દિલીપ પટેલ, ગાંધીનગર 14 જૂલાઈ 2021
ઈસરો દ્વારા તૈયાર કરાયેલા જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં કયા સ્થળે કેસર કેરીના બગીચાઓ છે તે ઉપગ્રહ દ્વારા વિગતો મેળવીને કેન્દ્રીય કૃષિ વિભાગે એક ડેટા નકશો જાહેર કર્યો છે. આ વિગતોના આધારે નક્કી થઈ શકે છે કે કયા વિસ્તારમાં આંબાના કેટલાં વૃક્ષો છે. આંબાને વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે. કયા પ્રકારનો રોગ છે. પાણી ક્યારે આપવું. કયા પ્રકારનું કેટલા પ્રમાણમાં ખાતર આપવું તે જાહેર કરી શકાય છે.
ગુજરાત સરકાર કે કૃષિ વિશ્વ વિદ્યાલયોને ઈસરોના ઉપગ્રહના ડેટા દર કલાકના આપવામાં આવે તો હાલ કેટલી વાવણ કયા પાકની થઈ છે. હવે કયો પાક વાવવો અને ન વાવવો તે પણ દરેક કલાકની માહિતી ખેડૂતોને આપી શકાય તેમ છે. પણ ગુજરાત સરકાર પોતાની પોલ ખુલી જાય તે માટે આવા ડેટાનો અહેવાલ તૈયાર કરી જાહેર કરવા માંગતી નથી. તો તેમ થાય તો દરેક પાકની આ પ્રકારની આગાહી કે વિગતો જાહેર કરી શકાય તેમ છે.
તેનાથી સરકારનો 30 હજાર કર્મચારીઓની કામગારી ઓછી કરી શકાય તેમ છે. નુકસાની સરવે, દુષ્કાળ નુકસાન સરવે પાક સરવે જેવા અનેક સરવે દ્વારા વર્ષે ગુજરાત સરકારને કર્મચારી અને અધિકારીઓ પાચળ કરોડો રૂપિયાનું ખર્ચ કરવું પડે છે. તે ઓછું કરી શકાય તેમ છે.
ભારતમાં ડાંગરનો સરવે
ભારતમાં ખરીફ સીઝનમાં 360 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. ભારતમાં ખાદ્ય ઉત્પાદનના ક્ષેત્રમાં તેનું મહત્વનું યોગદાન છે કેમ કે ચોખા મુખ્ય ખોરાકનો પાક છે. એવું જોવા મળ્યું છે કે આ જમીનનો આશરે 30% વિસ્તાર ડાંગરની લણણી કર્યા પછી પડ્યો રહે છે.
ઉપગ્રહ ડેટાનો ઉપયોગ કરીને ખરીફ પછી આવી ડાંગર જમીનોનું મેપિંગ અને દેખરેખ કરવાથી રવી પાક માટે યોગ્ય વિસ્તારની ઓળખ કરવામાં મદદ મળશે. ત્યારબાદના રવી પાકના ક્ષેત્રોની તુલના ડાંગર ખરીફ પાક વિસ્તાર સાથે કરવામાં આવે છે. જેથી રવિ સિઝનમાં પડતી જમીન ખાલી રહે તે નક્કી કરી શકાય. આ જમીનોમાં રવિ સિઝન દરમિયાન કઠોળની ખેતી માટે ટૂંકા ગાળા માટે આ જમીનોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે, વિશ્લેષણ સંબંધિત જમીન અને આબોહવા પરિમાણો સાથે કરવામાં આવ્યું છે.
આસામ, બિહાર, ઓડિશા, છત્તીસગ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ જેવા ભારતના ચોખા ઉત્પાદક રાજ્યોમાં પાકનો અંદાજ માટે પેટા-જિલ્લા કક્ષાની અવકાશી કક્ષાની માહિતી તૈયાર કરવામાં આવી છે. તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એ છે કે ખરીફ પછીના ડાંગર – રવિ પડતરની અવકાશી હદ અને વિતરણનું મૂલ્યાંકન કરવું અને ટૂંકા ગાળાની કઠોળની વૃદ્ધિ માટે તેમની યોગ્યતાની ખાતરી કરવી.
કોફીના બગીચાનો સરવે
જીઓ-સ્પેશીયલ ઈન્વેન્ટરી કોફી પ્લાન્ટેશન્સ પર રાષ્ટ્રીય પહેલ કરવામાં આવી હતી. દેશમાં કોફીના વાવેતરના વિકાસ અને વિસ્તરણ માટે તે એક મહત્વપૂર્ણ ઇનપુટ છે. જિઓકપ પ્રોજેક્ટ તાજેતરમાં જ કર્ણાટક, તમિલનાડુ અને કેરળના પરંપરાગત વિસ્તારો અને આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને ઉત્તર પૂર્વી રાજ્યોના બિન-પરંપરાગત વિસ્તારોમાં કોફીના વાવેતરની વ્યવસ્થિત માહિતી માટે શરૂ કરવામાં આવ્યો છે.