હાઇ પ્રોફાઇલ કોરોના – ધારાસભ્ય પછી 55 પત્રકારો પણ શંકાસ્પદ છે – નયના દોશી

ગાંધીનગર, 15 એપ્રિલ 2020

ગુજરાતના ધારાસભ્યને કોરોના હોવા છતાં, તેઓ મુખ્ય પ્રધાનો, પ્રધાનો, પત્રકારો અને અધિકારીઓને મળ્યા. એક વરિષ્ઠ પત્રકાર નયનાબહેન દોશીએ જણાવ્યું હતું કે હું પણ ધારાસભ્ય સાથે મળી હતી. 18 વર્ષથી આજકાલ અખબારમાં કામ કરતા ગાંધીનગરના પત્રકાર નયના દોશીએ જણાવ્યું હતું કે, આજે સવારથી હું કોરોન્યાઈન થઈ છું.  મને મારા કુટુંબે ખંડ નહીં છોડવાનું કહ્યું છે. હું સવારથી એક રૂમમાં છું. હું ઘરેથી ઓફિસનું કામ કરું છું. હું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાથી 10 ફૂટ દૂર હતી.  હું કાળજી માટે અગલ થઈ છું. સંરક્ષણ તરીકે અલગ રહેવાનું નક્કી કર્યું છે. 5 દિવસ પછી પરીક્ષણ કરાવીશ. મારી સાથે બીજા 55 પત્રકારો હતા. સૌથી નજીકના લોકોમાં દિવ્ય ભાસ્કરના 3 પત્રકારો, સંજસમાચાર, કચ્છ ઉદય, દિનેશ અનાજવાલા, માહિતી વિભાગના કર્મચારીઓ, ઝી ટીવી, વીટીવી, સંદેશ, જીએસટીવી સાથેના 55 પત્રકારો હતા.

હાઈ-પ્રોફાઇલ કોરોના કેસ બન્યા MLA ખેડાવાલા

ગુજરાતમાં આજે અમદાવાદના જમાલપુર વિસ્તારના કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ આવે તે પહેલાં તેઓએ સીએમ રૂપાણી, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા સાથે મીટિંગ કરી હતી. હવે તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જ સીએમ રૂપાણી સહિતનાં લોકોને ક્વોરન્ટાઈન કરવા જરૂરી બની ગયું છે.

સરકારે મીડિયાકર્મીઓના હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરી

આ ઉપરાંત સરકારે મીડિયાકર્મીઓના હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરી છે. અધિકારીઓને પણ મળ્યા હતા. તેમજ મુખ્યમંત્રીએ લોકડાઉન અને અમદાવાદના કોટ વિસ્તારમાં લાદેલા કરફ્યુ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના અનેક પત્રકારો પણ સામેલ થયા હતા. જેને કારણે પત્રકારોને પણ ક્વોરન્ટીન થવું પડશે.

શું છે કેસ ? 

ઈમરાન ખેડાવાલા જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય છે. આજે અમદાવાદના કોટ વિસ્તારમાં કર્ફ્યુ લાગુ કરવા માટે સીએમ રૂપાણી, નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજાએ મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર પણ ઉપસ્થિત હતા. ખેડાવાલા, શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ એક જ કારમાં CMને મળવા ગયા હતા. બેઠક પૂરી કર્યા બાદ ઈમરાન ખેડાવાલાએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે બાદ તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સરકાર એલર્ટ, ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ બાદ CM રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી હતી. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ખેડાવાલા મુખ્યમંત્રીને મળવા ગયા હતા

ઈમરાન ખેડાવાલાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ફોન કરીને કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. એટલું જ નહીં હવે ખેડાવાલાને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. છેલ્લા 3 દિવસથી ઈમરાન ખેડાવાલાને તાવ આવતો હતો.

ઇમરાન ખેડાવાલા ઘણા લોકો અને અધિકારીઓને પણ મળ્યા હતા. બીજી ચોંકાવનારી બાબત છે કે, આ મુલાકાત બાદ આ તમામ ધારાસભ્યોએ પત્રકારો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી. 55 જેટલા પત્રકારો સાથે જ મુલાકાત કરી હતી. ત્યારે આ તમામ પત્રકારો તથા કેમેરામેનને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે,VTVના રિપોર્ટર તથા કેમરામેન આ ખેડાવાલાના રિપોર્ટ આવ્યા બાદ જાતે જ ક્વોરેન્ટાઇન થયાં છે.

તેઓ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને પણ મળ્યા હતા. આમ ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવનારા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત તમામને ક્વોરન્ટીન કરવા પડે તેવી સંભાવના છે. મુખ્યમંત્રીના અંગત સચિવને પણ મળ્યા હતા તો કેટલાક પત્રકારો તથા કેમરામેન પણ તેઓ મળ્યા હતા.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એ બેઠક પછી કોટ વિસ્તારમાં કરફ્યૂની જાહેરાત કરી હતી. આ ઇમરાન ખેડાવાલા એક હાઇપ્રોફાઇલ દર્દી બની ચર્ચામાં આવ્યા છે.

ઈમરાન ખેડાવાલાએ માસ્ક ન પહેર્યું હોવાથી અને મુખ્યમંત્રીની સાથેની મીટિંગ 15 મિનિટથી વધુ ચાલી હોય તો મીટિંગમાં હાજર તમામને સેલ્ફ ક્વોરન્ટીન થવું પડે. તેમજ સંપર્કમાં આવ્યાના પાંચમા દિવસથી 14માં દિવસની અંદર ટેસ્ટ કરાવવો જોઈએ.

ઇમરાન ખેડવાલાના ઘરે ગઈકાલે આવેલી ટીમે ટેસ્ટ કર્યો હતો. તેમને અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઇમરાન ખેડાવાલા લાંબી રાજકીય સફર કરીને કાઉન્સિલરમાંથી ધારાસભ્ય બનેલા કૉંગ્રેસના નેતા છે. 2010માં એમણે જમાલપુર વૉર્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કૉર્પોરેશનની ચૂંટણી જીતી હતી. જોકે, 2015માં ટિકિટને લઈને વિવાદ થયો અને એમણે કૉંગ્રેસથી છેડો ફાડી લીધો.

સ્થાનિક સ્તરે લોકપ્રિય એવા ઇમરાન ખેડાવાલાએ કૉર્પોરેશનની એ ચૂંટણી અપક્ષ તરીકે લડી હતી અને જીતી લીધી હતી. એ વખતે અપક્ષ ચૂંટણી જીતનારા તેઓ એક માત્ર મુસ્લિમ નેતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સત્તાધારી ભાજપે એમને બે સિવિક બૉડીમાં પણ સ્થાન આપ્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ એમણે એ વખતે પોતાની જીત પ્રતિબદ્ધ કાઉન્સિલર હોવાને કારણે અને કોઈ સાથે ભેદભાવ ન કરતા હોવાને કારણે થઈ એમ કહ્યું હતુ. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. 2017માં કૉંગ્રેસે શહેરી વિસ્તારની 18 પૈકી જે મહત્ત્વની બેઠક જીતી તે જમાલપુર-ખાડિયા વિધાનસભાની હતી. આ બેઠક કૉંગ્રેસે ચાર દાયકા પછી જીતી હતી.

જમાલપુર-ખાડિયાની બેઠક છેક 1980થી ભાજપનો ગઢ હતી. ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટની આ પરંપરાગત બેઠક ગણાવા લાગી હતી. 2011 સુધી તે ફક્ત ખાડિયા બેઠક ગણાતી હતી. પરંતુ 2012થી તે જમાલપુર-ખાડિયા બેઠક ગણાય છે.

હિંદુ અને મુસ્લિમ બેઉની સંખ્યા ધરાવતી આ બેઠક જીતી ધારાસભ્ય બનનાર ઇમરાન ખેડાવાલા પહેલા મુસ્લિમ નેતા છે.  કૉંગ્રેસના અજિત પટેલ 1972માં આ બેઠક જીતી એ પછી 2017 સુધી કૉંગ્રેસ પાર્ટી કદી આ બેઠક જીતી શકી નહોતી.

1975થી લઈને 2007 સુધી આ બેઠક પર ભાજપના દિવંગત નેતા અશોક ભટ્ટનું શાસન રહ્યું. અશોક ભટ્ટે 8 વાર આ વિધાનસભા બેઠક જીતી હતી. અશોક ભટ્ટ 1960ના દાયકાથી જનસંઘમાં સક્રિય હતા અને તેઓ ગુજરાત સરકારમાં આરોગ્ય તથા કાયદો અને ન્યાય વિભાગમાં મંત્રી પણ રહ્યા અને સ્પીકર પણ બન્યા હતા. 2010માં એમનું અવસાન થયું અને એ પછી 2011ની પેટાચૂંટણીમાં અને 2012ની ચૂંટણીમાં અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટનો વિજય થયો.

2017માં ઇમરાન ખેડાવાલાએ ભૂષણ ભટ્ટને હરાવી ભાજપ પાસેથી આ બેઠક આંચકી લીધી.

ઇમરાન ખેડાવાલા કૉંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અને હિમંતસિંહ પટેલ બેઉની નજીક ગણાય છે.

મુખ્ય પ્રધાનના સચિવ અશ્વિનીકુમારે મીડિયાને કહ્યું કે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોના વાઇરસનાના કેસો વધારે હોવાથી સમગ્ર વિસ્તારને કરફ્યૂ હેઠળ મૂકવાની ચર્ચા માટે જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્ય મંત્રી નિવાસસ્થાને બોલાવ્યા હતા.

એમણે કહ્યું કે, બે દિવસ અગાઉ સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતા ખેડાવાળાનું સૅમ્પલ સોમવારે લેવામાં આવેલું હતું અને તેનો રિપોર્ટ આવવાનો બાકી હતો. તેમણે રિપોર્ટ ન આવે ત્યાં સુધી અન્ય લોકોને મળવાનું ટાળવું જોઈતું હતું જે ન કરીને તેમણે ભૂલ કરી છે.

એમણે એમ પણ કહ્યું કે મિટિંગમાં ખેડાવાલા મુખ્ય મંત્રી વિજય રૂપાણીથી આશરે 15થી 20 ફૂટ જેટલા અંતરે બેઠા હતા અને તેઓ નજીકથી સંપર્કમાં આવ્યા નથી. તે છતાં મેડિકલ તજજ્ઞોની સલાહ અનુસાર આગળ કાર્યવાહી કરાશે.