મનમોહન સિંહનું મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટુંબે એક કારના પૈસા આપવા પડશે

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020

ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ત્રણ મુખ્ય પ્રધાનોની  અણઆવડતના કારણે 17 વર્ષ થયાં છતાં હતું ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે.

ચૂંટણી આવે ત્યારે પ્રોજેક્ટના સપના

17 વર્ષોમાં તો અમદાવાદ, ધોલેરા, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં મેટ્રોરેલ શરૂ થઇ ચૂકી હોત. મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે મનમોહન સિંહની સરકારે અમદાવાદમાં મેટ્રો રેલ માટે નાણાં અને ટેકનોલોજી આપવાની ઓફર કરી હતી. પણ તે સ્વિકારી ન હતી અને બીઆરટીએસ પ્રોજેક્ટ મોદીએ સ્વિકાર્યો હતો. ત્યારથી મેટ્રો રેલ જ્યારે ચૂંટણી આવે ત્યારે મનમાં દોડવા લાગે છે. મત ખંખેરે છે અને પછી પ્રોજેક્ટ બંધ રહે છે. મોદીના સમયમાં આ પ્રોજેક્ટમાં રૂ.200 કરોડની ખાયકી થઈ હતી.

એક કાર ખરીદવા જેટલું ખર્ચ

રાજ્યની નિષ્ફળ રૂપાણી સરકારને કેન્દ્રની સીધી સૂચના હતી કે મેટ્રોરેલનું કામ 2018માં પૂર્ણ થઇ જવું જોઇએ. પરંતુ અત્યાર સુધીમાં માત્ર છ કિલોમીટરની મેટ્રોરેલ શરૂ થઇ ચૂકી છે, તે પણ આનંદીબેન શરૂ કરીને ગયા હતા. 2003માં મેટ્રોરેલનો પ્રોજેક્ટ રૂ.3500 કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી.

2007માં રૂ. 8000 કરોડ થઈ ગયો. 2014માં મેટ્રોરેલના પ્રોજેક્ટ રૂ.10773 કરોડ થઈ ગયો હતો. 2020માં મેટ્રો પ્રોજેક્ટનું ખર્ચ રૂ.12787 કરોડ થઈ ગયું છે. બે વર્ષમાં પુરો થાય તો રૂ.15000 કરોડ થઈ જશે.

મેગા કંપનીએ સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ પુરો કરવાનું વચન આપ્યું છે. અમદાવાદ અને ગાંધીનદરના કરેક કુટુંબના ખિસ્સામાંથી એક લાખની કાર ખરીદી શકાય એટલું ખર્ચ આ પ્રોજેક્ટ પાછળ થઈ જશે

વધુ વાંચો: ગાંડો બાવળને કાઢવાની રૂપાણીની યોજના, પણ ગાંડો બાવળ કોઈ દૂર નહીં કરી શકે

ગાંધીનગર શહેરમાં ઠેકાણા નથી

ગાંધીનગરના માર્ગોની મેટ્રોરેલનું ખર્ચ રૂ.6700 કરોડ અંદાજવામાં આવી છે. જ્યાં સુધી નબળી રૂપાણી સરકાર રહેશે ત્યાં સુધીમાં રૂ.10000 કરોડ થવાની સંભાવના છે. ગાંધીનગર શહેરમાં મેટ્રો માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે, તેમ છતાં પ્રોજેક્ટ અંગે કોઇ કામ શરૂ થયાં નથી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સમીક્ષા બેઠકો કરે છે, પરંતુ તેઓ દિશાહીન હોવાથી કામમાં ઝડપ આવતી નથી.

વધુ વાંચો: ભાજપના નેતાએ મુખૌટા દંડનો વિરોધ કર્યો, વડી અદાલત અમાનવીય બની

એક રૂટ ચાલુ છે

અમદાવાદની મેટ્રોરેલ વસ્ત્રાલ થી એપરલ પાર્ક સુધી ચાલે છે, જેની પેસેન્જર દીઠ ટિકીટ 10 રૂપિયા છે. આ ટ્રેનમાં રોજના 100 પેસેન્જર બેસે છે. 6.5 કિલોમીટરના આ રૂટનું લોકાર્પણ માર્ચ 2019માં કરવામાં આવ્યું હતું. ત્યારપછી બીજો કોઇ રૂટ શરૂ થઇ શક્યો નથી. ભાજપની રૂપાણીની સરકાર અને કેન્દ્રની ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર સદંતર નિષ્ફળ છે.