ગાંધીનગર, 18 ઓગસ્ટ 2020
રાજ્યના મહાનગરોને વિશ્વ કક્ષાના સ્માર્ટ-સસ્ટેઇનેબલ શહેરો સમકક્ષ બનાવવાની દિશામાં નિર્ણય કર્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતોના બાંધકામને પરવાનગી આપવાનું સરકારે નક્કી કર્યું છે. હાલ 23 માળ સુધી માળના ઊંચા મકાનો કાયદા મુજબ બની શકે છે. હવે 70 માળની ઇમારતો, આઇકોનિક સ્ટ્રકચર્સ બની શકશે.
4 વર્ષમાં ટી.પી., ડી.પી.ની મંજૂરીના બેવડા શતક અંતર્ગત 200 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરેલી છે.
રાજ્યમાં હાલ અમલી સીજીડીસીઆર-2017માં ટોલ બિલ્ડીંગ્સ-ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સ ઉમેરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી સ્થળાંતર તેમજ કુદરતી વિકાસના કારણે મકાનોની માંગ વધે છે, તેથી જમીનોની કિંમત પણ ઘણી વધી જાય છે. સર્વિસ લેન્ડ માટે વર્ટીકલ ડેવલપમેન્ટ જરૂરી છે. જમીનની કિંમત ઓછી થશે અને પરવડે એવા મકાનો હવે બની શકશે.
મુંબઇ, દિલ્હી વિગેરે શહેરોના નિયમોનો અભ્યાસ પછી મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સ્ટ્રકચર સેફટી, ફાયર સેફટી, ટેકનિકલ આસ્પેકટ્સ મંજૂરી માટે મુંબઇની જેમ સ્પેશિયલ ટેકનિકલ કમિટી વગેરેની તમામ જોગવાઇઓ સૂચવવામાં આવી છે. જમીનના ભાવો તથા અર્બન સ્પ્રોલ (Urban sprawl)ને નિયંત્રિત કરવા માટે સ્ટ્રેટેજીક અને નિયમબદ્ધ આયોજન દ્વારા હાઇ ડેન્સીટી ડેવલપમેન્ટ થશે.
ઊંચી ઇમારતોના નિયમો મહત્વની કેટલીક જોગવાઇઓ
ટોલ બિલ્ડીંગની આ જોગવાઇ ૧૦૦ મીટરથી વધુ ઊંચાઇના બિલ્ડીંગ્સને લાગુ થશે. તેમજ બિલ્ડીંગનો આસ્પેક્ટ રેશીયો (લઘુત્તમ પહોળાઇ : ઊંચાઇ) ૧:૯ કે વધુ હોય તેને લાગુ થશે.
વધુમાં આ જોગવાઇ D1 કેટેગરીના સત્તામંડળો જેમ કે AUDA/SUDA/VUDA/RUDA અને GUDA માં એવા વિસ્તારમાં લાગુ થશે, જ્યાં હાલ CGDCR મુજબ બેઈઝ FSI ૧.૨ કે તેથી વધારે મળવાપાત્ર છે.
આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ ટેકનીકલ કમિટીની રચના થશે.
સત્તામંડળમાં અરજી કર્યા બાદ સ્પેશ્યલ ટેકનીકલ કમીટી (STC) દ્વારા ચકાસણી અને મંજૂરી માટે ભલામણ કરાશે.
૩૦ મીટર પહોળાઇના કે તેથી વધુ પહોળાઇના ડી.પી., ટી.પી.ના રસ્તા પર મળવાપાત્ર થશે.
૧૦૦ થી ૧૫૦ મીટર ઉંચાઇ માટે લઘુત્તમ પ્લોટ સાઇઝ ૨૫૦૦ ચો.મીટર રહેશે.
૧૫૦ મીટરથી વધુ ઉંચાઇ માટે લધુત્તમ પ્લોટ સાઇઝ ૩૫૦૦ ચો.મીટર રહેશે.
મહત્તમ FSI પ.૪ મળવાપાત્ર થશે જેમાં જે-તે ઝોનની બેઇઝ FSI ફ્રી FSI તરીકે તથા બાકીની FSI પ્રિમીયમ- ચાર્જેબલ FSI તરીકે મળશે. તેમાં પ્રિમીયમ FSIનો ચાર્જ પ૦ ટકા જંત્રીનો દર – ખૂલ્લા બિનખેતીના પ્લોટનો જંત્રીદર ગણાશે.
રહેણાંક / વાણિજ્યક / રીક્રીએશન અથવા આ ત્રણેયનો ગમે તે મુજબ મીક્સ યુઝ / વપરાશ મળવાપાત્ર થશે.
પાર્કિંગમાં ઇલેક્ટ્રીક ચાર્જીંગની ફેસીલીટી ફરજીયાત રાખવાની રહેશે.
વીન્ડ ટનલ ટેસ્ટ ફરજીયાત રહેશે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવાના રહેશે.