હૈદરાબાદ, નાગપુર, અમદાવાદ અને ચેન્નાઇમાં શરૂ કરવામાં આવશે.

ડીટેલ ઇઝી પ્લસ એ દેશનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક વાહન છે. કંપનીએ તેની બી 2 સી ઇ-બાઇકનું બુકિંગ શરૂ કરી દીધું છે. આ માટે, ખરીદનારને ફક્ત 1,999 રૂપિયા ચૂકવવા પડશે.

કંપનીએ તાજેતરમાં રાઇડ એશિયા એક્સ્પોમાં આ વાહન રજૂ કર્યું હતું. કંપનીએ ‘ડિટેઇલ ડેકાર્બોનિઝ ઈન્ડિયા’ પહેલ અંતર્ગત આ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કર્યું છે.
ડીટેલ ઇઝી પ્લસ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં 250 વોટની ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. તે 20 એએચ લિથિયમ આયન બેટરી પેક સાથેનું એક સ્પીડ વાહન છે. વાહનની બેટરી સંપૂર્ણ ચાર્જ કરવામાં 4 થી 5 કલાકનો સમય લાગે છે. એક જ ચાર્જ પર 60 કિ.મી.ની રેન્જનો દાવો કરે છે. આ વાહનની ટોચની ગતિ 25 કિમી પ્રતિ કલાકની છે.
ભારત માટે રચાયેલ છે.

ડીટેલ ઇઝી પ્લસ ઇલેક્ટ્રિક સ્કૂટર

ડીટેલ બાઇકને 170 મીમીની ઊંચી ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે.  ઇઝી પ્લસ મેટલ એલોય, પાવડર કોટેડ અને ટ્યુબલેસ ટાયરથી બનાવવામાં આવ્યું છે. બાઇક તમામ પ્રકારના રસ્તાઓ માટે ઉત્તમ છે.
કિંમત અને બુકિંગ
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ડીટેલ ઇઝી પ્લસની કિંમત 39,999 રૂપિયા રાખવામાં આવી છે. ઇઝી પ્લસ એ દેશનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક વાહન છે. કંપનીએ તેની બી 2 સી ઇ-બાઇકનું બુકિંગ શરૂ કરી દીધું છે.

ડીટેલ જનતા માટે સ્વદેશી બ્રાન્ડ છે. અમારું લક્ષ્ય ભારતનો સૌથી વધુ વિશ્વાસપાત્ર ઓછી સ્પીડ ટૂ વ્હીલર ઉત્પાદક બનવાનો છે.

કમર્શિયલ ઇ-વાહન પણ લાવશે
આ સિવાય કંપની 2021 ના ​​અંત સુધીમાં કમર્શિયલ ઇ-વ્હીકલ ડીટેલ ઇસ્ટ લોડર પણ લોંચ કરવાની યોજના બનાવી રહી છે. કંપની ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં ઇવી માર્કેટમાં તેના પોર્ટફોલિયોને મજબૂત બનાવવાનું કામ કરી રહી છે.
ગ્રાહકના નામે વૃક્ષારોપણ કરવામાં આવશે.