ગુજરાતમાં રોયલ્ટી રૂ.2000 કરોડની આવક અને ચોરી 21 હજાર કરોડની

ગાંધીનગર, 7 એપ્રિલ 2023
ગુજરાતના જીઓલોજી અને માઇનિંગ આયોગ (CGM)એ જાહેરાત કરી છે કે, નાણાકીય વર્ષ 22-23 માટે રોયલ્ટીની રૂ. 2070 કરોડની આવક થઈ છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 19.44%નો વધારો થયો છે. મુખ્ય ખનિજો જેમ કે, ચૂનાનો પત્થર, બોક્સાઈટ, લિગ્નાઈટ વગેરેનો ફાળો સમગ્ર રોયલ્ટી વસૂલવામાં 30% છે. જ્યારે, સામાન્ય રેતી, બ્લેકટ્રેપ, ગ્રેનાઈટ, માર્બલ, ચાઈના ક્લે, બિલ્ડીંગ સ્ટોન વગેરે જેવા ગૌણ ખનિજોનું યોગદાન સમગ્ર રોયલ્ટી કલેક્શનમાં 70% છે. નવા 12 લાઈમસ્ટોન અને બોક્સાઈટ મેજર મિનરલ બ્લોક્સ ખુલ્લા મૂક્યા છે. રાજ્યએ 365 ગૌણ ખનિજ બ્લોક્સ જાહેર કર્યા છે.

પારદર્શક, નવીનતમ અને ટકાઉ શાસનનો અમલ કરીને આયોગે ગુજરાતની ખનિજ સંપત્તિનો વિકાસ કર્યો હોવાનો દાવો કર્યો છે. પણ આવક કરતાં ખનિજ ચોરી વધારે થઈ રહી છે તે અંગે કોઈ જાહેરાત કરી નથી.

2019-20 અને 2020-21માં વૃદ્ધિ જોવા મળી હતી. 2021ની આવક પાછલા વર્ષના રૂ. 1352 કરોડથી વધીને રૂ. 1,733 કરોડ થઈ હતી. જે ખાણકામ ઉદ્યોગમાં આવનારી તેજીનો સંકેત આપે છે. 2021 અને 2022ની વચ્ચે રોયલ્ટી વસૂલતમાં 28% વૃદ્ધિ જોવા મળી છે.

રોયલ્ટી કલેક્શન માટે સિંગલ વિન્ડો સિસ્ટમ, માઇનિંગ લીઝ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન, સર્વેલન્સ માટે ટેક્નોલોજી, ઇન્ટિગ્રેટેડ લીઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ઇ-ઓક્શન રૂટ્સ અને નદીની રેતીના વિકલ્પોનું મૂલ્યાંકન કરવા માટે પારદર્શિતા અને જવાબદારી રાખે છે.

રાજ્ય સરકાર વધુ માઇનિંગ લીઝને મંજુરી આપશે.

જીઓ કેમિકલ મેપિંગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત છે. જીઓ કેમિકલ મેપિંગમાં રાજ્યની કુલ 236 ટોપોશીટ્સમાંથી 86 ટોપોશીટ્સ 54412 ચોરસ કિલોમીટરના વિસ્તારની પૂરી કરી છે. ખનિજના નમૂનાનાં વિશ્લેષણ અને મેપિંગ GSI ધોરણો મુજબ કરવામાં આવે છે. CGM રિપોર્ટ લખવા માટે અદ્યતન સિસ્ટમ્સ સર્ફર, નકશાની માહિતી અને જીઓસોફ્ટ મોન્ટાજ- જીઓકેમિસ્ટ્રી સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.

ગુજરાત સરકારનું જીઓલોજી અને માઇનિંગ આયોગ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કામ કરે છે. 33 ખનીજ કચેરીઓ સંબંધિત જિલ્લાઓ (કચ્છમાં બે કચેરીઓ) ખાતે કાર્યરત છે. જીઓલોજી એન્ડ માઇન્સના આઉટગોઇંગ કમિશનર શ્રી રૂપવંત સિંઘ છે.

ગુજરાત રાજ્યમાં ખાણ ખનીજ ચોરી અટકાવવા માટે 2016થી મોબાઈલ એપ લોન્ચ કરાઈ હતી. જેનું કોઈ પરિણામ આવ્યું નથી. ટોલ ફ્રી નંબર 1800-233-4640 ઉપર સીધે સીધી ફરિયાદ કરવાની સુવિધા છતાં ચોરી માટે નક્કર કાર્યવાહી થતી નથી.

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઢેબર, રાણપર અને પાસ્તર ગામે રોજના 100થી વધુ ટ્રક અને ટ્રેકટરની રોજની રૂ.2.50 કરોડથી વધારેની ખનીજનની રોયલ્ટી ચોરી થાય છે. તંત્રની મીઠી નજર હેઠળ ગુજરાતની પ્રજાની સંપત્તિની લૂંટ ચાલી રહી છે. આવું 19 જિલ્લામાં ચાલી રહ્યું છે. જ્યાં રોજના 50થી 75 કરોડ રૂપિયાની રોયલ્ટી ચોરી થાય છે. 18 હજાર કરોડથી 28 હજાર કરોડની રોયલ્ટી ચોરી થઈ રહી છે. જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દ્વારકા, ભરૂચ, ભાવનગર જિલ્લામાં થઈ રહી છે. સરકારને તો માત્ર 10 ટકા જ આવક થઈ રહી છે. ખનિજ વિભાગને વર્ષે 2 હજાર કરોડ નહીં પણ 23 હજાર કરોડની આવક થઈ શકે તેમ છે.

અબજોની ખનીજ ચોરી કઈ રીતે ક્યાં થાય છે તે વાંચો ……..

થાન બન્યું ધનબાદ – ગુજરાતમાં લીગ્નાઈટ કોલસા માફિયાઓનું રાજ

થાન બન્યું ધનબાદ – ગુજરાતમાં લીગ્નાઈટ કોલસા માફિયાઓનું રાજ 

ગુજરાતમાં ખાણ માફિયાઓ કેવા છે, ખનીજ રેતી ચોરી તો સામાન્ય છે

ગુજરાતમાં ખાણ માફિયાઓ કેવા છે, ખનીજ રેતી ચોરી તો સામાન્ય છે

ચોંકાવનારા અહેવાલો વાંચો ………………..

https://allgujaratnews.in/gj/?s=%E0%AA%96%E0%AA%A8%E0%AB%80%E0%AA%9C