[:gj]IAS અધિકારી ગૌરવ દહિયાના લગ્નની અંગત બાબતો 15 દિવસમાં બહાર આવશે[:]

[:gj]ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્ન બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદ અંગે તપાસ માટે ત્રણ IAS અધિકારીઓ સમેત પાંચ સભ્યોની તપાસ સમિતી નિમવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. જે 15 દિવસમાં અહેવાલ આપીને તેમના લગ્નનું સત્ય બહાર પાડશે.

તેમાં અધ્યક્ષા તરીકે અગ્ર સચિવ સુનયના તોમર રહેશે. તપાસ સમિતિના અન્ય સભ્યોમાં મમતા વર્મા- IAS, સોનલ મિશ્રા – IAS તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે નાયબ – સંયુકત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે. ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજરત હતા તે દરમ્યાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી 22 જુલાઇએ તેમની બદલી કરીને તેમને સંયુકત સચિવ (આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં મૂકેલા છે.

આરોગ્ય વિભાગના કમિશનર અને ગુજરાતના સિનિયર IAS અધિકારી ગૌરવ આર.દહિયાએ અંતે બીજા લગ્ન કર્યા હોવાનો આડકતરો સ્વીકાર કર્યો છે. દહિયાએ દિલ્હીની યુવતીથી પરેશાન થઈને ન્યાય મેળવવા માટે ગાંધીનગર પોલીસને અરજી કરી છે. IAS અધિકારીએ ૭મી જુનના રોજ કરેલી અરજી ગાંધીનગર સેકટર-૬ પોલીસ મથકમાં ૧૨મી જૂને પહોંચી હતી.

આરોગ્ય વિભાગના IAS અધિકારી ગૌરવ આર. દહિયાએ પોલીસમાં કરેલી અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે, ફેસબુકના માધ્યમથી દિલ્હીની મહિલા સાથે ૨૦૧૭ના ઓકટોબર માસમાં સંપર્કમાં આવ્યો હતો. બાદમાં દિલ્હી જવાનું થતું ત્યારે મહિલા સાથે મુલાકાત થતી હતી. દિલ્હીની શાંગ્રીલા હોટેલમાં મુલાકાત પણ કરી હતી. પોતે પરિણીત હોવાનું કહેવા છતાં તેણે રિલેશનશીપ બાંધવા દબાણ કર્યું હતું.

જાન્યુઆરી ૨૦૧૮માં સમજૂતીથી સંબંધ રાખ્યા હતા. મહિલાની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી મદદ કરી હતી. પરંતુ પછી મહિલાએ બ્લેકમેલ કરીને નાણાં પડાવવાના પ્રયાસ કર્યા હતા. જેથી સંંબંધોના અંત લાવવા લખાણો-કરાર કર્યા હતા. ગત તા.૨૩-૧-૨૦૧૯ના રોજ મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરીને ખોટા કેસમાં ફીટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેમજ દહિયા પર દબાણ કરીને તેની પત્નીથી છૂટાછેડા લેવડાવ્યા હતા. સોશિયલ મીડિયામાં ફોટા મુકી બદનામ કરતી હોવાની દહિયાએ આ મહિલા વિરુધ્ધ ગત તા.૨૨-૩-૨૦૧૯ના રોજ વાડજ પોલીસ મથકમાં લેખિત અરજી આપી હતી. તેમજ તા.૭-૨-૨૦૧૯ના રોજ મહિલા વિરુધ્ધ અરજી કરી હતી.

મહિલા ગેરવ્યાજબી માગણીઓ કરી મકાન લેવા માતબર રકમ માંગીને માનસિક ત્રાસ આપી રહી છે. બીજી તરફ મહિલાનો આક્ષેપ છે કે, સનદી અધિકારીએ તિરુપતિ બાલાજી મંદિરમાં લગ્ન કર્યા હતા. પોલીસ પાસે જાય તો ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી દહિયાએ આપી હતી.

ગુજરાત કેડરના વરિષ્ઠ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા પર દિલ્હીની એક મહિલા સાથે બીજા લગ્ન કરવાનો અને ફ્રોડ કર્યાનો આરોપ લાગ્યો છે. ત્યારે આ મામલે ગાંધીનગર પોલીસ હવે તપાસ કરશે. સાથે જ સીએમે તપાસ કમિટીની રચના કરી છે અને 15 દિવસથી લઇ 1 માસમાં અગ્રસચિવ સુનયના તોમર મામલાની તપાસ કરી રીપોર્ટ સોંપશે. તપાસ કમિટીમાં અન્ય બે મહિલા અધિકારીઓ સોનલ મિશ્રા અને મમતા વર્મા સહિત પાંચ સભ્યોનો સમાવેશ થાય છેઅધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસે મહિલાની ફરિયાદને ગાંધીનગરમાં પોતાના સમકક્ષો સમક્ષ તપાસ માટે મોકલી છે.

ફાઈલ ચિત્ર
દહિયાએ પોતાના બચાવમાં કહ્યું કે તેઓ મોહપાશમાં ફસાઈ ગયાં હતાં અને તેમને બ્લેકમેલ કરવામાં આવ્યાં છે. ગાંધીનગર પોલીસ અધિક્ષક મયૂર ચાવડાએ કહ્યું કે બંન્ને ફરિયાદીઓના મામલાઓની તપાસ કરવામાં આવશે.

દહિયા 2010 બેચના આઈએએસ અધિકારી છે. મહિલાએ દાવો કર્યો છે કે દહિયાએ વિવાહિત હોવા છતાં પણ તેને અંધારામાં રાખીને ફેબ્રુઆરી 2018માં તેની સાથે લગ્ન કરી લીધાં.લગ્ન કર્યા બાદ મહિલાને IAS અધિકારી પહેલાથી જ પરણિત હોવાની જાણકારી મળી. આ કેસમાં દહિયાની પહેલી પત્નીએ પણ ગૌરવ વિરુદ્ધ કોઇ મામલે ફરિયાદ નોંધાવેલી હોવાનું બહાર આવ્યું છે.સૂત્રોના હવાલે ખબર બહાર આવી રહ્યાં છે કે મુખ્યપ્રધાન રુપાણીએ આ મામલાનો રીપોર્ટ માગ્યો છે અને તથ્ય જણાયે ગૌરવ દહીયાને સસ્પેન્ડ કરવા અંગે વિચારણા પણ કરવામાં આવી શકે છે. તપાસ સમિતિના અન્ય સભ્યોમાં મમતા વર્મા- IAS, સોનલ મિશ્રા – IAS તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે નાયબ – સંયુકત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે
ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરુદ્ધ લગ્ન બાબતમાં છેતરપિંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદ અંગે તલસ્પર્શી તપાસ થશે. ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજરત હતા તે દરમિયાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તા. રર જુલાઇએ તેમની બદલી કરીને સંયુકત સચિવ (આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં મૂકેલાં છે

ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા અને દિલ્હીની મહિલા લીનુ સિંહ વચ્ચેના સંબંધોના મામલે મુખ્યમંત્રી રૂપાણી ત્રણ મહિલા IAS સહિત પાંચ અધિકારીઓની સમિતિની રચના કરી છે. આ સમિતિને મુખ્યમંત્રીએ તાકીદે તપાસ કરીને અહેવાલ રજૂ કરવા માટે સૂચના આપી છે. તે અનુસાર વાહનવ્યવહાર વિભાગના અગ્રસચિવ સુનયના તોમરને આ સમિતિના અધ્યક્ષ બનાવાયાં છે. આ ઉપરાંત ઉદ્યોગ કમિશ્નર મમતા વર્મા તથા ટ્રાન્સપોર્ટ કમિશનર સોનલ મિશ્રા તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુક્ત સચિવ દેવી પંડ્યા તથા સભ્ય સચિવ તરીકે નાયબ, સંયુક્ત અથવા અધિક સચિવકક્ષાના મહિલા અધિકારી રહેશે. દરમ્યાન લીનુ સિંહે ગૌરવ દહિયાએ કરેલાં વ્હોટ્સેપ્પ મેસેજના સ્ક્રીન શોટ્સ જાહેર કર્યાં છે અને તેમાં દહિયાએ પોતે ખોટું કર્યું હોવાની કબૂલાત કરી જણાવ્યું કે પોતે તે મહિલાને અને દીકરીને ખૂબ પ્રેમ કરે છે પણ પરિસ્થિતિના હાથે મજબૂર છે. મહિલાએ કહ્યું હતું કે એક મહિના પહેલાં મોબાઇલ પર આ ચેટ થઈ હતી. દહિયાએ ફેબ્રુઆરી અને જૂનમાં મહિલા સામે ફરિયાદ કરી હતી.

વૉટ્સએપ ચેટ: મહિલાએ કહ્યું, ઓફિસવાળાને આ બધું બકજે

દહિયા- હું ખુબ દિલગીર છું, તું જાણે છે, હું દીલના ઊંડાણથી તારી માફી માંગુ છું. પણ તને જાણ કરું છું કે હું બધું સંભાળી લઇશ. મને તક આપ. તને નથી ખબર કે તે મારા માટે કેટલું અઘરું છે. આઇ એમ સોરી.
એ પછી દહિયા એક પિક્ચર મેસેજ મોકલે છે જેમાં લખેલું છે કે,
જ્યારે બીજું કોઇ આપણી ટીકા કરે ક્યારે આપણે તેમના મંતવ્યને નકારી દઇ શકીએ છીએ. પણ જ્યારે આપણે આપણી જાતની જ ટીકા કરીએ ત્યારે આપણું મન તે ટીકાને સ્વીકારે છે. આપણે પોતાને આપણી જાત પર કરેલી ટીકાથી ક્યારેય બચાવી શકતાં નથી. જ્યારે તમે જાતને પોતાના અંગે કશું કહો છો તો તેની કાળજી લો.
ત્યાર પછી દહિયા લખે છે…
પણ હું તને કહું, કે હું તને ક્યારેય છોડીશ નહીં. હું મારી જવાબદારી નિભાવી રહ્યો છું અને મારા જીવનમાં હું બધું જ નિભાવતો રહ્યો છું.
તું મને સજા અપાવી શકે છે. પણ તે છતાં હું તને અને મારી દીકરીને પ્રેમ કરું છું. તું જાણે છે કે હું તમારા બન્ને માટે મરી પણ શકું. પણ પરિસ્થિતિને હાથે લાચાર છું. તે છતાં હું મારાથી બનતાં ઉત્તમ પ્રયત્ન કરીશે. મને ખબર છે તારી સાથે ખૂબ ખરાબ થયું છે.
પછી દહિયાએ સતત વૉટ્સએપ કોલ કર્યાં પણ મહિલાએ ઉઠાવ્યાં નહીં એટલે ફરી મેસેજ કર્યો.
પ્લીઝ યાર, સમજવાનો પ્રયત્ન કર. કોઇની સાથે વાત કરી લે. હું દરેક બાબત માટે માફી માગું છું. હું જાણું છું કે હું ખોટો છું.
ત્યારપછી મહિલાએ જવાબમાં મેસેજ કર્યો કે…
ઓફિસવાળાને આ બધું બકજે. એક સેકન્ડ પણ રહી શકતો નહતો ને?… હવે તું જોજે.

ફરિયાદો બાદ દહિયાને નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર પદેથી દૂર કરાયા હતા
2010ની બેચના ગુજરાતના સનદી અધિકારી ગૌરવ દહિયા સામેના કેસમાં તપાસ કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રણ આઇએએસ અધિકારી સહિત પાંચ મહિલા અધિકારીઓની સમિતિ બનાવી છે. ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના ગુજરાત ખાતેના ડાયરેક્ટર હતા પણ 22 જુલાઈએ તેમની બદલી કરાઈ હતી. બદલી પાછળનું કારણ સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમના વિરુદ્ધ મળેલી ફરિયાદોને કારણે તેમને હટાવી દેવાયાં હતાં. દહિયા સામે વિવિધ સ્તરેથી વ્યાપક ફરિયાદો થઈ હતી.

જયંતી રવિને અનેક મહિલા સ્ટાફે દહિયા વિરુદ્ધ ફરિયાદ કરી હતી
દહિયા જ્યારે આરોગ્ય વિભાગમાં હતા ત્યારે તેમણે અનેક મહિલાઓનું શોષણ કર્યું હોવાની ફરિયાદ ઉઠી હતી. તેમાંની એક મહિલાએ દહિયાના ઉપરી અને રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિને ફરિયાદ કરતાં રવિએ તે મહિલાને રક્ષણ આપ્યું હતું.

દહિયાનો કિસ્સો વિધાનસભામાં ગાજ્યો
કોંગ્રેસી ધારાસભ્યએ વિધાનસભામાં દહિયાના કિસ્સાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સરકારને આઇએએસ વિરુદ્ધ સમિતિ બનાવવી પડી છે. એક વિધેયકમાં સરકારે કલેક્ટર પાસે કામનું ભારણ હોવા પાછળના કારણો દર્શાવ્યાં હતાં તેમાં અધિકારીઓ મહિલાઓ સાથે સંબંધોમાં વ્યસ્ત હોવાનું કારણ ઉમેરવું જોઇએ તેવું પણ ઠુંમરે કહ્યું હતું.

આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા IAS ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણ મામલે અંતે તંત્ર હરકતમાં આવ્યું છે. IAS ગૌરવ દહિયા મામલે સરકારે સુનૈના તોમરની અધ્યક્ષતામાં તપાસ સમિતિ બનાવાઈ છે. જેમાં 5 મહિલા IAS અધિકારીનો પણ સમાવેશ કરાયો છે. સમિતિમાં સોનલ મિશ્રા, મમતા વર્મા સહિતના અધિકારીઓ છે. બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુક્ત સચિવ દેવીબહેન પંડ્યા અને સભ્ય સચિવ તરીકે નાયબ–સંયુક્ત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે. જે 15 દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે. રિપોર્ટના આધારે આગળની તપાસ કરાશે. ઉલ્લેખનીય છે કે, ગૌરવ દહિયા વિવાદમાં ફસાતા રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તેમની બદલી કરીને સંયુક્ત સચિવ આયોજન સામાન્ય વહીવટ વિભાગમાં મુકી દીધા છે.IAS અધિકારી ગૌરવ દહિયાના કથિત પ્રેમ પ્રકરણની ચર્ચાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. IAS ઓફિસર ગૌરવ દહિયા દિલ્લીની મહિલા બ્લેકમેલ કરતી હોવાની પોલીસ અરજી આપી છે. દહિયાનો દાવો છે કે મહિલા સાથે તેની મુલાકાત વર્ષ 2017માં ફેસુબકના માધ્યમથી થઈ હતી ત્યારબાદ બંને દિલ્હીની શાગીલા હોટલમાં મળ્યા હતા. પોતે પરિણીત હોવા છતાં મહિલાએ સંબંધ રાખવા દબાણ કર્યું હતું. ગૌરવ દહિયાનો આક્ષેપ છે કે મહિલાએ તેને બ્લેકમેલ કરી અને તેમના ફોટા મોર્ફ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.
ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયા પર દિલ્હીની મહિલાએ છેતરપિંડી અને શારીરિક શોષણની ફરિયાદ કરી હોવાનો મામલે ચર્ચાના ચકડોળે ચડ્યો છે. હવે આ મામલે એક સનનાટીપૂર્ણ ખુલાસો થયો છે. આ ખુલાસો ગૌરવ દહિયાની પત્ની ગણાવતી મહિલા મામલે હાથ ધરવામાં આવેલી પોલીસ તપાસમાં થયો છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો પ્રમાણે IAS ગૌરવ દહીયા સામે ફરિયાદ નોંધાવનાર પીડિત મહિલા અમદાવાદ ખાતેના આશ્રમ રોડ પર આવેલી સ્ટાર હોટલમાં રોકાઈ હતી. મહિલા અહીં એક દિવસ રોકાઈ હતી. મહિલા 6 ફેબ્રુઆરી મહિનામાં આ હોટલમાં રોકાઈ હતી. આ રોકાણ દરમિયાન પીડિતાએ પોલીસ કંટ્રોલમાં એક મેસેજ કર્યો હતો.

મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું હતું કે, કેટલાક લોકો રૂમમાં ઘૂસી હેરાન કરે રહ્યાં છે. પીડિતાએ 6 ફેબ્રુઆરીએ કંટ્રોલરૂમમાં મેસેજ કર્યો હતો.

ત્યાર બાદ પીડિત મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં ફરજ બજાવતા IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂદ્ધ રજૂઆત કરી હતી. મહિલાએ વાડજ પોલીસને દહિયા પોતાનો પતિ હોવાનુ અને સાથે રાખતો ન હોવાની રજુઆત કરી હતી. ત્યાર બાદ મહિલાએ દિલ્હી જઈને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીએ હતી. જવાબમાં ગૌરવ દહિયાએ 11 ફેબ્રુઆરી 2019 એ પોસ્ટ દ્વારા અરજી મોકલી હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા અને તેમની કથિત બીજી પત્ની લીનુ સિંહે સામસામે ફરિયાદો કરતા વિવાદ સર્જાયો છે. મહિલાએ દહિયા વિરુદ્ધ કરેલી ફરિયાદમાં દાવો કર્યો હતો કે, દહિયાએ સોફ્ટ ડ્રિંક પીવડાવી વીડિયો બનાવીને બળજબરીથી લગ્ન કર્યા હતા. તો દહિયાએ વળતી ફરિયાદમાં મહિલા સામે આત્મહત્યાની ધમકી આપીને સંબંધ બાંધવાનો આક્ષેપ કર્યો હતો. [:]