ગાંધીનગર, 13 જાન્યુઆરી 2020
ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન ચલાવવા માટેની ગતિ મર્યાદા ફરી એક વખત નક્કી કરી છે. કલાકના ઓછામાં ઓછી 50 અને વધુમાં વધું 120 કિલો મીટરની ઝડપથી વાહન ચલાવી શકાશે નહીં. શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, રાજ્ય ધોરી માર્ગ, જિલ્લા ધોરી માર્ગ પર દરેક વાહનો માટે અલગ-અલગ ઝડપ નક્કી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2018માં વાહન અકસ્માતમાં 320 લોકો, 2019માં 400 અને 2020માં 425 લોકોએ જિંદગી ગુમાવી ચૂક્યાં છે.
શહેરોમાં અલગ અલગ નિયમો હતા. હવે સમાન થઈ જશે. દર વર્ષે અંદાજિત 30,000 જેટલા માર્ગ અકસ્માત થાય છે. જેમાં પ્રથમ 48 કલાકમાં ઇજાગ્રસ્તને કોઇપણ જાતની સારવાર માટે 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવે છે.
પોલીસ પાસે સ્ટીડ ગન નથી. તેઓ ઝડપ માપી શકે તેના સાધનો 95 ટકા સ્થળોએ નથી. છે તો ખરાબ છે. ત્યારે દંડ કયા આધારે કરવામાં આવશે. 39 સ્પીટગન 2019માં હતી.
રાજ્યમાં એક્સપ્રેસ હાઈવે પર કાર 120 કિમી નક્કી કરવામાં આવી છે. નેશનલ હાઈવે પર 100 અને સ્ટેટ હાઈવે પર 80 કિમી પ્રતિ કલાક, ગ્રામ્ય વિસ્તારમાં 50 કી.મી.ની ઝડપ નક્કી કરવામાં આવી છે.
કોર્પોરેશનના શહેરી વિસ્તારમાં 65 તથા ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર 50 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. માલસામાનની હેરફેર કરતા વાહનની ગતિ મર્યાદા પણ નક્કી કરાઈ છે.
જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ આદેશનું ઉલ્લંઘન કરનાર મોટર વ્હીકલ એક્ટ 1988 કલન -183 (1),(2), 184 અને IPC-188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.
કાર માટે સ્પીડ લિમિટ
એક્સપ્રેસ હાઇવે 120 કિ.મી
નેશનલ હાઇવે 100 કિ.મી
સ્ટેટ હાઇવે 80 કિ.મી
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 65 કિ.મી
ગ્રામ્ય વિસ્તાર રોડ 50 કિ.મી
માલસામાનની હેરફેર કરતા વાહનોની ગતિ મર્યાદા
એક્સપ્રેસ હાઇવે 80 કિ.મી
નેશનલ હાઇવે 80 કિ.મી
સ્ટેટ હાઇવે 70 કિ.મી
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60 કિ.મી
ગ્રામ્ય વિસ્તાર રોડ 40 કિ.મી
દ્વિચક્રી વાહનોની ગતિ મર્યાદા
નેશનલ હાઇવે 80 કિ.મી
સ્ટેટ હાઇવે 70 કિ.મી
મ્યુન્સિપલ શહેરી વિસ્તાર 60 કિ.મી
આ અગાઉ 13-08-2019માં અમદાવાદ શહેરમાં પહેલી વખત પોલીસ કમિશનરે વાહનોની ગતિ મર્યાદા નિયંત્રિત કરતું ‘જાહેરનામું’ બહાર પાડ્યું હતું.
શહેરના રસ્તા:
– ભારે-મધ્યમ વાહન: મહત્તમ 40 કિ.મી, કલાક
– ફોર વ્હીલર: મહત્તમ 60 કિ.મી. પ્રતિ કલાક
– થ્રી વ્હીલર: મહત્તમ 40 કિ.મી. પ્રતિ કલાક
– ટુ વ્હીલર: મહત્તમ 50 કિ.મી. પ્રતિ કલાક
શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે- કિ.મી/કલાક:
વાહનનો પ્રકાર – ફોર લેન,ડિવાઈડર – મ્યુનિ.ની હદના હાઈવે – અન્ય રસ્તા
M-1 (8મુસાફર) – 100 – 70 – 70
M-2,3 (9થી વધુ મુસાફર) – 90 – 60 – 60
N (માલવાહક) – 80 – 60 – 60
મોટરસાઈકલ(બાઈક) – 80 – 60 – 60
ક્વોડ્રીસાઈકલ – 60 – 50 – 50
થ્રી વ્હીલર – 50 – 50 – 50
ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં થયેલા અકસ્માતો…
વર્ષ – અકસ્માત – મોત
2013 – 25391 – 7613
2014 – 23712 – 7955
2015 – 23183 – 8819
2016 – 21859 – 8136
2017 – 19081 – 7289
2018 – 18745 – 7914
દારુ પીને વાહન
છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દારૂના નશામાં વાહન ચલાવતાં 227 વ્યક્તિના મૃત્યુ થયા હતા.
ગુજરાતમાં 2019ના વર્ષમાં 41 વ્યક્તિના દારૂના નશામાં વાહન ચલાવતા અકસ્માત હતા.
2018ના વર્ષમાં દારૂના નશામાં વાહન ચલાવવાના 300 કેસ નોંધાયા હતા જ્યારે 122 વ્યક્તિના મૃત્યુ થયા હતા.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 2017માં 10ના મોત થયા હતા.
ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ બદલ ગત વર્ષે ગોવા, કર્ણાટક, કેરળ કરતાં ગુજરાતમાં વધારે મૃત્યુ નોંધાયા હતા.