ગાંધીનગર, 16 જૂલાઈ 2020
ગુજરાતના કચ્છમાં આશાપુરા પાસે માતાના મઢ વિસ્તારમાં દુનિયાનું એકમાત્ર સ્થળ ખનીજ jarosite ધરાવતી ખાણ મળી છે. જમીન મંગળ ગ્રહ જેવી છે. નાસા સંશોધન કરશે. જે બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ છે. 7.2 કરોડ વર્ષ પહેલાં અહીં જેરોસાઇટ બન્યું હોવાનું માનવામાં આવે છે.
નાસા કે ઇસરોના મંગળ મિશન માટે રોવર લેન્ડિંગ માટે અહીં અભ્યાસ થશે. નાસાના વિજ્ઞાનીઓ કચ્છ આવેલા હતા. ગુજરાતમાં અહીં આવેલી છે મંગળ ગ્રહ જેવી જ ધરતી છે.
આઈ.ટી ખડગપુર, સ્પેશ એપ્લિકેશન રિસર્ચ સેન્ટર, અમદાવાદ (ઈસરો) અને નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે. આ સંશોધનથી તેઓ મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અંગે જાણશે. વાતાવરણમાં ફેરફાર કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા હતા, તે જાણી શકશે. તેના સંશોધન માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
લખપતમાં ખનિજ ખજાનો પહેલાથી જ છે. પાનધ્રો, ઉમરસર, માતાના મઢમાં ઉચ્ચ ગુણવત્તાનો લિગ્નાઈટ મળી રહ્યો છે. લખપતમાં ક્રૂડ ઓઈલ અને બોક્સાઈટ પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે. હવે કચ્છમાં જેરોસાઈટ અંગે મળતી વિગતો મુજબ આ દુર્લભ પદાર્થનું અત્યંત વિષમ વાતાવરણમાં સર્જન થાય છે. જેરોસાઈટ ખનિજ મંગળ ગ્રહ પર હોવાનું 2004માં ઈસરોએ જણાવ્યું હતું.
મિની મંગળ વિક્સાવી શકાય
જેરોસાઈટ લાલ રંગનું હોવાથી આ વિસ્તારની જમીન લાલ રંગની જોવા મળે છે. અહીં મંગળ ગ્રહની સપાટી જેવું ચિત્ર ઊભું થાય છે. આ વિસ્તારને મિની મંગળ તરીકે જાહેર કરી પ્રવાસન થઈ શકે તેમ છે. છતાં ગુજરાત સરકારે કોઈ રસ લીધો નથી.
ખડકો પણ મળી આવ્યા છે.
અમેરિકાના વિજ્ઞાનીઓએ સ્વીકાર્યું છે. માતાનામઢ મંગળ ગ્રહની સિકલ જેવું હાઈડ્રોસ સલ્ફેટ ઓફ પોટેશિયમ અને લોહતત્વના ઘટકોથી જેરોસાઇટ બને છે. સેન્ટ લુઈસ સ્થિત વોશિંગટન યુનિવર્સીટીના વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, માતાનામઢ એ મંગળ ગ્રહની બેસ્ટ મિનરોલોજી એનાલોગ છે. સલ્ફેટ્સ મિશ્રિત ક્ષારનો એક ભાગ, સપાટી પર, તે ઝડપથી આયર્ન હાઇડ્રોક્સાઇડ્સ (ગોથાઇટ, લિમોનાઇટ) માં સ્થાનાંતરિત થાય છે, કેટલીકવાર સલ્ફેટ સંયોજનો (જેરોસાઇટ)માં છે. આ શરતો હેઠળ, પાયરિટ સ્ફટિકો સામાન્ય રીતે સંપૂર્ણપણે લિમોનાઈટ દ્વારા બદલવામાં આવે છે, ઘણીવાર તેમનો આકાર (સ્યુડોમોર્ફોસિસ) સાચવે છે.
કચ્છ યુનિવર્સીટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડો.મહેશ ઠક્કરે જણાવ્યું કે, નાસાના છ વૈજ્ઞાનિકો સંશોધનને લઈને કચ્છ આવીને ગયા છે. જોકે મંગળ ગ્રહ પર રોવરે લીધેલી ઇમેજને નાસાએ માતાનામઢ ખાતે તેઓએ કરેલું ઈમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું. હવે અનેક સંશોધકો કચ્છમાં આવી રહ્યા છે.
માતાનામઢ મંગળ ગ્રહની સિકલ જેવું હાઈડ્રોસ સલ્ફેટ ઓફ પોટેશિયમ અને લોહતત્વના ઘટકોથી જેરોસાઇટ બને છે. સેન્ટ લુઈસ સ્થિત વોશિંગટન યુનિવર્સીટીના વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, માતાનામઢ એ મંગળ ગ્રહની બેસ્ટ મિનરોલોજી એનાલોગ છે.