ફરી જૂઠ – અમિત શાહે ખેડૂતોની આવક બે ગણી કરવાના મોદીના વચને ફેરવી તોડ્યું

જૂનાગઢ, 19 માર્ચ 2022
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના જૂનાગઢમાં કૃષિ શિબિરમાં ખેડૂતોને બે ગણી આવક કરવાના મોદીના વચનને ફેલવી તોળતા જણાવ્યું હતું કે, મોદી સરકાર દેશના ખેડૂતોની આવક બમણી નહીં, પરંતુ આવનારા 10 વર્ષમાં અનેકગણી કરવા માટે મક્કમ છે.

કુદરતી ખેતી
અમિત શાહે કહ્યું કે, કુદરતી ખેતી જ એકમાત્ર વિકલ્પ બચશે. DAP અને યુરિયાનો સતત ઉપયોગ 25 વર્ષ પછી પૃથ્વીને કોંક્રિટ જેવી બનાવશે. ડીએપી અને યુરિયા અળસિયા જેવા મદદગાર જીવોને ખેતરોમાં મારી નાખે છે. પોઝિટિવ બેક્ટેરિયા હોય ત્યાં ખેતરોમાં જંતુઓ આવતા નથી. કોઈપણ પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવાની જરૂર નથી.
કુદરતી ખેતી કરવાથી ઉપજ વધે છે, વરસાદી પાણીનો સંગ્રહ થાય છે, જંતુનાશક દવાઓનો ઉપયોગ થતો નથી. ભાવ પણ બજારમાં સારા મળે છે. કુદરતી ખેતી માટે અભિયાન શરૂ કર્યું છે. યુરિયા અને ડીએપીના ઉપયોગથી કેન્સર જેવા રોગોથી આપણા શરીરને બચાવી શકીશું.

સહકારી મંડળી
ત્રણ રાષ્ટ્રીય સ્તરની બહુ-રાજ્ય સહકારી મંડળીઓની સ્થાપના કરી છે. સોસાયટી હેઠળ, કુદરતી ખેતી કરતા તમામ ખેડૂતોના ઉત્પાદનોને અમૂલની પેટન્ટ હેઠળ લેવામાં આવશે.
પાક ઉત્પાદનની નિકાસ માટે સહકારી મંડળી છે. મંડળ દેશમાં કોઈપણ ખેડૂતની ઉપજની નિકાસ માટે નિકાસ ભવનનું કામ કરશે. પંચાયતોમાં સહકારી સેવા સહકારી મંડળીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણેય સેવા સહકારી મંડળી, ડેરી અને મત્સ્ય ઉત્પાદન મંડળી એક જ પ્રકારની સોસાયટી તરીકે નોંધાયેલી હોય તેની વ્યવસ્થા કરવામાં આવી છે.

દૂધનું ઉત્પાદન
ડેરી અને પશુપાલન ક્ષેત્રનો દેશના જીડીપીમાં 4.5 ટકા ફાળો છે. કૃષિ ક્ષેત્રમાં ડેરી ક્ષેત્રનું યોગદાન 24 ટકા છે, જે 10 લાખ કરોડ રૂપિયા સાથે વિશ્વમાં સૌથી વધુ છે. રોજગારીની દ્રષ્ટિએ આજે 9 કરોડ ગ્રામીણ પરિવારોના લગભગ 45 કરોડ લોકો સીધા સંકળાયેલા છે.

ડેરી ક્ષેત્રે છેલ્લા એક દાયકામાં વાર્ષિક 6.6 ટકાના દરે પ્રગતિ કરી છે. સહકાર મંત્રાલય, NDDB અને પશુપાલન વિભાગ દેશની 2 લાખ પંચાયતોમાં ગ્રામીણ ડેરીઓની સ્થાપના કરશે. ડેરી ક્ષેત્રનો વિકાસ દર 13.80 ટકા કરાશે. દૂધ પ્રોસેસિંગ ક્ષમતા પ્રતિ દિવસ 126 મિલિયન લિટર છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.
કુલ દૂધ ઉત્પાદનના 22 ટકા પર પ્રક્રિયા થાય છે. નિકાસ માટે મલ્ટિસ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરી છે, જેની સાથે આ 2 લાખ ગ્રામીણ ડેરીઓને જોડીને નિકાસમાં 5 ગણો વધારો થવાની સંભાવના છે.

1970માં, ભારત દરરોજ લગભગ 60 મિલિયન લિટર દૂધનું ઉત્પાદન કરતું હતું અને તે દૂધની અછત ધરાવતો દેશ હતો. 2022માં આ ઉત્પાદન વધીને 58 કરોડ લિટર પ્રતિ દિવસ થઈ ગયું છે. 1970 થી 2022 સુધીમાં ભારતની વસ્તી 4 ગણી વધી છે, દૂધનું ઉત્પાદન 10 ગણું વધ્યું છે. 1970માં દેશમાં માથાદીઠ દૂધનો વપરાશ 107 ગ્રામ હતો, જે આજે વધીને 427 ગ્રામ પ્રતિ વ્યક્તિ છે, જે વિશ્વની સરેરાશ 300 ગ્રામ કરતાં વધુ છે.

દૂધ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો વધીને 21 ટકા થઈ ગયો છે અને અમૂલ મોડેલે આમાં ઘણું યોગદાન આપ્યું છે. દેશમાં 2 લાખ પ્રાથમિક દૂધ ઉત્પાદન મંડળીઓની રચના થયા બાદ વિશ્વના 33 ટકા દૂધ ઉત્પાદન ભારતમાં થવાની સંભાવના છે. વર્ષ 2033-34 સુધીમાં ભારત દર વર્ષે લગભગ 330 MMT દૂધ ઉત્પાદન સાથે વિશ્વના 33 ટકા દૂધનું ઉત્પાદન કરે તે લક્ષ્ય છે.