ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2021
7 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકાનો એકસાઇઝ વેરામાં વધારો કેન્દ્ર સરકારે ઝીંકી મધ્યમ વર્ગનું જીવન ખોરવી નાંખ્યું છે. દેશમાં સતત 16 દિવસથી પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા અને એલ.પી.જી. સીલીન્ડરમાં ભાવમાં લુંટ ચલાવવામાં આવી રહી છે.
ગેસનું સીલીંડર રૂપિયા 800નું
ફેબ્રુઆરી મહીનામાં જ 4 વખત એલ.પી.જી. સીલીન્ડરમાં ભાવ વધારો ઝીંકતા કીંમત 801 થઈ થઈ છે. સીલીન્ડરની કીંમતમાં રાહત આપતી સબસીડી બંધ કરી અને અસહ્ય ભાવ વધારાની ઉઘાડી લુટનો ભોગ મધ્યમવર્ગ બન્યો છે. છેલ્લા 3 મહિનામાં એલ.પી.જી. સીલીન્ડરની કીંમતમાં 200 રૂપિયા વધારો કરી ભાજપ સરકારે ગુજરાતની પ્રજાના કરોડો રૂપિયા લૂંટી તિજોરી ભેગા કરી દીધા છે.
દરેક વ્યક્તિ પાસેથી 40 હજારની લૂંટ
દેશની જનતાના 21 લાખ કરોડ વધારાના લઈ લેવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ પાસેથી વધારાના રૂપિયા 16153 લઈ લેવામાં આવ્યા છે. વિશ્વમાં ભાવ ઘટ્યા છે તે પ્રમાણે લોકોને દરેકને રૂપિયા 20 હજારનો ફાયદો થવો જોઈતો હતો. આમ કુલ રૂપિયા 36થી 40 હજાર 7 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકો પાસેથી વસૂલ કર્યા છે.
ગુજરાતની પ્રજા વેટના 1200 કરોડ ચૂકવે છે
ગુજરાત સરકાર દર મહિને 1200 કરોડ રૂપિયા વેટ પેટે વસૂલ કરી રહી છે. ગુજરાતમાં પેટ્રોલનો લીટરનો ભાવ 88 રૂપિયા ડીઝલનો લીટરની કિંમત રૂપિયા 87 થઈ ગઈ છે.
ગુજરાતમાં દરેકે 7 વર્ષમાં 45 હજાર ચૂકવ્યા
ગુજરાતમાંથી વધારાના રૂપિયા 1.05 લાખ કરોડ વસૂલ કરેલા છે. 1.20 લાખ કરોડનો ખરેખર તો 2014ના ભાવમાં ફાયદો મળવો જોઈતો હતો. આમ ગુજરાતમાંથી 2.25 લાખ કરોડની ભાવ વધારાની લૂંટ વડાપ્રધાને કરી છે. ગુજરાતના દરેક વ્યક્તિ પાસેથી 7 વર્ષમાં કુલ રૂપિયા 34થી 45 હજાર ખેંખેરી લેવામાં આવ્યા છે.
મોદીએ GSPCને 25 હજાર કરોમાં ડૂબાડી
ઉપરાંત ગુજરાત પેટ્રોલીયમ કંપની GSPCને 24882 કરોડ રૂપિયાના કરજમાં નરેન્દ્ર મોદીએ ડૂબેલી હતી. તેને ONGCને પધરાવી દઈને દેશની સમૃદ્ધ કંપની ONGCને બરબાદ કરી દીધી છે. જેનો હિસાબ ગુજરાતની પ્રજાને આપ્યો નથી. ગુજરાતમાંથી તેલના કુવા, ભારતના ગોદાવરી તેલના કુલા અને વિદેશમાં તેલના કુવામાંથા અબજો રૂપિયાનું તેલ મળ્યું હોવાની મોદીએ જાહેરાત કરી હતી. તે તેલના કુવામાંથી એક ટીંપું તેલ નિકળ્યું નથી. તેલનો હિસાબ મોદીએ ગુજરાતની પ્રજાને આપ્યો નથી. રૂપિયા 25 હજાર કરોડનો ભ્રષ્ટાચાર મોદીએ ગુજરાતમાં રહીને કરાવ્યો હતો.
લુંટની સચ્ચાઈ
ભાવ 42 ટકા ઘટ્યો, ભાવ 26 ટકા વધારી દીધો
26 મે, 2014ના રોજ 108.05 ડોલર પ્રતિ બેરલ હતું. જે 19 ફેબ્રુઆરી, 2021માં કાચા તેલની કિંમત 63.65 અમેરિકી ડોલર જેટલું નીચે આવી ગયું હતું. તેમ છતાં 27 ફેબ્રુઆરી 2021માં આજે પેટ્રોલ રૂપિયા 102થી 88.19 પ્રતિ લીટર થઈ ગયેલું છે. કાચા તેલમાં 42 ટકા જેવો ભાવ ઘટાડો થયો છતાં પેટ્રોલમાં 26% જેટલો વધારો કરાયો છે.
100 રૂપિયે પ્રેટ્રોલ
19 ફેબ્રુઆરી, 2021ના રોજ કાચા તેલની કિંમત પ્રમાણે દેશમાં પેટ્રોલની કિંમત 32.72 પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 33.46 રૂપિયા પ્રતિ લીટર હોવી જોઈએ તેમ છતાં કે ભાજપા સરકાર પેટ્રોલ 88-102 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 87-95 રૂપિયા પ્રતિ લીટર વસૂલ કરી રહી છે.
820 ટકા વેરો
ભાજપા સરકારે ડીઝલ પર 820 ટકા એકસાઈઝ ડ્યુટી અને પેટ્રોલ પર 258 ટકા એકસાઈઝ ડ્યુટી વધારીને લગાવી ભારતના નાગરિકો પાસેથી લુંટ ચલાવી છે.
આ વર્ષે 3.50 લાખ કરોડ ઉઘરાવ્યા
મે 2014થી જાન્યુઆરી 2021 સુધી સતત પેટ્રોલ – ડીઝલ પર ટેક્ષ લગાવીને 21.50 લાખ કરોડ રૂપિયા કમાઈ લીધા છે. વર્ષ 2020-21માં પેટ્રોલ-ડીઝલ પર ટેક્ષ લગાવીને 3,46,100 કરોડ રૂપિયા ખંખેરી લીધા છે. ત્યારે દેશના નાગરિકો જાણવા માંગે છે આ રૂપિયા ક્યાં ગયા ?
ભારતમાં ઉત્પાદન ઘટી ગયુ
ભાજપા સરકારના 6 વર્ષના કાર્યકાળમાં ભારતમાં કાચા તેલનું ઉત્પાદન 53.66 હજાર મેટ્રિક ટન ઘટી ગયું છે. આવું કોને ફાયદો કરાવવા માટે કરવામાં આવ્યું છે ?
ભારતના તેલનો વપરાશ ઘટી ગયો
કોંગ્રેસના મનમોહન સિંહના શાસન દરમ્યાન ભારતના કાચા તેલનો વપરાશ કુલ કાચા તેલના વપરાશ 23.4 ટકા જેટલો હતો. ભાજપા સરકારના શાસનમાં ઘટીને 15.8 ટકા જેટલો થઈ ગયો છે. 18 વર્ષના સૌથી નીચે ક્રમાંકમાં આવી ગયો છે. ભાજપા સરકાર તેના કારણ દર્શાવે કે કેમ આ વપરાશ ઘટ્યો.
ONGCનું બજેટ ઘટાડી દીધું
ભાજપ સરકાર ONGCને આપવામાં આવતા બજેટમાં ઘટાડો કરી નાખ્યો છે. વર્ષ 2020માં ONGCનું અંદાજપત્ર રૂપિયા 32501 કરોડ હતું. વર્ષ 2021માં 29800 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યા છે. જેનું સંચાલન ગુજરાત ભાજપના નેતા અને ભાજપના ખજાનચી કરી રહ્યા છે.
નવા તેલ કુવા શોધવાનું બંધ
સાથોસાથ તેલના કુવાની શોધ માટે 2014માં રૂપિયા 11687 કરોડ ખર્ચીને શોધવામાં આવતું હતું. તે ઘટાડીને રૂપિયા 4330 કરોડ જેટલું કરી દેવામાં આવ્યું છે.
કોંગ્રેસના માંગણી
ઉપરની વિગતો જણાવીને કોંગ્રેસે માંગણી કરી છે કે, પેટ્રોલ, ડીઝલ બાદ એલ.પી.જી. સીલીન્ડરમાં ઉઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે. તેવી કોંગ્રેસપક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી માંગ કરે છે.