અડધું સુરત શહેર ભાજપ વિરોધી અને પોણું શહેર પાટીલ વિરોધી, મૂળ સુરતીઓનો સી. આર.એ સફાયો કર્યો

PATIL 15 AUGUST2
PATIL 15 AUGUST2

દિલીપ પટેલ

ગાંધીનગર, 24 ફેબ્રુઆરી 2021

93 બેઠકો પાટીલ લઈ આવ્યા છે. તેની સામે ભાજપની મતોની ટકાવારી ઘટી છે. સુરતમાં ભાજપને માત્ર 49.98 ટકા મતો મળ્યા છે. અડધું સુરત ભાજપનું વિરોધી છે અને પોણું સુરત પાટીલનું વિરોધી છે. જે મત મળ્યા છે તે જૂના સુરત શહેરના મળ્યા છે. નવું આખું સુરત ભાજપ અને પાટીલનું વિરોધી સાબિત થયું છે.

આમ આદમી પક્ષ સુરતમાં 27 બેઠક સાથે 27.28 ટકા મત લઈ ગયો છે. કોંગ્રેસને 18.6 ટકા મતો મળ્યા છે. ભાજપને 49.98 ટકા મતો મળેલા છે. આમ તો કોંગ્રેસ અને આમ આદમી પક્ષ એક થઈ ગયા હોત તો સુરતમાં પાટીલની ભૂંડી હાર થઈ હોત.

ચૂંટણીમાં સુરત મહાનગર પાલિકામાં 13 બેઠકોના વધારા સાથે ભાજપના 93 ઉમેદવારોનો વિજય છે. પાટીલે 120 બેઠકો જીતવાની શેખી મારી હતી. તેઓ જીતી શક્યા નથી. પણ રૂપાણીએ રાજકોટમાં જીત મેળવી છે.

સુરતમાં આમ આદમી પક્ષના 27 ઉમેદવારોએ પાટીલનું વસ્ત્રાહરણ કર્યું છે. તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં થશે. કોંગ્રેસને એક પણ બેઠક ન મળે તે વિચિત્ર બાબત છે. લોકશાહી સામે ખતરો બતાવે છે. હવે મશીનથી મતદાન કરવાના બદલે કાગળથી મતદાન કરવાનો સમય આવી ગયો છે.

ભાજપના પાટીલે સુરતમાં બિનગુજરાતી એવા પરપ્રાંતિયોને ટિકટ આપી હોવાથી વિરોધ હતો.

2015માં મૂળ સુરતના 30 શહેરી બાવા હતા. કોર્પોરેટર હતા. આ વખતે ભાજપે 23 મૂળ સુરતી જીત્યા છે. જે પાટીલની સુરતીઓ વિરોધી છાપ ઊભી કરે છે. સુરતના લોકોએ હંમેશ પાટીલનો વિરોધ કર્યો છે. હવે વિરોધનું સાચું કારણ બહાર આવ્યું છે.

2015માં મૂળ સૌરાષ્ટ્રના લોકોના સુરતના વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે. જ્યાં પાટીલની નાલેશી જોવા મળે છે. આ વિસ્તારો સૌરાષ્ટ્રના પાટીદારોનો છે. ત્યા ભાજપનું અને કોંગ્રેસનું બન્નેનું ધોવાણ થયું છે. આમ આદમી પક્ષના ઉમેદવારો અહીં જીત્યા છે. કારણ કે ત્યાં કોંગ્રેસે પાટીદારો સાથે ગદ્દારી કરી હતી. તેઓ આમ આદમી પક્ષમાં જતાં રહ્યાં હતા. 2015માં અહીં પાટીદોરાના કારણે કોંગ્રેસ જીતી હતી.

કોંગ્રેસ અને ભાજપ સામે ટક્કર આપીને AAPના ઉમેદવારોને પાટીદારોએ જીતાડ્યા છે.

ભાજપના મતોનું પુષ્કળ ધોવાણ થયુ છે. સૌરાષ્ટ્રના સમાજજીવન અને રાજનીતિ, અર્થનીતિ ઉપર સુરતનો ખાસ્સો એવો પ્રભાવ છે. આખા ગુજરાત પર સુરતની જેટલી પકડ છે એટલી અમદાવાદ કે ગાંધીનગરની નથી. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત છે જ્યાં ભાજપ જીત્યું છે પણ પાટીલ હાર્યા છે. જોકે ખરી કસોટી તો ત્યારે માની શકાય તે મશીનના બદલે કાગળથી મતપેટીમાં મતદાન થાય.