બે ગણું ઉત્પાદન આપતી રીંગણની નવી જાત વિકસાવતા જૂનાગઢના વિજ્ઞાની 

brinjal
brinjal

ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021

ગુજરાતમાં સૌથી ઓછા રીંગણ સૌરાષ્ટ્રમાં ખવાય છે. તેમ છતાં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે રીંગણની નવી જાત તૈયાર કરી છે. સંકર જાતના ગોળ રીંગણ જીઆરબી 7 વાવવા માટે સરકારની સમિતિએ ખેડૂતોને ભલામણ કરી છે.

40 ટક રીંગણ આપે છે

વેજીટેબલ રીસર્ચ સ્ટેશનના વિજ્ઞાની ડો. વી એચ કાછડાયાએ જણાવ્યું હતું કે,

નવી જાત ખરીફ માટે સરેરાશ ઉત્પાદન હેક્ટરે 40.14 ટન આપે છે. જે બીજી જાતો કરતાં 20થી 30 ટકા વધું ઉત્પાદન આપે છે. પણ રાજ્યની સરેરાશ 20 ટનની સામે 40 ટન થતાં 100 ટકા વધું ઉત્પાદન આપે છે.

વિજ્ઞાની વાછાણીની મહેનત

જીઆરબી 7ની શોધમાં સૌથી વધું કામ કરનારા શાકભાજીના સંશોધક નિવૃત્ત વિજ્ઞાની ડો. જે. એચ. વાછાણીએ જણાવ્યું હતું કે, આ વેરાયટી તૈયાર કરવામાં લગભગ 13 વર્ષનો સમય લાગ્યો છે. વેરાઈટી ક્રોસીંગ કરીને તેને 7 પેઢી સુધી તપાસવામાં આવી હતી. જૂની વેરાયટી સાથે તેની સરખામણીમાં તે ખરી ઉતરી છે. તેની વિગતો ગુજરાતના તમામ રીસર્ચ સેન્ટર સાથે સરખામણી કરીને પછી તેને માન્યતા મળી હતી. 5 વર્ષ સુધી તેના ફીલ્ડ ટ્રાઈલ ચાલેલા હતા. 6 વિજ્ઞાનીઓએ આ જાત વિકસિત કરવામાં ભારે મહેનત કરી હતી.

બીજાથી શ્રેષ્ઠ

ગુજરાત જૂનાગઢ રીંગણ – 3 જાત 33.32 ટન, ગુજરાત ગોળ રીંગણ – 5 જાત 29.73 ટન, ગુજરાત નવસારી ગોળ રીંગણ – 1 જાત 30.17 ટન ઉત્પાદન આપે છે. તેની સામે નવી ગોળ રીંગણ જીઆરબી 7 જાત 40 ટન ઉત્પાદન આપે છે.

ગુલાબી જાંબલી રંગના રીંગણ

ફળ મધ્યમ કદના, મધ્યમ ગોળ આકારના અને ગુલાબી જાંબલી રંગના તેમજ ચળકાટ વાળા છે. આ જાતમાં પ્રોટીનની માંત્રા વધુ જણાઈ છે. રીંગણ ઝૂમખામાં આવે છે. આ જાતમાં રોગનું પ્રમાણ તો બીજી જાતો જેટલું છે. તેથી રોગ પ્રતિકાર જાત માટે વિજ્ઞાનીઓ સફળ થયા નથી.

દેશના રીંગણ

દેશમાં 17.57 ટન હેક્ટરની ઉત્પાદકતા છે. ગુજરાતની 20 ટનની છે. આમ દેશમાં ગુજરાતમાં સરેરાશ વધું રીંગણ પાકે છે. ભારતમાં 7.40 લાખ હેક્ટરમાં વાવેતર સાથે 1.30 કરોડ મેટ્રિક ટન રીંગણનું ઉત્પાદન 2018-19માં થયું હોવાનું કેન્દ્ર સરકરાનું અનુમાન છે.

ગુજરાતનું રીંગણું

ગુજરાતમાં શાકભાજીનું વાવેતર 6.55 લાખ હેક્ટરમાં 1.33 કરોડ ટન શાકભાજી પેદા થાય છે. જેમાં રીંગણનું વાવેતર 2019-20માં 71 હજાર હેક્ટરમાં 14.37 લાખ ટન રીંગણ પેદા થયા હતા. 2009-10માં હેક્ટરે 17.37 ટન રીંગણનો ઉતારો હતો. આમ 10 વર્ષમાં માંડ 3 ટનનો વધારો થઈ શક્યો છે.

વર્ષ 2019-20માં રીંગણનું વાવેતર અને ઉત્પાદન
જિલ્લો હેક્ટર ટન ઉત્પાદન ઉત્પાદકતા
સુરત 5268 112050 21.27
નર્મદા 792 12854
ભરૂચ 1843 32898
ડાંગ 660 11794
નવસારી 3070 60356
વલસાડ 2944 53993
તાપી 3519 65805
દક્ષિણ ગુ. 18096 349751 19.33
અમદાવાદ 2998 59990
અણંદ 7740 178020 23
ખેડા 4624 97381
પંચમહાલ 865 14610
દાહોદ 2190 41785
વડોદરા 8105 164207 20.26
મહિસાગર 825 16782
છોટાઉદેપુર 2358 47632
મધ્ય ગુ. 29725 620407 20.87
બનાસકાંઠા 3350 73700
પાટણ 436 8131
મહેસાણા 2599 45872
સાબરકાંઠા 400 11428
ગાંધીનગર 1967 42291
અરાવલી 425 11985
ઉત્તર ગુજ. 9177 193407 21
કચ્છ 2540 45390
સુરેન્દ્રનગર 969 15020
રાજકોટ 1450 30392
જામનગર 750 14430
પોરબંદર 190 3230
જૂનાગઢ 1825 35916
અમરેલી 616 11088
ભાવનગર 1568 31893
મોરબી 870 16443
બોટાદ 290 5522
સોમનાથ 2614 52134 20
દ્વારકા 690 12779
સૌરાષ્ટ્ર 14372 274236 19
ગુજરાત કૂલ 71370 1437801 20.15

આણંદના ખેડૂતોના રીંગણ

20.15 ટન રીંગણ સરેરાશ પાકે છે. આણંદના ખેડૂતો સરેરાશ 23 ટન રીંગણ પકવે છે. જે મોટા ભાગે અમદાવાદ શહેર ખાય છે.

વડોદરાના રીંગણ

સૌથી વધું રીંગણ વડોદરામાં 1.64 લાખ ટન પેદા થાય છે પછી સુરત જિલ્લો છે. જ્યાં 5268 હેક્ટરમાં 1.12 લાખ ટન રીંગણ પેદા થાય છે. મધ્ય ગુજરાતના 8 જિલ્લામાં સૌથી વધું રીંગણ પાકે છે. વડોદરા શહેરમાં સૌથી વધું રીંગણ પાકે છે. અમદાવાદના લોકો આણંદ, મહેસાણા અને ખેડાના રીંગણ ખાય છે. મધ્ય ગુજરાતમાં સૌથી વધું રીંગણ પાકે છે. આમ મધ્ય ગુજરાતના લોકો પણ રીંગણ ખાવામાં આગળ છે.

સૌરાષ્ટ્રના લોકો ઓછા રીંગણ ખાય છે

સૌરાષ્ટ્રના લોકો ઓછી રીંગણ ખાય છે. છતાં ત્યાં સારી જાતો જોવા મળે છે. જોકે દેશી જાત હવે ખતમ થઈ રહી છે. તેના સ્થાને સંકર જાતો આવી રહી છે.

1500 કરોડનો ફાયદો

આજે રીંગણનો ભાવ ગુજરાતની 10 એપીએમસીમાં એક કિલોના રૂપિયા 4થી રૂપિયા 30 સુધીનો હતો. ગુજરાતમાં સૌથી વધું 265 બોરીના સોદા રાજકોટ બજારમાં થયા હતા. જ્યાં 20 કિલોના ભાવ રૂપિયા 120થી 220 સુધી રહ્યાં હતા. તે હિસાબે રૂપિયા 600 કરોડથી રૂપિયા 4500 કરોડના રીંગણનો ભાવ ગણી શકાય. 15 લાખ ટન રીંગણ સરેરાશ 10નો કિલો ખેડૂતોને વેચાય તો, રૂપિયા 1500 કરોડના રીંગણ 2020-21માં વર્ષે થવાનો અંદાજ મૂકી શકાય છે.

આમ જો વૈજ્ઞાનિક ડો. વાછાણીએ નવી જાત વિકસાવી તે જો તમામ ખેડૂતો વાવેત તો રૂપિયા 1500 કરોડનો ફાયદો વધારાના ઉત્પાદનથી મળી શકે છે.