ગાંધીનગર, 10 માર્ચ 2020
નરેન્દ્ર મોદી ગુજરાતના હોવા છતાં રેલ્વેમાં ગુજરાતને કોઈ ફાયદો કરાવી આપ્યો નથી. પોતાના વડનગર અને ગાંધીનગર જેવા થોડા રેલ્વે સ્ટેશનો બનાવી આપ્યા છે. પણ રેલ્વે લાઈનો વધવી જોઈએ તેના બદલે ઘટી છે. ગુજરાત સરકારે વિધાનસભામાં ઘડાકો કર્યો હતો કે, કેન્દ્ર સરકાર જેનું સંચાલન કરે છે તે રેલવેની કુલ લંબાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 5258 કિલો મીટર હતી જે ઘટીને 5224 કિલો મીટરના થઈ ગયા છે, 34 કિલો મીટરના રેલ માર્ગ ઓછો થઈ ગયો છે. આમ મોદીએ ગુજરાતને રેલવેની લંબાઈ વધારવા કોઈ મદદ કરી નથી ઉલટાનું નુકસાન કર્યું છે.
બ્રોડગેજ લાઈનો 3507 કિલો મીટરની ગુજરાતમાં 2014-15માં હતી તે વધીને 3649 કિલો મીટર થઈ ગયો છે. 142 કિલો મીટર બ્રોડગેજ વધી છે. જે મીટર ગેજને બ્રોડગેજમાં ફેરવવાથી વધી છે. મીટર ગેજ 1193 કિલો મીટર 2014-15માં હતી. જે ઘટીને 1017 કિલો મીટર થઈ છે. વળી, 559 કિલો મીટરની નેરો ગેજ રેલવે લાઈનને બ્રોડ ગેજમાં ફેરવવાની જરૂર હતી, પણ તે માટે મોદીએ કંઈ કર્યું નથી. જો તેને બ્રોડ ગેજમાં ફેરવી આપી હોય તો પણ ઘણું હતું.
આ આંકડા ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારે આપેલા છે.
ગુજરાત અને મુંબઈને બુલેટ ટ્રેન આપી છે તે ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને પૈસાદાર લોકો માટે આપી છે. તેમાં તો માત્ર ઉદ્યોગ પતિઓ અને મોટા પગારદાર અધિકારીઓ જ બેસી શકે એટલા ઊંચા ભાડે હશે. સામાન્ય લોકો તેમાં બેસી શકે તેમ નથી.