ગાંધીનગર, 25 ડિસેમ્બર 2020
28 રાજ્યોમાછી ગુજરાત તળાવોની અને બંધોની માછલીઓનો વેપાર કે ઉત્પાદન કરવામાં છે ક, 15માં સ્થાને ધકેલાઈ ગયું છે. ગુજરાતમાં 2019-20માં 1.50 લાખ ટન માછલી માંડ પેદા થઈ હતી. જે 10 વર્ષ પહેલા 1 લાખ ટન માછલી પેદા થતી હતી. નર્મદાનું વિપુલ પાણી તળાવો અને બંધોમાં 10 વર્ષથી ઠાલવવામાં આવે છે. તે હિસાબે ખરેખર તો માછલીઓનું ઉત્પાદન 10 વર્ષમાં વધીને 5 લાખ ટન થઈ શકે તેમ હતું. તે થઈ શક્યું નથી. વળી ગુજરાતના નદી, તળાવો અને બંધોમાં ઉદ્યોગો દ્વારા એટલું વ્યાપક પ્રદુષિત પાણી છોડવામાં આવે છે કે લાખો ટન માછલીઓ મરી જાય છે. પ્રદુષણના કારણે ગુજરાત 5 લાખ ટન માછલીઓ ગુમાવે છે. આમ આજે ખરેખર ગુજરાતમાં ઓછામાં ઓછી 15 લાખ ટન માછલીઓનું ઉત્પાદન કરી શકાય તેમ હોવા છતાં થઈ શકતું નથી. દેશમાં દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત એક નંબર પર છે. તેમ તળાવો, નદીઓ અને બંધોમાં પણ નંબર એક બની શકે તેમ છે.
ગુજરાતની સામે આંધ્રપ્રદેશ 40 લાખ ટન, પશ્ચિમ બંગાળ 30 લાખ 17 લાખ ટન, ઓડીસા 6.50 લાખ ટન, બિહાર 7 લાખ ટન, છત્તીસગઢ 5 લાખ ટન માછલીઓ પેદા કરે છે.
જવાહરની જાહેરાત પાણીમાં
ગુજરાતના મત્સ્યોદ્યોગ પ્રધાન જવાહર ચાવડા મત્સ્યોદ્યોગ ખાતાનો હજું તો લોગો બનાવી રહ્યાં છે. આંતર્દેશીય મત્સ્યોદ્યોગનું ઉત્પાદન વધારવા માટે જળાશયોના ઈજારાઓમાં પૂરતું ધ્યાન અપાતું નથી. માત્ર 533 તળાવો- બંધોમાં ઈજારા આપવામાં આવ્યા છે. તેમાં મત્સ્ય બીજ સ્ટોકીંગ કરીને ઉત્પાદન મેળવવામાં આવે છે.
ગુજરાતમાં આટલી વિપુલ જળ તળાવો અને નદીઓનું માળખું હોવા છતાં દેશમાં તાજા પાણીની માછલીઓમાં ગુજરાતની ભાજપ સરકાર છેલ્લાં 25 વર્ષથી કંઈ કરી શકી નથી. અહીં પેન કલ્ચર કે ફ્લોટીંગ નેટ દ્વારા માછલીઓના બીજ મૂકીને લાખો ટન માછલીઓ પેદા કરી શકાય છે. 50 લાખ બીજ પેદા કરનારને સરકાર માત્ર રૂ.50 હજારની જ સહાય આપે છે.
બંધો
ગુજરાતમાં એટલા બધા તળાવો અને 200 બંધો છે જ્યાં બારેમાસ અને શિયાળામાં માછલીઓ કૃત્રિમ રીતે ઉછેરીને મોટો વ્યવસ્ય થઈ શકે તેમ છે.
150 તળાવો
પહેલા 150 તળાવોમાં માછલીઓ પકડવામાં આવતી હતી. હવે તે વધીને 533 તળાવો નર્મદાના પાણી નાંખવાના કારણે થયા છે. 150 તળાવોનો વિસ્તાર 2.42 લાખ હેક્ટર હતો. સિંચાઈના તળાવો 5200 જીવંત છે. જેનો વિસ્તાર 65 હજાર હેક્ટર છે. જેમાં ઘણાંમાં નર્મદાનું તાજુ પાણી ઠાવવવામાં આવે છે. વળી સમુદ્રમાં મળતી નદીઓના 21 હજાર હેક્ટર મુખ પ્રદેશોનો છે.
નહેરો
800 કિલોમીટરની નર્મદા મુખ્ય નહેર અને બીજી નહેરો મળીને 3 હજાર કિલોમીટરની નહેરો કાયમ જીવંત છે. નહેરોમાં બારે માસ પણી પહેતું હોય છે. ત્યાં માછલીઓનું વિપુલ ઉત્પાદન થઈ શકે છે. પણ તે માટે કેઈઝ કલ્ચર વિકસાવવું પડે તેમ છે. બોક્સ બનાવીને તેમાં માછલીઓની બીજ મૂકીને મોટા પ્રમાણમાં માછલા પેદા કરી શકાય છે.
નદીમાં માછીમારી
ગુજરાતની 5 મુખ્ય બારમાસી નદી 1192 કિલોમીટર લાંબી છે. જેમાં વિપુર માત્રામાં માછલીઓ પેદા થઈ શકે તેમ છે. પણ ગુજરાત સરકારની ભારે બેદરકારીના કારણે તે બધી નદીઓમાં ઉદ્યોગો બેફામ પ્રદુષિત પાણી છોડે છે. તેથી માછલીઓ પેદા થઈ શકતી નથી. અમદાવાદ નીચેની સાબરમતીમાં નર્મદાનું પાણી હોવા છતાં ત્યાં માછલીઓ જીવી શકતા નથી. નર્મદા નહેરથી સાબરમતી રીવરફ્રંડમાં પણ એટલું પ્રદુષિત પાણી છે કે જ્યાં માછલીઓ જીવતી રહેતી નથી.
ભાંભરા પાણી
દરિયાઈ કાંઠા વિસ્તારમાં 3.76 લાખ હેક્ટર વિસ્તારમાં ભાંભરા પાણી છે. જ્યાં જીંગા અને માછલીઓ પેદા થઈ શકે તેમ છે. છતાં તે અંગે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી.
નજીવી સહાય
મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા 2020 ડિસેમ્બરમાં 5 હજાર માછીમારોને રૂ.65.30 કરોડની સહાય ચુકવવામાં આવી છે. 1900 નાના બોટ ધારક માછીમારોને રૂ.1.49 કરોડની સહાય આપવામાં આવી છે.
બ્લુ રિવોલ્યુશન મોડેલ એક્વાકલ્ચર સિસ્ટમ
પરવેઝ ખાન બારાબંકીથી આઠ કિલોમીટર દૂર જહાંગીરાબાદ બ્લોકના મિશ્રીપુર ગામમાં એક એકરમાં 38 સિમેંટથી ટાંકામાં લગભગ 25 લાખ પેંગેસિયસ માછલીઓ અને લગભગ 2 લાખ પેંગેસિયસ માછલીના બીજ પેદા કરે છે. એક માછલી 9 લિટર પાણીમાં રાખવામાં આવે છે.
તેમના ફાર્મનું ભારત સરકાર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના આધારે બ્લુ રિવોલ્યુશન અંતર્ગત ‘રેસ્ક્યુલર એક્વાકલ્ચર સિસ્ટમ’ નામની યોજના પણ શરૂ કરવામાં આવી છે. સામાન્ય વર્ગના લાભાર્થીઓને 40 ટકા ગ્રાન્ટ આપવામાં આવે છે. અને નબળા વર્ગને 60 ટકા 50 લાખ રૂપિયાના પ્રોજેક્ટમાં આપવામાં આવે છે.
વર્ષ 2022 સુધીમાં, દેશમાં માછલીનું ઉત્પાદન બ્લુ ક્રાંતિ હેઠળ 15 મિલિયન ટન સુધી પહોંચવાનું છે. ભારત સરકાર દ્વારા દેશભરમાં ત્રણ હજાર કરોડથી બ્લુ ક્રાંતિ યોજના શરૂ કરવામાં આવી હતી. માછલીઓનાં બીજ કલકત્તાથી લાવવામાં આસારવારના આધારે સિમેન્ટ ટાંકીમાં ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે.
ભારતની માછલીઓ
સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએફઓ) ના જણાવ્યા મુજબ, 1947 પછી માછલીઓનું ઉત્પાદન દસગણા કરતા વધારે છે અને 1990 અને 2010 ની વચ્ચે બમણો થયું છે.
ભારતમાં દરિયાકાંઠાનો 8,129 કિલોમીટર (5,051 માઇલ), 3,827 માછીમારી ગામો અને 1,914 પરંપરાગત માછલી ઉતરાણ કેન્દ્રો છે.
કેન્દ્રીય મત્સ્યઉદ્યોગપ્રધાન ગિરીરાજ સિંઘ 2019માં કહ્યું કે કેન્દ્ર સરકાર 5 વર્ષમાં દેશમાં માછલી ઉત્પાદન અને તેના માટે જરૂરી માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રૂ. 25,૦૦૦ કરોડનું રોકાણ કરશે.
દેશમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્ર 1.60 કરોડથી વધુ લોકોની આજીવિકાનું મુખ્ય સાધન છે. ગુજરાતમાં ઓછામાં ઓછા 15 લાખ કુટુંબોને માછલીઓ રોજગારી આપી શકે તેમ છે.
2017-18 દરમ્યાન, અંતરિયાળ પ્રદેશમાંથી 8.90 મિલિયન મેટ્રિક ટન અને દરિયાઇ ક્ષેત્રમાંથી 3.69 મેટ્રિક ટનનું માછલી ઉત્પાદન સાથે, 12.59 મિલિયન મેટ્રિક ટનનું કુલ માછલી ઉત્પાદન નોંધાયું હતું.
વર્ષ 2016-18ની તુલનામાં 2017-18 દરમિયાન માછલી ઉત્પાદનમાં સરેરાશ 10.14% (11.43 મિલિયન મેટ્રિક ટન) વધારો થયો છે. અંતરિયાળ માછીમારીમાં 14.05% વૃદ્ધિ થઈ છે.
ભારત હાલમાં માછલીનો ઉત્પાદક વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. પશ્ચિમ બંગાળ પછી ગુજરાતનું માછલીઓનું ઉત્પાદન હોવું જોઈતું હતું. પણ તેમ કરવામાં રાજ્યની ભાજપ સરકાર 25 વર્ષમાં સદંતર નિષ્ફળ છે.
અંતર્દેશીય માછલી ઉત્પાદન 2017-18માં આંધ્રપ્રદેશમાં સૌથી વધુ. 34.50૦ લાખ ટન અંતરિયાળ માછલીઓનું ઉત્પાદન થાયું હતું.
31 જુલાઇ 2019 સુધી દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજિસ્ટર્ડ ફિશિંગ બોટ અને ક્રાફ્ટની કુલ સંખ્યા 2,69,047 છે.
વર્ષ 2017-18માં રૂ.45,106.90 કરોડની 13,77,243.70 ટન માછલીની નિકાસ કરવામાં આવી હતી.