Navsari discovers new variety of jowar, Madhu, which gives highest yield across India
દિલીપ પટેલ – 30 માર્ચ 2022
દાણા જુવારની જાત જી. જે. 44 – મધુ સમગ્ર દેશમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે વિકસાવી છે. હેક્ટરે 2762 કિલો અનાજ દાણાનું ઉત્પાદન આપે છે. ગયા વર્ષે હેક્ટરે 1358 કિલો પાકી હતી. જેની સામે બે ગણું ઉત્પાદન આપતી જાત છે. જે સમગ્ર ભારતમાં સૌથી વધારે ઉત્પાદકતા ધરાવે છે.
જુવારને સુપર ફૂડ તરીકે ઓળખવામાં આવે છે.
22 ટકા સુધી વધારે ઉત્પાદન આપતી આ જાત છે.
સુકા ઘાસચારાનું હેક્ટરે 11836 કિલો ઉત્પાદન આપે છે.
ગાભમારાની ઈયળનો ઉપદ્રવ ઓછો થાય છે. ફુગ, ગુંદરીયો, કાલવ્રણ, પાનના સુકારા જેવો રોગો સામે આંશિક પ્રતિકાર ધરાવે છે.
દાણા જુવારની જાત જી જે 44 મધુને ચોમાસું ઋતુમાં સમગ્ર ગુજરાતમાં ઉગાડવા માટે ભલામણ કરવામાં આવી છે. તેમ નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર દ્વારા જણાવાયું છે.
ગુજરાતમાં – 2021-22માં 37 હજાર હેક્ટરમાં 51 હજાર ટન જુવાર પેદા થવાની કૃષિ વિભાગની ધારણા છે.
ગુજરાતમાં 2020-21માં 41 હજાર હેક્ટરમાં 57.42 હજાર ટન મકાઈ થઈ હતી. જુવાર 6.50 હજાર ટન ઓછી પાકશે.
ઉત્પાદન
ગુજરાતમાં જુવારનું ખરીફમાં 31670 હેક્ટર અને રવીમાં 25320 હેક્ટર મળીને કુલ 56980 હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. 77430 ટન જુનાર 2019-20માં પેદા થઈ હતી. હાલ ઉત્પાદકતા 1358 કિલો છે તેમાં સારો એવો વધારો નવી જાતથી થઈ શકે તેમ છે. પશુચારામાં પણ સારો એવો વધારો આ નવી વેરાયટીથી થઈ શકે છે.
જુવારનુ વાવેતર 16 લાખ હેક્ટરથી ઘટીને 38 હજાર હેક્ટર થઈ ગઈ છે.
અગાઉ જુવારના બેવડો ઉપયોગ થઈ શકે એવી એક મોતીવાળા સફેદ દાણાવાળા ધરાવતી સુપર જુવારની નવી જાત શોધવામાં આવી છે. જે અનાજ તરીકે અને પશુ ચારા તરીકે વાપરી શકાય છે. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ સુધારેલ ડ્યુઅલ હેતુ જુવારની વિવિધતા ડીએસ -127 (જીજે 43) ક્રોસ (એકેઆર 354 એક્સ એસપીવી 1616) માંથી વિકસિત કરવામાં આવી હતી.
સોરગમ રિસર્ચ સ્ટેશનમાં 2009-10 થી 2013-14 દરમિયાન કૃષિ યુનિવર્સિટી ડીસા ખાતે પ્રયોગો કરાયા હતા. 2014માં પ્રાથમિક ટ્રાયલ બાદ તેને 2015થી 2017 સુધીમાં અલગ અલગ સ્થળોએ ટ્રાયલમાં પરીક્ષણ કરાયું હતું.
જુવાર ડીએસ -127 (જીજે 43) બીજી જાત જીજે 39 કરતાં 46.85 ટકા વધું ઉત્પાદન આપે છે. અને સીએસવી 20 કરતાં 22.66 ટકા વધું ઉત્પાદન આપે છે. આમ અનાજનું ઉત્તમ ઉત્પાદન આપતી નવી સુપર જાત ખેડૂતોને ઉગાડવા માટે હવે ભલામણ કરી દેવામાં આવી છે.
ઘાસચારા માટે તે બીજી જાતો કરતાં વધું સારી છે. તેના લાંબા-પહોળા પાંદડા પશુચારા માટે ઉત્તમ છે. છોડની ઊંચાઈ સારી છે. લીલી અને સુકી એમ બન્ને રીતે પશુના ખોરાક માટે સારી છે.
ગુજરાતમાં દુધાળા પ્રાણીઓના ચારા અને ઘાસચારાની સુરક્ષા માટે એક નવી જુવારની જાતિ “ગુજરાત જુવાર 43 (જીજે 43)” શોધી છે જે પશુચારાનો પ્રશ્ન ઉકેલી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ વેરાયટી એસ.કે.જૈન અને અને પી.આર.પટેલે ડીસાના જુવાર સંશોધન કેન્દ્રમાં શોધી છે.
10 વર્ષથી દક્ષિણ ગુજરાતમાં પિયતની સગવડ વધવા સાથે મુખ્ય પાક ગણાતા જુવારના વાવેતર ઉપર માઠી અસર પડી છે. કરાડી-મટવાડ જેવાં વિસ્તારમાં બી.પી. ૫૩ નામની જુની જાતનું વાવેતર થતાં ઉત્પાદન ઓછું આવે છે, જે હવે વધી સકશે.
વધારવા માટે ટ્રસ્ટ દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે.
આવતા દિવસોમાં ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણના ફેરફાર સાથે જુવાર પર વિપરીત અસરો થઈ રહી છે.
ગામડાઓમાં સાંજના ભોજનમાંથી જુવારના રોટલા ઓછા થઈ રહ્યાં છે. વીઘે 40 મણ ઉત્પાદકતા ધરાવતી કૃષિ યુનિવર્સિટીની જી.જે. 38 જાત હતી.