ગાંધીનગર, 23 માર્ચ 2021
ગુજરાત વિધાનસભામાં 23 માર્ચ 2021માં સરકારે જણાવ્યું કે, સિંચાઇ માટે જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. વર્ષ 2001માં સિંચાઇ હેઠળનો વિસ્તાર 38.77 લાખ લાખ હેક્ટર હતો, જે વર્ષ 2020માં વધીને 68.89 લાખ હેક્ટર થયેલો છે. 30.12 લાખ હેક્ટરનો વધારો થયો છે.
અગાઉ 15 હજાર નવા કૃષિ વીજ જોડાણ દર વર્ષે આપવામાં આવતા હતા. જ્યારે છેલ્લા 17વર્ષમાં સરેરાશ કર વર્ષે 1 લાખ નવા જોડાણ આપવામાં આવ્યા છે. દિવસે વિજળી મળી રહે તે માટે રૂા.3500ની જોગવાઇ કરવામાં આવી છે. બે વર્ષમાં તમામ ગામોમાં આ યોજનાનો લાભ મળશે.
18 લાખ ખેડૂતોને વીજ બિલમાં વર્ષે રૂ.7385 કરોડની રાહત વીજ સબસીડી તરીકે આપવામાં આવે છે.
કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ મધ્યમ અને મોટા ડેમો અંગેના પ્રશ્નોની સંકલિત માહિતી પ્રશ્નો પૂછીને માંગી હતી ત્યારે સરકારના પોલ ખૂલી ગઈ હતી. એમાં એવું બહાર આવ્યું છે કે, રાજ્યમાં 107 મધ્યમ બંધો અને 19 મોટા બંધો આવેલા છે.
ભાજપે જ બધું કર્યું અને કોંગ્રેસના શાસનમાં કશું નથી થયું તેવા દાવાઓની પોલ કોંગ્રેસના ધારાસભ્યોએ ખોલી હતી. કારણ કે 107 બંધો બનેલા છે તે 1995 પહેલા બનેલા છે. ત્યારે કોંગ્રેસનું શાસન હતું. ત્યાર પછી એક પણ નવો સિંચાઈ બંધ બન્યો નથી. વીજ જોડાણો આપ્યા છે તેથી ખેડૂતોનું ખર્ચ વધ્યું છે અને સરકારની આવક વધી છે.
1995 બાદ ભાજપનું શાસન આવ્યું છે. 1995માં 19 નવા બંધોનું કામ ચાલું હતું. કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસે ખેડૂતોનું સિંચાઈનું પાણી નહીં આપીને અહિત કર્યું છે. ભાજપ સરકારે તાયફાઓ, ઉત્સવો અને જાહેરાતોમાં સસ્તી પ્રસિધ્ધી મેળવવા સિવાય નક્કર પાયાની સુવિધાઓ માટે કોઈ કામ કર્યું નથી.
તેનો મતલબ એ કે 30 લાખ હેક્ટર સિંચાઈ વધી છે તે વીજળીથી થતી સિંચાઈથી વધી છે. નર્મદા યોજનાથી તેમાં 5 લાખ હેક્ટર વધી છે. ખેડૂતો આમ ભાજપ સરકારની પોલ ખુલ્લી પડી હતી.
| ક્રમ | જિલ્લાનું નામ | મધ્યમ ડેમોની સંખ્યા | મોટા ડેમોની સંખ્યા | ૧૯૯૫ પહેલાં
બનાવેલ ડેમોની સંખ્યા |
૧૯૯૫ બાદ
બનાવેલ ડેમોની સંખ્યા |
| ૧ | સુરેન્દ્રનગર | ૫ | ૦ | ૪ | ૧ |
| ૨ | બોટાદ | ૩ | ૦ | ૩ | ૦ |
| ૩ | કચ્છ | ૨૦ | ૦ | ૨૦ | ૦ |
| ૪ | બનાસકાંઠા | ૧ | ૨ | ૨ | ૧ |
| ૫ | ભરૂચ | ૧ | ૦ | ૧ | ૦ |
| ૬ | નર્મદા | ૨ | ૨ | ૩ | ૧ |
| ૭ | તાપી | ૧ | ૧ | ૨ | ૦ |
| ૮ | નવસારી | ૨ | ૦ | ૨ | ૦ |
| ૯ | પાટણ | ૦ | ૦ | ૦ | ૦ |
| ૧૦ | મહેસાણા | ૦ | ૧ | ૧ | ૦ |
| ૧૧ | ખેડા | ૦ | ૦ | ૦ | ૦ |
| ૧૨ | ડાંગ | ૦ | ૦ | ૦ | ૦ |
| ૧૩ | જુનાગઢ | ૭ | ૦ | ૫ | ૨ |
| ૧૪ | ભાવનગર | ૬ | ૧ | ૬ | ૧ |
| ૧૫ | સાબરકાંઠા | ૪ | ૦ | ૨ | ૨ |
| ૧૬ | અરવલ્લી | ૨ | ૨ | ૪ | ૦ |
| ૧૭ | ગીર-સોમનાથ | ૫ | ૦ | ૫ | ૦ |
| ૧૮ | અમરેલી | ૭ | ૦ | ૪ | ૩ |
| ૧૯ | અમદાવાદ | ૦ | ૦ | ૦ | ૦ |
| ૨૦ | જામનગર | ૬ | ૧ | ૪ | ૩ |
| ૨૧ | રાજકોટ | ૧૦ | ૧ | ૯ | ૨ |
| ૨૨ | પોરબંદર | ૩ | ૦ | ૩ | ૦ |
| ૨૩ | દાહોદ | ૭ | ૦ | ૬ | ૧ |
| ૨૪ | પંચમહાલ | ૨ | ૨ | ૪ | ૦ |
| ૨૫ | સુરત | ૨ | ૧ | ૩ | ૦ |
| ૨૬ | વલસાડ | ૦ | ૧ | ૧ | ૦ |
| ૨૭ | ગાંધીનગર | ૦ | ૦ | ૦ | ૦ |
| ૨૮ | મોરબી | ૫ | ૨ | ૬ | ૧ |
| ૨૯ | દેવભુમિ-દ્વારકા | ૪ | ૦ | ૩ | ૧ |
| ૩૦ | આણંદ | ૦ | ૦ | ૦ | ૦ |
| ૩૧ | મહીસાગર | ૨ | ૧ | ૩ | ૦ |
| ૩૨ | છોટાઉદેપુર | ૦ | ૧ | ૧ | ૦ |
| ૩૩ | વડોદરા | ૦ | ૦ | ૦ | ૦ |
| કુલ | ૧૦૭ | ૧૯ | ૧૦૭ | ૧૯ |
ગુજરાતી
English




