ગાંધીનગર, 4 જાન્યુઆરી 2020
જૂનાગઢના ખામધ્રોળ ગામના ખેડૂત અરવિંદભાઈ વલ્લભભાઇ મારવણીયા વંશ પરંપરાગત રીતે મીઠા મધુરા અને સૌથી વધું બીટા કેરોટીન ધરાવતાં ગાજરની ખેતી કરે છે. જે દેશની શ્રેષ્ઠ જાત બની ગઈ છે. હવે તેનું બિયારણ 10 રાજ્યો સુધી પહોંચી ગયું છે. એક ખેડૂતે વિકસાવેલી જાત 10 રાજ્યોમાં ખેતી થતી હોય એવો દેશનો આ પ્રથમ કિસ્સો માનવામાં આવે છે. તેમણે 10 – 11 હજાર કિલો ગાજરનું બી દેશભરમાં મોકલાવેલું છે.
20 ટકા વધું ઉત્પાદન
મધુવન ગાજરનું બીજ શુદ્ધ દેશી છે. બીજા ગાજર મોટાભાગે હાઈબ્રિડ હોય છે. ગુજરાત કરતાં પણ શારું ઉત્પાદન બીજા રાજ્યોના ખેડૂતોએ લીધું છે. ગાજરમાં રોગ નથી આવતા કે જીવાત નથી આવતી. 20થી 25 ટકા વધું ઉત્પાદન આપે છે.
ઓછું પાણી
એક વીઘામાં ગાજર વાવવા માટે 1.5 કિલો ગ્રામ બીજ જોઈએ. ડ્રીપ ઈરીગેશમાં ખેતી કરનારને 1 કિલો બીજ જોઈએ છે. બીજા ગાજરને 10 પિયત જોઈએ પણ આ ગાજરને 6 પિયતની જરૂર પડે છે. આમ પાણીની અને સાથે ખર્ચ ઓછો થાય છે.
1943થી ખેતી
વલ્લભભાઈ 1943 થી ગાજરની ખેતી કરતાં હતા, 98 વર્ષે તેમનું અવસાન બે મહિના પહેલા થયું છે. વલ્લભભાઈ મારવણીયા 1943થી નિયમિત ગાજરની ખેતી કરી રહ્યા હતા. 35 વર્ષથી આ બિયારણ ઉગાડે છે. જુનાગઢ યુનિવર્સિટીએ પ્રમાણિત કરેલું છે. જૂનાગઢ વિશ્વ વિદ્યાલ દ્વારા સારો સહયોગ મળ્યો છે.
માદા ફળ શોધી કાઢ્યું
થોડા વર્ષો પહેલાં 20થી25 ખેડૂતો માટે બનાવતાં હતા. બીજ બનાવવા માટે ગાજર પસંદ કરવું પડે છે. માદાફળને ઓળખીને બીજ બનાવવામાં આવે છે. છોડ પસંદ કરવાનું અને માદા ફળ શોધી કાઢવાનું કામ તેમના પરદાદાએ કર્યું હતું. જેમાં માદા કે નર છે તે શોધવામાં આવે છે. માદાફળને પસંદ કરવામાં આવે છે, જે બીજ આપે છે. નરના બિજમાંથી છોડ ન ઉગે.
ઉત્પાદન
એક એકરે 1 હજારથી 1200 મણ ઉત્પાદન મળે છે. જમીન, પાણી, ખેડૂત અને બીજનો સન્મ્ય થાય તો જ સારૂં ઉપ્તાપદન મળે છે. ડ્રીપ ઈરીગેશનથી ગાજરની ખેતી કરે છે. તેથી ઉત્પાદન સારું મળે છે અને મજૂરી ઓછી લાગે છે. પાળા પધ્ધતિથી ચાર ક્યારાએ એક ક્યારાની જગ્યા રાખી પાળા બનાવે છે. જેથી ઉત્પાદનમાં 25 ટકાવો વાધારો થાય છે.
ગાજરનો ઇતિહાસ
અરવિંદભાઈના પરદાદાને કોઈએ ગાજરનું બી આપાલું હતું. જેમા એક ગાજરમાંથી 2કે 4 ગાજર જોઈ જઈને થતાં હતા. જેને બેવડા કે ત્રેવડા કહાવામાં આવતાં હતા. તેને જમીનમાંથી કાઢવામાં મુશ્કેલ હતા. તેથી દાદાએ તેના કારણો શોધવાનું શરૂ કર્યું તેમાં માદા ગાજરને તેઓ ઓળખી કાઢીને અલગ કરવા લાગ્યા હતા. જેમાંથી આ દેશી શુદ્ધ બિયારણ મળી આવ્યું હતું. મોટીમારડ ગામમાંથી આ બિયારણે લાવ્યા હોઈ શકે છે. ચોક્કસ નથી કે ત્યાંથી જ આવ્યું છે.
અરવિંદભાઈના પિતા પાસે 14 વીઘા જમીન હતી. ગાજરની શોધ પછી આવક વધી અને પછી તે 125 વીઘા જમીન ખરીદી હતી.
જૂનાગઢના નવાબ
જૂનાગઢના ત્રીજા નવાબ મહાબતખાનજી દ્રારા ચલાવવામાં આવતા ગરીબો માટેના અન્નક્ષેત્રમાં પણ વલ્લભભાઇ મારવણીયા ગાજર આપતા હતા. આજે પણ નવાબ પાસે તેમને 42 રૂપિયા લેવાના બાકી નીકળે છે.
10 હજાર કિલો બીજ
હવે અરવિંદભાઈ પોતે 10-11 હજાર કિલો ગાજરનું બીજ તૈયાર કરીને દેશમાં મોકલે છે. તે પણ 500 ગ્રામના પેકિંગ કરીને અને ગુજરાત સરકારના લાયસંય સાથે તે મોકલે છે. કંપનીઓના હાઈબ્રિડ કે નોન હાઈબ્રિડ બિયારણો કરતા તે સસ્તા પડે છે. પહેલાં તે છૂટું વેચતા હતા ત્યારે વેપારીઓ લઈ જતા અને તેમાં બીજા ગાજરના બીજની ભેળસેળ કરીને ખેડૂતોને ઊંચા ભાવે આપતાં હતા. જેમાં ખેડૂતો છેતરાતા અને ધાર્યો પાક થતો ન હતો. તેથી તેમણે પોતાનું મધુવન – વલ્લભ દાદાના ગાજરના બ્રાંડથી બીજ વેચે છે.
ખેતી
જમીન જેટલી ઉંડી ખેડ કરીને પોચી કરેલી હોય તેટલી ઊંડાઈની લંબાઈનું ગાજર પેદા થાય છે. ગુણવત્તા સારી આવે છે. બજારમાં ભાવમાં 40થી 50 ટકાવો ફાયદો મળે છે.
ભારતમાં ગાજરની જેટલી પણ જાતો છે, તેમાં સૌથી વધારે બીટા કેરોટીન આયર્ન અને સુગર આ જાતમાં મળે છે. નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશને આખા દેશના ગાજરોની સારી જાતોનું પ્રયોગશાળામાં પરિક્ષણ કર્યું તેમાં બહાર આવતાં આ જાતને શ્રેષ્ઠ પ્રમાણિત કરી છે. ખેડૂતો પસંદ કર્યા, બીજું ગાજર વાવતા હતા તેમને ઘણાંને મફત બીજ પણ આપેલા હતા. ખેડૂતોને બીજા ગાજર સાથે તે વાવવાનું કહેલું.
એવોર્ડ
2015 માં સૃષ્ટી ઇનોવેશન અને 2017 માં રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ઇનોવેશન એવોર્ડ આપવામાં આવ્યા હતા. પદ્મશ્રી પણ મળ્યો છે.