Jayesh Patel of Milk City Anand extracts milk by listening to music to the H.F. cow
ગાંધીનગર, 18 માર્ચ 2021
આણંદના બોરસદ તાલુકાના ઝારોલા ગામના 50 વર્ષની ઉંમરના પશુપાલક અને ખેડૂત જયેશભાઈ શંભુભાઈ પટેલને પશુપાલનના વિજ્ઞાની માનવામાં આવે છે. તેઓ પશુને લગતી દરેક બાબતને વિજ્ઞાનની દ્રષ્ટિથી જૂએ છે. 12 ધોરણનો અભ્યાસ કરેલા જયેશભાઈ આજે પશુપાલકો અને વિજ્ઞાનીઓને ભણાવવા જાય છે. 17 વર્ષથી તેઓ એચ.એફ. ઓલાદની ગાય રાખીને દૂધનો ધંધો કરે છે. સાથે ખેતી પણ કરે છે.
તેમણે પોતાની 15 ગાય પર સંગીતના પ્રયોગો કર્યા છે. તેઓ ગાયને દોહતી વખતે સંગિત સંભળાવે છે. તેનાથી તેમને દૂધમાં કોઈ વધારે ઉત્પાદન મળતું નથી. પણ ગાય જ્યારે સંગીત સાંભળે છે ત્યારે તેનામા એન્ટીબોડી ટ્રેસ સાવ રહેતું નથી. મુક્ત મને તે દૂધ આપે છે. 24 કલાકમાં 240થી 260 લિટર દૂધ આપે છે.
સંગીતથી ગાય ન્યુટ્રલ થાય
સંગીત ચાલતું હોય ત્યારે બ્લડસર્ક્યુલેશનમાં ફાયદો કરે છે. દૂધ દોહતી વખતે ન્યુટ્રલ થઈ જાય છે. ગાયને આનંદ મળે છે. એન્ટીબોડી લોસ અટકે છે. બળજબરી નહીં પણ તે દિલથી દૂધ આપે છે. સાયકલ અગલ થાય છે અને ગાયને સેટઅપ ચેઈન્જ મળે છે.
બ્રિડ બનાવે છે
તેમણે 15 ગાય રાખી છે. જેનું અગલ યુનિટ બનાવીને પશુપાલન એક ધંધા તરીકે વિકસાવેલું છે. બ્રિડ ડેવલપ કરે છે. વર્ષે 5-6 ગાય તૈયાર કરીને વેચે છે.
હવામાન ફેર થાય ત્યારે દૂધ ઘટે
ક્લાઈમેટ ઈફેક્ટના કારણે દૂધનું ઉત્પાદન ઘટે છે. ભેજનું પ્રમાણ હોય કે ભેજ ન હોય ત્યારે દૂધના ઉત્પાદનમાં વધઘટ થાય છે. ભેજથી દૂધમાં પાણી વધું આવે છે.
કાળજી
પ્રોટીન માટે ગાયોને આમળાનો પાઉડર આપે છે. તેથી એનર્જી વધે છે. વજન ઘટીન જાય ઉત્પાદન વધે છે. કલ્ચર આપે છે. જે એસીડીડીના બેક્ટેરિયાને વધવા ન દે. બેક્ટેરિયા મિથેન વધારવા માટે કામ કરે છે. તેથી વાગોળ વધારે કરે છે. ગાયના શરીરમાં પાણી વધી જાય ત્યારે સીંધાલુ મીઠું આપીને પેશાબ વધારે છે. પેટના બેક્ટેરિયા ઉપર આવતા રહે તો ઝાડા થઈ જાય છે. ગાયો માટે ફૂવારા રાખે છે. ગાયને બેસવા માટે ડ્રાય બેડ બનાવે છે. ગરમીમાં કુલીંગ પંખા રાખે છે. બાઉલના ઉપયોગ દ્વારા ગાયને 24 કલાક તાજુ પાણી આપે છે. બચ્ચાના ઉછેર માટે પાંજરાનો ઉપયોગ કરે છે.
સ્થાનિક દૂધ વેચે છે
આખું વર્ષ સ્થાનિક લોકોને દૂધ વેચે છે. ગામના લોકો 45 રૂપિયે લિટર લઈ જાય છે. વર્ષે
18થી 19 લાખ રૂપિયાનું પેદા થાય છે. તેમાં ખર્ચ કેટલું થાય છે તે અંગે તેઓ સ્પષ્ટતા કરતાં નથી. પણ લેબરમાં સૌથી વધું ખર્ચ થાય છે. જેટલી જાત મહેનત એટલો ફાયદો થાય છે.
જાતે દાણ વનાવે
જાતે દાણ બનાવે છે. પોતાની ગાય કેટલો લીલો સુકો ચારો ખાય છે તેના આધારે દાણ બનાવે છે. બહારના દાણમાં તેમને ભરોસો નથી. પોતાના ગાયને કેટલાં તત્વોની જરૂર છે તે તેના માલિકને હોય છે. બધા ખવડાવે એ રીતે દાણ ખવડાવે તો તે ગાય માટે બરાબર નથી. ગાયને શું જોઈએ છે તે તેના માલિકને જ ખબર હોય છે. હાઈડ્રોપોનિક પદ્ધતિએ મકાઈના લીલા ચારાનો ખોરાક બનાવે છે. ગાયને અનાજ દળવા માટે ઘંટી રાખે છે.
વર્ષે 6 ગાય વેચે છે
5-6 ગાય દર વર્ષે વેચે છે. જાતે બ્રિડ ડેવલપ કરે છે. તેનાથી નવી જનરેશન તેના યુનિટમાં આવતી રહે છે. નવી જનરેશન આવવાથી દૂધનું ઉત્પાદન વધે છે.
નવી જનરેશનથી ફર્ટીલિટી ઓછી થતી નથી. ગાયની જાળવણી ખર્ચ ઓછું આવે છે.
છાણનું અર્થશાસ્ત્ર
દેશી ગાય પાળવા માટે સરકારે સબસિડી આપે છે કારણ કે તેનાથી છાણ વધે છે. ખેતરમાં છાણ વાપરવાથી રાસાયણીય ખાતરો ઓછા વપરાય અને સરકારે તેની સબસિડી ઓછી આપવી પડે એવું ગણિત સરકારનું છે. દેશી ગાય કે વિદેશી ગાયનું છાણ તો સરખું જ આવવાનું છે. જે ખાય તેવું છાણ બને છે. દેશી ગાયમાં સરકારની દ્રશ્ટિ માટે છે. પશુપાલન માટે નહીં. દૂધ કોણ વધારે આપે છે તે મહત્વનું છે. ધંધામાં લાગણી ન ચાલે. દૂધના વેપાર માટે એચ. એફ. ઓલાદ સારી છે.
બાયપ્રોડક્ટ
ખેતીમાં છાણ વાપરે છે. પણ વધારે છાણ નકામું છે. જમીનમાં પીએચ મેઈન્ટેન થતું ન હોય તો છાણ નકામુ છે. છાણનો પાઉડર બનાવીને ખાતર, કલ્ચર એક્ટીવીટી માટે વાપરે છે. રીપ્લાન્ટેશન એક્ટીવીટી વધારે છે. બેક્ટેરીયા વધે છે. પ્રોસેસિંગ કરીને છાણમાં તે મલ્ટીપ્લાય છે. ઓર્ગિનિક ખાતર, અગલબત્તી, સાબુ, દીવા વોલ પીસ બને છે.