રીંગ રોડ પરની અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબ પાસે, 300 કરોડની જમીન ધરાવતા સભ્યોના રાજીનામાં સામે પ્રશ્નાર્થ  

KARMABHUMI કર્મભૂમિ
KARMABHUMI કર્મભૂમિ

Question against resignation of members with land worth Rs 300 crores near prestigious club of Ahmedabad on Ring Road

KARMABHUMI MAP
KARMABHUMI MAP લાલ ટપકા પાસે સ્કીમ, થોળ તળાવ રોડ અને રાંચડા પાસે 62 હજાર ચોરસ મિટરની જમીનનો વિવાદ છે. આભાર google map. allgujaratnews.in@gmail.com

रिंग रोड पर अहमदाबाद के प्रतिष्ठित क्लब के पास 300 करोड़ रुपये की जमीन वाले सदस्यों के इस्तीफे के खिलाफ सवाल

ગાંધીનગર, 15 જાન્યુઆરી 2021

અમદાવાદના થોળ તળાવ રોડ પર રાંચરડાના વાયણા ગામની જમીન પર કર્મભૂમિ નામની સોસાટીમાં વિશ્વહર્ષ સહકારી મંડળીની બંગલાની રૂપિયા 500 કરોડની સ્કીમમાં અમદાવાદના જાણિતા બિલ્ડરોનો મોટો વિવાદ ઊભો થયો છે. એક બીજા જૂથ કબજો કરવાની લડાઈ લડી રહ્યાં છે.  જેમાં સોસાયટીમાં 300 કરોડની જમીન ધરાવતાં 138 સભ્યોના રાજીનામાંનો પર્દાફાશ થયો છે.

સહકારી કાયદા વિરૃદ્ધ જઈને કાગળ પર રાજીનામાં બતાવી દેવાયા છે. જો ખરેખર રાજીનામાં આપવા હોય તો સહકારી રજીસ્ટ્રાર કચેરીના નિયત ફોર્મ પર લેવા પડે છે. તેથી બિલ્ડર લોબીમાં ધરતીકંપ થયો છે. કારણ કે અહીં આસપાસ અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબ આવતાં એક વીઘાની જમીનનો ભાવ 2.50 થી 4 કરોડ રૂપિયા આસપાસ છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનું કાર્યક્ષેત્ર હોવાથી ગુજરાતના બિલ્ડરો આ જમીન પર નજર રાખીને ગતિવિધિ બારીકાઈથી જોઈ રહ્યાં છે. ગાંધીનગર જિલ્લામાં જમીન પડતી હોવાથી રાજનેતાઓ અને બિલ્ડરો આ ઘટનાને ગંભીરતાથી લઈ રહ્યાં છે. કારણ કે અહીં બે મોટા બિલ્ડર ઓડિટરને બોલાવીને ઓડિટ કરાવી રહ્યાં છે.

ઓડિટ અહેવાલ

વાયણાની સીમના સરવે નંબર 134, 155 154, 135, 127ની 62568 ચોરસ મીટર જમીન અંગે ઓડિટ અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, સહકારી મંડળીઓના કલોલના ઓડિટર એસ. એસ. લોદીએ ઓડિટ અહેવાલ આપ્યો છે. તેમણે તપાસમાં જાહેર કર્યું  કે કુલ 138 સભાસદો રાજીનામું આપી છુટા થયેલા છે. જેમની છુટા થવા બાબતની અરજીઓ નિયત નમૂનાના અરજી ફોર્મમાં નહીં લેતાં સાદા કાગળ ઉપર છૂટા થવા બાબતે અરજીઓ મેળવેલી છે. તેમજ છૂટા થયેલા તમામ સભ્યોના આઈ ડી પ્રુફ મેળવેલા નથી. સ્પષ્ટતા કરવી જરૂરી છે. આગામી ઓડિયે તે અંગે પૂર્તતા કરવાનો આદેશ આપેલો છે.

ટાયટલ ક્લીયરમાં વિગતો બહાર આવી

કેટલાંક લોકોએ મિલકતો વેચવા માટે અખબારમાં ટાયટલ ક્લીયરની નોટિસ આપી પછી આ કૌભાંડ બહાર આવ્યું છે. હર્ષ રીયાલીટી કંપનીએ અહીં સોસીયટી ડેવલપ કરી હતી.

રાજીનામાં સાચે જ આપવામાં આવ્યા છે ?

1996ની સ્કીમમાં 2003થી ઘણાં લોકોએ અહીં પ્લોટ ખરીદ્યા હતા. 2013 સુધી ધર્મેશ શાહનો વહીવટ હતો. 2013થી રૂપેશ હરી ઠક્કર બંગલાની સોસાયટીનો વહીવટ સંભાળેલો હતો. તે દરમિયાન આ રાજીના અપાયા હોવાનું કાગળ પર જણાય છે.

138 પ્લોટ ધારકનો પ્રશ્ન  

સહકારી વિભાગે 2018માં ગાંધીનગર કલોલના એસ એસ લોદી દ્વારા ઓડિટ થયું ત્યારે બહાર આવ્યું કે, 138 લોકોના સભ્યોના રાજીનામાં લઈ લીધા છે. 2013 પહેલાં  232માંથી 138 પ્લોટ ધરકોના કાગળ પર રાજીનામાં લઈ ને સહકારી મંડળીના સભ્યોના નામો દૂર કરી દેવાયા છે. હવે આખી મિકત વિવાદમાં આવી ગઈ છે.

સર્ચ અહેવાલમાં વિગતો બહાર આવી

પ્લોટનું ટાઈટલ ક્લીયર કરાવવા માટે સર્ચ થયું તેમાં પબ્લિક ડોક્યુમેન્ટ અને આરટીઆઈમાં આ બધી વિગતો બહાર આવી છે. 2020માં પણ કેટલીક મિલકત વેંચી છે. પ્લોટના માલિકને ખબર પડી કે તેનો પ્લોટ હતો તે બીજાના નામે થઈ ગયો છે. તેમનું રાજીનામું લઈ લેવાયું હોવાનું કાગળ પર બહાર આવ્યું છે. આવા અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યાં છે. દસ્તાવેજ જંત્રી પ્રમાણે કરવામાં આવેલા છે. તે વાસ્તવિક કંમતના 10 ટકા ભાવે જ કરવામાં આવી રહ્યાં છે. જેમાંથી ઘણાં પ્લોટ વેંચી મરાયા અને ત્યાં બાંધકામ પણ શરૂ થયા છે. એવું આવા કિસ્સા પરથી બહાર આવ્યું છે. સરકારની કચેરી દસ્તાવેજો આપતા ન હતા. સામાન્ય માણસોને એક કાગળ મેળવવા 10 વર્ષ નિકળી જતાં હોય છે. ઠરાવો અને સોસાયટીના દસ્તાવેજો સભ્યોને પણ આપવામાં આવતાં નથી. કેટલીક કાચી જમીન છે.

નિયત ફોર્મમાં સભ્યો

232 સભ્યોના બે ત્રત્યાંશ સભ્યો 138ને ડીલીટ કરી દેવાયા છે. જેના નામો છે પણ તેમના કાયમી સરનામા લડત ચલાવનારાઓ મેળવી રહ્યાં છે. અધિકારી એસ એસ લોદીએ ઓડિટ અહેવાલ આપ્યો છે.  2012-13 પહેલાના સભ્યોની યાદીમાં જે નામ છે, તે 2014થી 138 બદલાય ગયા છે. યાદી બનાવનારા હાલના સંચાલકો છે.

ઘણી વિગતો બહાર ન આવે તે માટે કેટલાંક સભ્યો ધમકી આપી રહ્યાં છે, પણ તે લડત કરવાના મૂડમાં છે.

ઓડિટર શું કહે છે

ગાંધીનગર જિલ્લાના પૂર્વ ઓડિટ અધિકારી એસ એસ લોદીએ જણાવ્યું હતું કે જે હાલ નામો ડીલીટ થયા હોવાનું જણાય છે. તે હવે પછી જ્યારે ઓડિટ થશે ત્યારે તેના કારણો સાથે અહેવાલ આપવા માટે કહેવાયું છે. બીજી પણ કેટલીક બાબતો છે જે ઓડિટ અહેવાલમાં છે.

ચેરમેન શું કહે છે

સોસાયટીના ચેરમેન રૂપેશ હરી ઠક્કર કહે છે કે, ખોટી વાતો છે. જૂના સભ્યો વિવાદ કરી રહ્યા છે. એવું કંઈ નથી. કોઈ કૌભાંડ અમે કર્યું નથી. 138 સભ્યોએ મારી પહેલા રાજીનામાં આપેલા. હમણાં આવું કંઈ નથી.