ગાંધીનગર, 26 – 11 – 2020
પાકિસ્તાનના આતંકવાદીઓ 26 નવેમ્બર 2008માં ચાંચીયા બનીને ગુજરાતની અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા. પોરબંદરની કુબેર બોટ નં.પીબીઆર 2342ના માલીક વિનુભાઈ મસાણીની માલીકીની બોટ લઈ દરિયામાં ફિશીંગ કરી રહ્યાં હતા. પોરબંદરની ‘કુબેર બોટ’નું અપહરણ કર્યું હતું. તેના 6 ખલાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ગુજરાતના 6 સહિદોને ગુજરાત સરકારે કોઈ ખીતાબ કે સન્માન આપ્યું ન હતું. ત્યારે ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે ભાજપના નરેન્દ્ર મોદી હતા. વળતર આપવા માટે વડી અદાલતે આદેશ થયો હોવા છતાં રૂપાણી સરકારે 3 ખલાસીઓને હજું વળતર આપવામાં આવ્યું નથી. તેની રીટ પીટીળન એકવોકેટ આનંદ યાજ્ઞિક કરશે.
આનંદ યાજ્ઞિકની દર્દ ભરી વાત
કોરોના રોગમાં સપડાયેલા દેશના જાણીતા એકવોકેટ આનંદ યાજ્ઞિક હોસ્પિટલમાં રહીને ભારે વ્યથિત છે. તેમણે ગુજરાતના સહિદ થયેલા ખલાસીઓને વળતર આપાવ્યું છે. તેઓ મુંબઈ હુમલા અને ગુજરાતના ખલાસીઓની વાત કરે છે ત્યારે તેમનો અવાજ ગળગળો થઈ જાય છે. તેમણે કહેલી વાત દેશ ભક્ત નાગરિકનો હચમચાવી નાંખે એવી છે. 12 વર્ષ થયા છતાં ગુજરાતના 3 ખલાસીઓને વળતર હજુ મળ્યું નથી. મુખ્ય ટંડેલ 1 અને બાકીના 4 ખલાસીઓ હતા. જેમાં 4 ખલાસીઓને પોરબંદરના દરિયામાં ત્રાસવાદીઓએ મારીને ફેંકી દીધા હતા. જેમના શરિર મળ્યા ન હતા. કસાબનું 200 પાનાનું કબુલાતનામું કહે છે કે કુબેર બોટના ખલાસીઓને મારીને ફેંકી દીધા હતા. કસાબને 2012માં ફાંસી અપાઈ પણ સહિદ ખલાસીઓને ગુજરાતની ભાજપ સરકાર વળતર આપતી નથી.
ભાજપની નકલી દેશભક્તિ
ગુજરાતના 6 ખલાસીઓને સહિદ કરીને મુંબઈ પર હુમલો કર્યો હતો. બોટના ટંડેલને મશીનગનના નાળચે મુંબઈ તરફ બોટ લઈ જવા જણાવાયું હતું. મુંબઈનો કિનારો દેખાતા જ બોટના ટંડેલની ગરદન કાપી બોટના કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને રાખી દીધો હતો. ટંડેલ અમરચંદને હોટલ તાજ સુધી પહોંચવા માટે જીવતો રાખવામાં આવેલો. 11 વર્ષ થયા પછી પણ પરિવારને મૃત્યુનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું ન હતું. 6 ખલાસીઓ પૈકી ગુજરાતના 4 ખલાસીઓના પરિવારને પ્રમાણપત્ર ન મળતા ગુજરાત સરકારે આજ દિવસ સુધી સહાયથી વંચીત રાખ્યા છે. દીવમાં સહાય અપાઇ પણ રાષ્ટ્રવાદી ગણાતી ભાજપની નરેન્દ્ર મોદી અને રૂપાણીની નકદી દેશભક્ત ગુજરાત સરકારોએ કોઈ વળતર આજ સુધી આપ્યું નથી. દીવના ઝોલાવાડી ગામમાં રહેતા બોટના ટંડેલ અમરચંદને પણ આંતંકીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા. પત્ની રાણીબેનને સરકાર દ્વારા તેમના પતિના મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું નથી.
ખલાસીઓના નામ
નવસારીના મચ્છીવાડ ગામોમાં રહેતા આ પરિવાર હાલમાં ખરાબ ઘરોમાં રહે છે. આ ખલાસીઓના પરિવાર હાલ ખરાબ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે. બોટના કેપ્ટન અને વલસાડના અમરસિંહ સોલંકીનો મૃતદેહ મુંબઈ દરિયા કિનારેથી મળી આવ્યો હતો. જ્યારે બોટના અન્ય ખલાસીઓ, જુનાગઠનો રમેશ સોલંકી, નટવર ઉર્ફે નટુ નાનુ રાઠોડ, વાસી અને મચ્છીવાડ ગામના મુકેશ રાઠોડ અને બલવંત ટંડેલ હતા. આ પહેલા કસાબે પણ કબૂલ કર્યું હતું કે તેણે જ કુબેર બોટ પરના બધા માછીમારોને માર્યા હતા.
બોટમાલિકની માંગ
કુબેર બોટના ટંડેલ મૃતક અમરશીભાઈના પરિવારને કેન્દ્રશાસિત દીવ દ્વારા સહાય આપવામાં આવી હતી. તેમના પુત્રને પોલીસમાં નોકરી પણ અપાઈ હતી. છતાં ગુજરાતના 4 મૃતક ખલાસીઓના પરિવારજનોને ગુજરાત સરકારે સહાયથી વંચીત રાખ્યા છે. જેથી તેઓના પરિવારજનોને સહાય અપાય તેવી બોટમાલિક હીરાલાલ મસાણીએ માંગ કરી હતી. મસાણીએ ખલાસીઓને દરેકને રૂ.2 લાખની સહાય આપી હતી.
60 કલાક ઓપરેશન
કસાબ સહિત 9 આતંકીઓએ બોટને સમુદ્રકિનારે છોડી સીધી હતી. 26/11 ના મુંબઈ હુમલાને અંજામ આપ્યો હતો. હુમલો 60 કલાક ચાલ્યો હતો. 166ના મોત અને 300થી વધારે લોકો જખ્મી થયા હતાં. મૃતકોમાં 28 વિદેશી નાગરિક પણ સામેલ હતાં. આ હુમલાએ આખા દેશને હચમચાવી નાંખ્યા હતાં. આ કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ હતી.
કસાબને જીવતો પકડી ફાંસી
મુંબઈની હોટેલ તાજ, ઓબેરોય અને અનેક રેસ્ટોરન્ટને ટાર્ગેટ બનાવી હતી. નવેમ્બરના રાત્રે 11 વાગ્યા સુધી ઓપરેશન હાથ ધરી 9 આતંકીઓ પૈકી 8ને ઠાર માર્યા હતા. કસાબને જીવતો પકડી લીધો હતો. તેણે આતંકવાદી હુમલાની તમામ વિગતો આપી હતી.
મુંબઈમાં સહાય
મૃતકોના પરિવારજનોને કેન્દ્ર સરકારે સહાય આપી હતી. 600 જેટલા ઈજાગ્રસ્તોને પણ સહાય અપાઈ હતી. મુંબઈમાં બનેલી ઘટના બાદ રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવારને 3 લાખ રૂપિયા અને મહારાષ્ટ્ર સરકારે દરેક મૃતકના પરિવાર જનોને 5 લાખ રૂપિયાના આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.
ડેથ સર્ટીફીકેટ ન આપ્યું
વળતરની વાત તો દૂર મૃતકોના પરિવાર જનોને તેમના ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે પણ આઠ વર્ષની રાહ જોવી પડી. મૃતક બલવંતની પત્ની દમયંતિએ સુધીમાં વળતર મેળવવા માટે હજારો રૂપિયા ખર્ચી નાખ્યા છે. પરંતુ હજુ સુધી કશું જ મળ્યું નથી. નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ સાત વર્ષ સુધી ગુમ હોય તો તેને મૃત ગણવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકારે કોર્ટના આદેશ બાદ ત્રણ મૃતકો માછીમારોના પરિવારને ફેબ્રુઆરી 2017માં ડેથ સર્ટિફિકેટ આપ્યા હતા. દીવના ઝોલાવાડી ગામમાં રહેતા બોટના ટંડેલ અમરચંદને પણ આંતંકીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા. પત્ની રાણીબેનને સરકાર દ્વારા તેમના પતિના મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું નથી.
ભણવાનું છોડી દીધું
આ કમનસીબ ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર જશીબેનના પરીવારજનોની સ્થિતિ દયનીય બની રહી છે. તેમની બે સગીર દિકરીઓને ભણવાનું બંધ કરીને મનરેગા યોજનામાં મજુરી કરવી પડે છે.
35 કરોડનું ઈનામ
અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ 26-11 હુમલાથી આતંકીઓ અંગે કોઇપણ માહિતી આપશે તો તેને ઇનામ આપવાનું એલીન કરવામાં આવ્યું છે. પોમ્પિયોએ કહ્યું, ’26/11 હુમલાના ષડયંત્ર સાથે જોડાયેલ હાફિઝ સઇદ, જકીઉર્રહમાન લખવીને પકડવાને પર 50 લાખ ડોલરનું (35 કરોડ રૂપિયા) ઇનામ આપવામાં આવશે.’
વળતર ચૂકવવા હુકમ
કુબેર બોટના મૃતક માછીમારના વારસને પાંચ લાખ ચૂકવવા 24 ઓક્યોબર 2019ના રોજ હુકમ કર્યો હતો. ઉના તાલુકાના સીમાસી ગામના માછીમારની વિધવા પત્નીને મુખ્યમંત્રી રાહતફંડમાંથી રૂ.5 લાખ 48 કલાકમાં ચુકવી આપવાનો ગુજરાત હાઈકોર્ટે વચગાળાનો હુકમ કર્યો હતો. ચાર માછીમારો પૈકી એક માછીમારની વિધવાએ સરકારમાં વારંવારની રજુઆતોથી થાકી જઈને હાઈકોર્ટના દ્વાર ખખડાવતા હાઈકોર્ટે ઉપર મુજબ વચગાળાનો ચુકાદો આપ્યો હતો.
બાલુભાઈ સોસા
ઉના તાલુકાના સીમાસી ગામના રમેશ નાગજી બામણીયાના વિધવા પત્ની જસીબેનની વહારે કોડીનારની સમુદ્ર શ્રામીક સુરક્ષા સંઘના બાલુભાઈ સોસા આવ્યા હતા. રમેશના વારસદારને વળતર માટે 8 વર્ષ સુધી સરકારમા પત્રો લખ્યા હતા. ત્યારે સરકારે માત્ર રૂ.50 જેવી સહાય કરી હતી. જસીબેન હિંમત હાર્યા ન હતા અને સમુદ્ર શ્રામિક સંઘની મદદ લઈ હાઈકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞીકે હાઈકોર્ટમા 2016માં દાદ માંગી હતી. આનંદ યાજ્ઞીકે સહાનુભુતી દર્શાવી ફી લીધા સિવાય ન્યાય અપાવેલો હતો.
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વરળતર પેટે રકમ આપવા માટે કેન્દ્ર સરકારે પોલિસી બનાવી હતી. ગુજરાત રાજ્ય સરકારે આ પોલિસીને રાજ્યમાં લાગુ કરી છે. રુ. 5 લાખ જશિલાબેનના નામે ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે જમા કરાવવામાં આવ્યા છે. જેમાં ત્રિમાસિક વ્યાજ મળે છે. 2017 સુધી તેમને મૃત જાહેર કરવા માટે આ તમામ માછીમારોના પરિવારજનોને કાયદાકીય લડાઈ લડવી પડી હતી. જે બાદ જ કોર્ટના આદેશથી સરકારે તેમને મૃત માન્યા હતા.