ગાંધીનગર, 11 જાન્યુઆરી 2020
સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટની નજીક આવેલી 17 લાખ ચોરસ મીટર સરકારી જમીનનું 20 હજાર કરોડનું કૌભાંડ બહાર આવતાં ગાંધીનગરના મહેસુલ અને શહેરી વિકાસ વિભાગમાં તપાસનો દૌર શરૂ થયો છે. આ કૌભાંડમાં ભાજપના એક નેતાની સંડોવણી બહાર આવશે તો ધરતીકંપ થઈ શકે છે.
સુરતના આભવા ગામની 20 હજાર કરોડ રૂપિયાની જમીનમાં મામલતદારે નવાબના 45 વારસદારોનાં નામો દાખલ કરી દીધા હતા. સુરત જિલ્લા કલેક્ટરે હુકમ રિવિઝનમાં લઈને તમામ નામો રદ કરી આ જમીન સરકાર હસ્તક દાખલ કરી લીધી છે. જેના ગુજરાતની બિલ્ડર લોબીમાં પડેલા છે. કારણ કે તેમાં ભાજપના એક નેતાનું હીત સમાયેલું છે. સામા પક્ષના બિલ્ટરો આ જમીનમાં ભારે નુકસાન કરી રહ્યાં છે. ભાજપના આ નેતા અને બિલ્ડર લોબી સામ સામે આવી ગયા છે.
આભવા ગામની રેવન્યુ સર્વે નંબર 505ની 10 લાખ ચોરસમીટર જમીન તથા રેવન્યુ સર્વે નંબર 507ની 7 લાખ ચોરસમીટર જમીન છે. જેની બજાર કિંમત 20 હજાર કરોડ રૂપિયાની થાય છે. એ સરકારી માલિકીની છે. આ જમીન પચાવવા માટે એક કૌભાંડ થયું હતું.
અગાઉ સરકારે સંપાદન કર્યું હતું. સુરતના નવા એરપોર્ટ નજીકની જમીન છે. તેથી અહીં એરપોર્ટ બન્યા બાદ જમીનના ભાવ 10 ગણા વધી ગયા છે. આભવા – ખજોદ વિસ્તારમાં ઝડપથી બિલ્ડીંગો બની રહ્યાં છે. હવે ગુજરાત સરકાર અહીં ટીપી અને ડીપી માટે રીવાઈઝ પ્લાન બનાવી રહી છે. ત્યારે 20 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દફાશ ગુજરાત સરકારને હચમચાવી રહ્યો છે.
નજીકમાં જ હીરાબુર્સ બની રહ્યું છે. તેથી 3 – 4 વર્ષથી ભાવ ઊંચા ગયા છે. તેથી વિજય રૂપાણીની સરકાર આ કૌભાંડ બાબતે જો જાહેરમાં સ્પષ્ટતા નહીં કરે તો તેના છાંટા ભાજપના એ નેતાને ઉડી શકે છે.
નવાબ નુરૂદ્દીન હુસેનખાન વલ્દ હુસેનુદ્દીન હુસેન ખાનના વારસદારોએ 2014માં જમીનમાં તેમનાં નામો દાખલ કરવા માટેની વારસાઈની અરજી કરી હતી. આ જમીન 1820ની સાલમાં તેમના પૂર્વજોને ખાનગી ઇનામ ક્લાસ-2 તરીકે આપવામાં આવી હતી. જેથી આ જમીનના વારસદાર તરીકે તેમનાં નામ દાખલ કરવામાં આવે.
સુરત શહેરનો ઈતિહાસ ઈસ 300 વર્ષનો છે. 1500-1520 એડીના સમયમાં શહેરનું મૂળ, જૂના હિન્દુ શહેર સૂર્યપૂર છે. જેને પછી તાપી નદીના કિનારે ભૃગુ અને સૌવીરાના રાજા દ્વારા વસાહતો સ્થાપવામાં આવી હતી. 1759માં, બ્રિટિશ શાસકોએ મુગલો પાસેથી આ શહેરની સત્તા પડાવી લીધી હતી. જે 20મી સદીની શરુઆત સુધી ચાલ્યું. આ શહેર તાપી નદીના કિનારે વસેલું છે. અરબ સાગરની સાથે જોડાયેલ 6 કિમી લાંબો તટપ્રદેશ ધરાવે છે.
14 જાન્યુઆરી 2014માં સીટી મામલતદાર કચેરીમાં 3924 નંબરની વારસાઈની નોંધ પડી હતી. જેની સામે વાંધો આવતાં તકરારી કેસ તરીકે એની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ મામલતદાર દ્વારા 25 જૂન 2014માં વારસાઈની નોંધ નામંજૂર કરવામાં આવી હતી. ત્યાર બાદ વારસદારો દ્વારા સીટી પ્રાંત કચેરીમાં મામલતદારના હુકમથી નારાજ થઈને આરટીએસ અપીલ દાખલ કરાઇ હતી.
ગુજરાતના સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આભવા ગામ છે. મુખ્યત્વે કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. ડાંગર, તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે.
આભવા ગામને સુરત મહાનગરપાલિકામાં ભાજપે સમાવ્યાને 12 વર્ષ થયા છે. ટીપી સ્કીમ નં-75 વેસુ-આભવા-મગદલ્લાની છે. 7 વર્ષ પહેલા ટીપી મંજૂર થઈ હતી.