પ્લાસ્ટિકથી ખેતરને ઢાંકવાથી ઉત્પાદનમાં 40 ટકાનો વધારો, પાણીમાં 40 ટકાની બચત, અભ્યાસ

ગાંધીનગર, 22 માર્ચ 2021

ખેતરમાં ટન મોઢે પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે. ખેતી માટે વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગને પ્લાસ્ટિકલ્ચર કહે છે. પાણી, નીંદામણ, મજૂરી, રોગથી પાકને બચાવવા માટે જમીનને ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચિંગ કહે છે. જેમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાવા લાગ્યું છે. ગુજરાતમાં 90 લાખ હેક્ટર જમીનમાંથી ઉનાળું અને શિયાળુ પાકમાં 10 ટકા જમીન પર પ્લિસ્ટિક કે ખેતીનો કચરો પાથરવવામાં આવે છે.

ઉત્પાદનમાં 40 ટકા વધારો

કૃષિ વિજ્ઞાની મુકેશ આર જીંજાળાએ જણાવ્યું હતું કે, નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના ખેતરમાં થયેલા અભ્યાસ પ્રમાણે મલ્ચિંગથી સરેરાશ 40 ટકા ઉત્પાદન વધે છે. 90 ટકા નિંદામણ કરવું પડતું નથી. 40 ટકા પાણી બચે છે. ઉનાળું કે શિયાળું મરચીમાં 60 ટકા પાણી બચાવે છે. ખાતરની 20 ટકા બચત કરે છે. આમ એકંદરે ખેતીનું લગભગ 40 ટકા ખર્ચ મલ્ચિંગથી બચે છે. (જૂઓ ટેબલ) તેથી ખેડૂતો ઝડપથી તેનો વપરાશ વધારી રહ્યાં છે.

બે અને ત્રણ ગણો પાક

કપાસમાં બે ગણું અને મગફળીમાં 3 ગણું ઉત્પાદન મળે છે. 2થી 3 ઈંચ જમીનમાં દબાવવું પડે છે. ગુજરાતમાં તળબુચની ખેતી તો મોટા ભાગે પ્લાસ્ટિકના મલ્ચિંગથી થઈ રહી છે. ચોમાસાને બાદ કરતાં ઉલાળું અને શિયાળુ પાક તળબૂચ, મરચી, ટામેટા, કાકડી, વેલા, શાકભાજીમાં ગુજરાતમાં તેનો વપરાશ લાખો હેક્ટરમાં થઈ રહ્યો છે.

પાણીની બચત 40 ટકા

પ્લાસ્ટિક ઢાંકવાથી જમીનની અંદર ભેજ લાંબો સમય ટકી રહે છે તેથી ઓછા પાણીએ વધું વિસ્તારમાં પાક લઈ શકાય છે. પાણીનું બાષ્પીભવન થતું અટકાવને નાણાં બચાવી શકાય છે. મલ્ચિંગથી ઉત્પાદન વધારી શકાય છે. ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે. જ્યાં પ્લાસ્ટિક પાથરેલું હોય તેની નીચે વરાળના ટીપા જામી જાય છે જે ફરી જમીનની અંદર પડે છે. તેથી પાણીનો બગાડ અટકે છે.

90 ટકા સુધી નિંદામણ ખર્ચ બચે

પ્રકાશ સંશ્લેષણ થતું અટકે છે. જમીનની અંદર રહેલા ખડ કે નિંદામણના બીજ અંકૂરીત થતાં નથી. તેથી 40થી 90 ટકા નિંદામણ કરવું પડતું નથી.

જમીન ગરમ થતી નથી

સૂર્ય પ્રકાશ સીધો જમીન પર પડતો નથી. સુકા અને અર્ધ સુકા વિસ્તારોમાં મલ્ચિંગ સારો એવો ફાયદો કરે છે. જે વેચાતું પાણી લે છે તેમને મોટું ખર્ચ બચે છે. પ્લાસ્ટિક પર સૂર્ય પ્રકાશ પડવાથી જમીન ઓછી ગરમ થાય છે. પ્લાસ્ટિક અને જમીન વચ્ચે જગ્યા માં હવા રહેતી હોવાથી ગરમી અવાહક બને છે. ઠંડીમાં પણ આ રીતે મદદ કરે છે. રાતના અને દિવસના તાપમાનમાં પણ મદદ થાય છે.

જંતુ મુક્ત

જમીનને નુકસાન કરતાં વિષાણું – વાયરસ, બેક્ટેરિયા, હાનિકારક તત્વો દૂર થઈને જમીન શુદ્ધ થાય છે. જંતુ મુક્ત જમીન બને છે. અંગારવાયુ વધવાથી પાણી, ફોસ્ફરસ, સૂક્ષ્મ તત્વોની બચત થાય છે. તેથી પાકની સારી વૃદ્ધિ થાય છે. તેથી ઉત્પાદન વધારે આવે છે. વળી સૂર્ય પ્રકાશથી જે તત્વો નાશ થાય છે તે થતો નથી. જમીનમાં ભૌતિક ફેરફાર જોવા મળતા નથી.

 

જમીનના છિદ્ર

જમીન પરથી કોરી માટી ઓછી ઉડે છે. જમીનની છિદ્રો જળવાઈ રહે છે. તેથી હવાની હેરફેર વધું થાય છે. તેથી અંગારવાયું વધે છે. જે પ્રકાશસંશ્લેષણમાં મદદ કરે છે.

લીનીયર શ્રેષ્ઠ

કાળુ અને સફેદ ચમકતું પ્લાસ્ટિક આવે છે. અપાર દર્શક અને પારદર્શક પણ આવે છે. લીનીયર લો ડેન્સીટી પોલીથીલીન – એલ. એલ. ડી. પી. ઈ. પ્રકારનું સૌથી વધું ખેતરોમાં વપરાય છે. જેમાં જલદી કાણાં પડી જતા નથી. પાતળુ અને મજબૂત હોય છે. નિંદણ બહાર નિકળતું નથી.

પોલીવિનાઈલ ક્લોરાઈડ – પીવીસી અને લો ડેન્સીટી પોલીથીલીન – એલ. ડી. પી. ઈ. પ્લાસ્ટિક પણ આવે છે.

ગોળ કાણા

પ્લાસ્ટિક પાથરતાં પહેલા ધૂળના ઢેફા ભાંગવા પડે છે. રોપણી કે વાવણી કરતાં પહેલા પાથરવું જોઈએ. છોડને રોપવા કે બહાર નિકળવા માટે ગોળ કાણાં પાડવા, ચોરસ પાડવાથી પ્લાસ્ટિક ફાટી જાય છે. થોડું ઢીલું રાખીને 2થી 6 ઈંચ જમીનની અંદર દબાવવું કે કોર પર 6 ઈંચ માટી દબાવવી.

પાથરવામાં પ્લાસ્ટિક થોડું ઢીલું રહે એ જરૂરી છે, પરંતુ તેમાં હવા ભરાય તેટલું ઢીલું રહે તો પ્લાસ્ટિક ફટી જાય છે માટે આ વાતની ખાસ કાળજી રાખવી.

ઓર્ગેનિક મલ્ચિંગ

પહેલા આ કામ માટે સૂકા પાંદડા, ફોતરા, સાંઠી, લાકડાનો વહેર, કેળના પાન, શેરડીના પાન, ડાંગરનું ભુંસું, સુકાઈ ગયેલા પાજરી કે મકાઈના પુળા જમીન પર નાંખી જમીન ઢાંકી દેવામાં આવે છે. તેથી ભેજ ઓછો ઉડી જાય છે. ઓર્ગેનિક મલ્ચિંગના મશીન કટરથી નાના ટૂકડા કરીને જ જમીન પર નાંખવાથી સારા ફાયદા મળે છે. ખેતરનું ખાતર અને મલ્ચિંગ સાથે થઈ જાય છે.

ભાવ ને ખર્ચ

20 માઈક્રોન કાળા પ્લાસ્ટિકના રૂપિયા 2200થી રૂપિયા 2300 જેવો ભાવ છે. જે 2થી 2.50 ફૂટ પહોળું હોય છે. લંબાઈ 800 મીટર હોય છે. જે 3 વીઘા જમીનમાં (એકરે) 4થી 5 રોલ જોઈએ

25 માઈક્રોન કાળા પ્લાસ્ટિકના રૂપિયા 2500થી રૂપિયા 2600 રેંજમાં આવે છે. 20 માઈક્રોન પ્લાસ્ટિકનું હેક્ટર દીઠ રૂપિયા 20થી 25 હજારનો ખર્ચ આવે છે. મતલબ કે ચોરસ મિટર દીઠ રૂપિયા 2થી 2.50 લુધી ખર્ચ થાય છે.

જાડાઈ

મગફળી માટે 7 માઈક્રોન, રીંગણ, ટામેટા, ભીંડા, કાકડી, કોબી, શાક, વેલા માટે 15થી 25 માઈક્રોન, પપૈયા, ગલગોટા, ફળ, ફૂલ માટે 50 માઈક્રોન પ્લાસ્ટિક વપરાય છે. કેરી, નાળિયેરી, ચીકુ, જામફળ જેવા વૃક્ષોના પાકો માટે 100 માઈક્રોન પ્લાસ્ટિક વપરાય છે. ઘઉં અને જીરૂની જેમ નજીક નજીક વવાતા પાકમાં મલ્ચિંગ કરાતું નથી. રેતીનું પણ મલ્ચિંગ થાય છે.

શેરડી, કાળા પ્લાસ્ટિક, ઘાસ, દિવેલાની ફોટરી અંગે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાગલ દ્વારા થયેલા અભ્યાસ
પાક વિસ્તાર આવરણનો પાણીની ઉત્પાદન નિંદામણ ખાતરની
ભલામણ પ્રકાર બચત% વધારો % બચતજ્% બચત%
કેળ દક્ષિણ ગુજરાત શેરડીની પતરી 10 ટન હેક્ટરે 33 13 60
દક્ષિણ ગુજરાત કાળુ પ્લાસ્ટિક 50 માઈક્રોન 40 20 90 40
બોર ઉત્તર ગુજરાત કાળુ પ્લાસ્ટિક 25
રીંગણ મધ્ય ગુજરાત કાળુ પ્લાસ્ટિક 27 80 20
રીંગણ ઉત્તર ગુજરાત દિવેલાની ફોતરી 14 80 20
રીંગણ દક્ષિણ ગુજરાત ઘાસ હેક્ટરે 5 ટન 44 80 20
રીંગણ દક્ષિણ ગુજરાત કાળુ પ્લાસ્ટિક 50 માઈક્રોન 40 35 80 20
મરચી દક્ષિણ ગુજરાત શેરડીની પતરી 10 ટન હેક્ટરે 14
કાળુ પ્લાસ્ટિક 50 માઈક્રોન 62 90
ફ્લાવર દક્ષિણ ગુજરાત કાળુ પ્લાસ્ટિક 50 માઈક્રોન 33 75
ભીંડા દક્ષિણ ગુજરાત કાળુ પ્લાસ્ટિક 50 માઈક્રોન 40 25 90 20
કપાસ સૌરાષ્ટ્ર કાળુ પ્લાસ્ટિક 20 33-50