રૂપાણી સરકારનું રૂપાળુ જૂઠ વાંચો, ગુજરાતમાં એમેઝોનની પાછળ સરકારના આવા છે જૂઠાણા

ગાંધીનગર, 30 સપ્ટેમ્બર 2020

એમોઝોન વેપાર કેન્દ્ર

અમદાવાદ જિલ્લાના બાવળા ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે દુનિયાભરમાં ઈ-બિઝનેસ ચેઈન એમેઝોન દ્વારા ફુલફિલ્મેન્ટ સેન્ટર 28 સપ્ટેમ્બર 2020એ કાર્યરત થઇ ગયું છે. 180 દિવસમાં બાવળા ખાતે ફુલફિલમેન્ટ સેન્ટર તેમજ અમદાવાદ એરપોર્ટ નજીક માત્ર 75 દિવસમાં સોર્ટ સેન્ટર તૈયાર થઇ ગયું છે. બાવળાનજીક 6 લાખ સ્ક્વેર ફીટ જગ્યામાં તૈયાર થયેલા આ સેન્ટરમાં 5000 લોકોને નોકરી મલી છે.

350 હેક્ટર કરતાં પણ વધારે જગ્યામાં ફેલાયેલો અને આશરે એક લાખ વાર એરિયામાં બનાવવામાં આવેલું ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ગવર્મેન્ટ અપ્રૂવ પાર્ક છે. એમેઝોન હવે દેશભરના ગ્રાહકો માટેના ઉત્પાદનો અમદાવાદથી રવાના કરશે. 2017ની વાઇબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગે ‘એમેઝોન ઇન્ડિયા’ સાથે MoU કર્યા હતા.

અમદાવાદનું આ કંપનીનું પહેલું સપ્લાય સેન્ટર છે. કંપનીનું સપ્લાય સેન્ટર 2 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ સિવાય કંપનીએ એરપોર્ટ નજીક 15000 ચોરસફૂટમાં ફેલાયેલ એક સોર્ટિંગ સેન્ટર પણ લીધું છે. ગુજરાતમાં 10 નવા પુરવઠા કેન્દ્રો સ્થાપવાના છે. ગુજરાતમાં વિસ્તરણ એ જુલાઈમાં 10 નવા પરિપૂર્ણતા કેન્દ્રો ઉમેરવાની છે. ભારતમાં પહેલાથી અસ્તિત્વમાં છે તેવા 7 પુરવઠા કેન્દ્રોને પણ વિસ્તૃત કરશે.

20 વર્ષના લીઝ પર એમેઝોનને 1 લાખ ચોરસની જમીન આપી છે. કંપની પાસે અત્યાર સુધીમાં આશરે 6.5 લાખ ચોરસ ફૂટ જગ્યા છે. અને તે ભવિષ્યમાં પણ વિસ્તૃત કરવાની યોજના બનાવી શકે છે. તે એમેઝોનનું સૌથી મોટું સપ્લાય સેન્ટર છે.

સરકારની ભ્રામક વાતો

ભાજપની વિજય રૂપાણીની સરકાર કેવી ભ્રામક વાતો ફેલાવે છે તે સમજવા જેવું છે, તેમણે જે કહ્યું તે સદંતર જૂઠ છે. તેમણે કહ્યું કે, કોરોનાના સંક્રમણકાળ દરમિયાન પણ પણ વિકાસની ગતિ અટકી નથી. એમેઝોન હવે દેશભરના ગ્રાહકો માટેના ઉત્પાદનો અમદાવાદથી રવાના કરશે. રાજ્યના દરેક વંચિત-ગરીબ લોકોની સુખાકારીને રાજ્ય સરકારે અગ્રીમતા આપી છે અને એટલે જ વાઇબ્રન્ટ સમિટમાં મોટા ઉદ્યોગોના MoU સાથે વનવાસીઓની હસ્તકલા ઉદ્યોગને પણ પ્રોત્સાહિત કર્યા છે.

આદિવાસી હસ્ત કલા કારીગરોના ઉત્પાદનો માટે વૈશ્વિક બજારની તકોનું નિર્માણ કરવા તથા તેમના ઉત્પાદનોનું યોગ્ય વળતર મળે તે માટે 2017ની વાઇબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગે ‘એમેઝોન ઇન્ડિયા’ સાથે MoU કર્યા હતા. ગુજરાતમાં બિઝનેસ માટેના સાનુકૂળ વાતાવરણને લઈને આ સેન્ટર ગુજરાતમાં કાર્યરત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપતા રહ્યા છે.

10 હજારથી 25 હજાર સુધીની રોજગારી સરળતાથી મળતી થશે. ગુજરાત તમામ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. હવે એમેઝોનના ફૂલફિલમેન્ટ સેન્ટર કાર્યરત થવાના પગલે ગુજરાત ઇ-કોમર્સ ક્ષેત્રે પણ અગ્રેસર બનશે.

નગ્ન સત્ય, દેશમાં એમેઝોનની સત્ય હકીકતો

5 ઓગસ્ટ 2020માં પંજાબના લુધિયાણામાં એક નવું સપ્લાય સેન્ટર (વેચાણ કરનારાઓ માટે વેરહાઉસ સુવિધાઓ) ખોલ્યું હતું. કંપની દેશભરમાં તેના સપ્લાય સેંટર (વેરહાઉસ) ના નેટવર્કને વિસ્તૃત કરી રહી છે. સ્ટોરેજ ક્ષમતા ત્રણ મિલિયન ક્યુબિક ફીટ છે. એમેઝોન ઇન્ડિયાના લુધિયાણામાં બે પુરવઠા કેન્દ્રો છે. તેમની કુલ સ્ટોરેજ ક્ષમતા 4.5 લાખ ઘનફૂટથી વધુ છે. કંપનીના વખારો છે.

જૂલાઈ 2019માં એમેઝોન ઇન્ડિયાએ પટણા અને ગુવાહાટીમાં વિશેષ પુરવઠા કેન્દ્રો સ્થાપીત કર્યા હતા. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં તેના કેન્દ્રોની ક્ષમતામાં વધારો કર્યો હતો. ડિલિવરી પ્રણાલીમાં સુધારણા અને ગતિ લાવશે. નવી દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, હૈદરાબાદ, કોલકાતા, લુધિયાણા અને અમદાવાદમાં સ્થાપવામાંની યોજના ત્યારે બનાવી હતી. નેટવર્કમાં કુલ 9 મિલિયન ક્યુબિક ફીટ વિસ્તાર વધારવામાં આવ્યો છે. 2018 ની તુલનામાં ક્ષમતામાં આ 40 ટકા વિસ્તરણ છે. તેમણે કહ્યું કે ભારતમાં એમેઝોનના ડિલિવરી સ્ટેશનોની સંખ્યા 60 થી વધીને 80 થયું છે.

એપ્રિલ, 2017માં એમેઝોને ભારતમાં 9 ફર્નિચર પૂર્તિ કેન્દ્રો હતા. 33 ડિલિવરી સ્ટેશનોમાં રોકાણ કર્યું હતું. કર્ણાટક, હરિયાણા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, પંજાબ, ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે 10 રાજ્યોમાં 34 એફસી 2017માં હતી. જે 30 મિલિયન ચોરસફૂટ ક્ષેત્રનો વિસ્તાર 10 મિલિયન ક્યુબિક ફીટની સંગ્રહ ક્ષમતા ધરાવતી હતી.

રૂપાણી સરકારનું જુઠ

સરકારે કહ્યું કે 2017માં એમઓયુ કર્યા હતા. પણ તે આદિવાસી વિસ્તાર માટેના હતા. 25 હજાર લોકોને રોજરાગી આપી શકાય તેમ નથી. એમેઝોન આવવાથી 25 હજાર દુકાનો ગુજરાતમાં બંધ થશે. મોદી આવું કરી રહ્યાં છે, એવું રૂપાણી કહે છે. તો તેઓ શું કરી રહ્યા છે. એમોઝોન ભારતમાં પૈસા કમાવા આવેલું છે. તે રામ મંદિર બનાવવા દાન કરવા નથી આવ્યું.

ગરીબ અને વંચિની સુખાકારી માટે સરકાર કરી રહી છે એવું રૂપાણી કહે છે પણ એમોઝોન ગરીબોના ઉદ્ધાર માટે નથી આવ્યું તે પોતાનો ધંધો કરવા અને રાજકીય પક્ષોને ફંડ આપવા આવ્યું છે. કોરોનામાં વિકાસની ગતિ અટકી નથી એવું રૂપાણી કહે છે, પણ એમેઝોનનો પ્લાન 2019થી હતો કે અમદાવાદમાં સેન્ટર શરૂં કરવું.

રૂપાણી કહે છે કે, એમેઝોન હવે દેશભરના ગ્રાહકો માટેના ઉત્પાદનો અમદાવાદથી રવાના કરશે. પણ હકીકત એ છે કે અમદાવાદ પહેલાં દેશમાં આવા 7 ધંધાના કેન્દ્રો એમેઝોનનના છે. ગુજરાતમાં તો પછી તેઓ આવ્યા છે. અને આખા દેશમાં અહીંથી વસ્તુ એમેઝોન પહોંડાલવાનું નથી. આમ ભાજપની રૂપાણી સરકાર કેવા જુઠાણા ચલાવે છે. તે આ પરથી ખ્યાલ આવે છે.