Modi’s world class GIFT City project failed and private people were allowed to build houses
ગાંધીનગર, 30 જૂલાઈ 2021
ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ)માં કોઇપણ વ્યક્તિ રહેણાંકના આવાસ ધરાવી શકશે તેવો નવો નિયમ લાગુ કર્યા પછી આ સિટીમાં ત્રણ કંપનીઓએ 12.26 લાખ સ્વેરફીટ જમીન પર મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. અગાઉ ગિફ્ટમાં ફાયનાન્સિયલ કંપની કે એકમ ધરાવતા સંચાલક અને તેના કર્મચારીઓ જ રહેઠાણના આવાસ મેળવવા હક્કદાર હતા. નરેન્દ્ર મોદીનો લીફ્ટ સિટી પ્રોજેક્ટ આર્થિક કંપનીઓને આકર્ષવામાં નિષ્ફળ રહ્યો હોવાથી હવે ઓફિસોના સ્થાને ઘર બનાવવાની છૂટ ખાનગી લોકોને આપવી પડી છે. આમ મોદીનો આ પ્રોજેક્ટ 2007થી ચાલે છે. છતાં સફળ થયો નથી. તેથી ભાજપના મળતીયા બિલ્ડરો હવે અહીં ઘર બનાવવા ઘુસણખોરી કરશે.
ગિફ્ટ સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે નવા નિયમો લાગુ કર્યા પછી ગુજરાત અને દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી ડેવલપર્સે તેમની સ્કીમો લોંચ કરી છે જેમાં મુંબઇની શોભા ડેવલપર્સ અને સંગાથ મુખ્ય છે. આ ઉપરાંત હવે ત્રણ બીજી ફર્મ તરફથી વિશાળ જગ્યા એક્વાયર કરવામાં આવી છે. આવાસના નિર્માણ માટે કુલ છ ડેવલપર્સને 33 લાખ ચોરસફુટ જગ્યા આપવામાં આવી છે.
ગિફ્ટ સિટીમાં નીલા સ્પેસ લિમિટેડ એ ત્રણ ડેવલપર્સમાં સૌથી મોટી કંપની છે કે જેણે 5128 ચોરસમીટરમાં 5.4 લાખ ચોરસફૂટ નિર્મિત ક્ષેત્રને વિકસિત કરશે. એવી જ રીતે કાવ્યારત્ન ગ્રુપ જો પહેલાથી જ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં હાઉસિંગ પ્રોજેક્ટનું નિર્માણ કરી રહ્યું છે તેણે કેમ્પસમાં 5 લાખ ચોરસફૂટ જગ્યા આવાસ બનાવવા માટે ગ્રહણ કરી છે.
અમદાવાદ સ્થિત સેવી ગ્રુપ અને એટીએસ ગ્રુપ બન્ને ભેગા મળીને ગિફ્ટ સિટીમાં 2.2 લાખ ચોરસફૂટ જગ્યામાં આવાસ વિકસિત કરે છે. આ જોઇન્ટ વેન્ચર કંપનીએ ગિફ્ટ સિટીમાં એક કોમર્શિયલ ટાવર પહેલાં જ વિકસિત કર્યો છે અને હવે રેસિડેન્સિયલ સ્કીમ બનાવી રહ્યું છે.