ગાંધીનગર, 6 જૂલાઈ 2020
ગુજરાતના યુવા ઊદ્યોગ સાહસિકોએ દેશના 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે દેશનું સ્ટાર્ટ અપ હબ બન્યું હોવાનો દાવો કરી પ્રજાને ભ્રમિત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમ (NASSCOM) ના એક અભ્યાસ અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે 2014થી 2019ના સમયગાળા દરમિયાન વાર્ષિક 12 થી 15 ટકાના ધોરણે સ્ટાર્ટ અપ ઉદ્યોગ સ્થાપવા વૃદ્ધિ થઇ છે. દેશભરમાં આ સમયગાળા દરમિયાન 150 સ્ટાર્ટ અપમાંથી 43 ટકા ફંડેડ સ્ટાર્ટ અપ માત્ર ગુજરાતમાં જ છે. વિશ્વમાં ભારત સ્ટાર્ટઅપ ક્ષેત્રે 2018-19ના વર્ષમાં સૌથી મોટું ત્રીજું રાષ્ટ્ર બન્યું છે, તેમાં ગુજરાતનું 43 ટકા સ્ટાર્ટઅપ હતું. આવો દાવો ભાજપની બોદી રૂપાણી સરકારે જાન્યુઆરી 2020માં કર્યો હતો. તેમના દાવાની પોલ ખુલી ગઈ છે.
સ્ટાર્ટઅપ્સ બંધ થયા, રૂપાણી-મોદી સરકારની નીતિમાં ખોડ
ભારતની ભાજપની મોદી સરકારની અવળી આર્થિક નીતિ અને કોરોનાના રોગચાળાએ સ્ટાર્ટઅપ્સ ઉદ્યોગો પર ખરાબ અસર કરી છે. ઉદ્યોગપતિઓની સંસ્થા FICCI અને ભારતીય એન્જલ નેટવર્કના સંયુક્ત સરવેમાં બહાર આવ્યું છે કે દેશમાં 12 ટકા સ્ટાર્ટઅપ્સ બંધ થઈ ગયા છે. 70 ટકા સ્ટાર્ટઅપ્સના ધંધામાં વિપરીત અસર પડી છે. ઘણાં સ્ટાર્ટઅપ્સ વેપારના વાતાવરણની અનિશ્ચિતતા તેમજ કેન્દ્રની ભાજપા સરકારે અગ્રતામાં અણધાર્યા ફેરફારોને કારણે ટકી રહેવા સંઘર્ષ કરી રહ્યા છે.
મુખ્યમંત્રીએ પોતે દાવો કર્યો હતો કે મારા પ્રોત્સાહક અભિગમના કારણે રાજ્યમાં યુવા સ્ટાર્ટઅપને ફાયનાન્શિયલ આસિસ્ટન્સ, ઓનલાઇન એપ્લિકેશન, મોનીટરીંગ એન્ડ ટ્રેકિંગ સુવિધા દ્વારા સ્ટાર્ટઅપને ખિલવવા-વિકસવાની પૂર્ણ તક મળતી થઇ છે. જે સાવ ખોટો પડ્યો છે.
ગુજરાતમાં સ્ટાર્ટ અપ પોલિસી છે. દેશમાં 2014થી 2019 વચ્ચે 9000થી વધુ સ્ટાર્ટઅપની સ્થાપના થઇ છે. તેમાં પણ ગુજરાત 1500 કરતાં વધુ રજિસ્ટર્ડ સ્ટાર્ટ અને ફંડેડ સ્ટાર્ટઅપનું છે. મુખ્યમંત્રીના કારણે દેશમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ લીડ લેનારૂં ગુજરાત રાજ્ય છે. ઈનોવેટિવ પ્રક્રિયા માટે રો-મટિરિયલ-સંશાધનો વગેરે માટે રૂ.10 લાખ સુધીની સહાય આપવામાં આવે છે.
ઈન્કયુબેટર્સને 50 ટકા સુધીની મૂડીસહાય, વાર્ષિક પાંચ લાખ સુધીની માર્ગદર્શન સહાય તેમજ પાવર ટેરિફ અને ઇલેકટ્રીસિટી ડયૂટીમાં રાહત આપવામાં આવે છે. રૂપાણીના પ્રેરક અભિગમને પરિણામે સ્ટાર્અપ કલ્ચરને વેગ મળ્યો છે. એવો દાવો ઠોકવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઇઝરાયલના સહયોગ સાથે રાજ્યમાં આઇક્રિયેટની સ્થાપના દ્વારા યુવાઓને વૈશ્વિક વૈચારિક આદાન-પ્રદાન ટેકનોલોજી શેરિંગની તક પણ ઉપલબ્ધ બની છે. તેમજ આઇ-ક્રિયેટ દ્વારા પણ સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ માટે સહાય ઉપલબ્ધ છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતની આ સંપૂર્ણ ઇકો સિસ્ટમની મહત્તા અને પોટેન્શિયલ જોતાં ભારત સહિતના બિમસ્ટેક દેશો બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળનું આગામી સ્ટાર્ટઅપ કન્વેન્શન પણ ગુજરાતમાં યોજવાનું આયોજન થઇ રહ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટાર્ટઅપ યુવાઓને પોતાના શોધ-સંશોધનો અને નવા આઇડીયાઝને સ્ટાર્ટઅપ મિશન તહેત અમલમાં મૂકી જોબ સિકરમાંથી જોબ ગીવર બનાવવાનો દોવો કર્યો હતો.
રાજ્યમાં 2016થી અત્યાર સુધીમાં રૂપિયા 140 કરોડની સહાય સ્ટાર્ટઅપને આપવામાં આવી છે. 4000 રોજગારી મળી છે. નાસ્કોમના અહેવાલ અનુસાર ગુજરાત 43 ટકા ફંડેડ સ્ટાર્ટઅપ સાથે દેશનું સ્ટાર્ટઅપ હબ બન્યું છે.
મોદી અને રૂપાણીની રૂપાળી વાતો સ્ટાર્ટઅપમાં ચાલી નથી
દેશના 250 સ્ટાર્ટઅપ્સને આવરી લેતા ભારતીય સ્ટાર્ટઅપ્સ પર કોવિડ -19ની અસર પર દેશવ્યાપી સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં ભાગ લેનારા 70% લોકોએ કહ્યું કે કોવિડ -19 એ તેમના વ્યવસાયને અસર કરી છે. લગભગ 12 ટકા સ્ટાર્ટઅપ્સની આર્થિક હાલત એટલી બગડી છે કે તે બંધ કરી દેવા પડ્યા છે.
ખર્ચ પણ કરી શકે તેમ નથી
સર્વેક્ષણ દર્શાવે છે કે માત્ર 22 ટકા સ્ટાર્ટઅપ્સ પાસે આગામી ત્રણથી છ મહિનામાં નિયત ખર્ચ ખર્ચ પૂરા કરવા માટે પૂરતી રોકડ છે. આમાંના 68 ટકા લોકો તેમના સંચાલન અને વહીવટી ખર્ચ ઘટાડવા માટે આ શરતો સાથે સંઘર્ષ કરી રહ્યાં છે.
પગાર ઘટાડી દીધી અને કર્મચારીઓને છૂટા કરી દીધા
આશરે 30 ટકા કંપનીઓએ જણાવ્યું હતું કે જો લોકડાઉન લાંબા સમય સુધી કરવામાં આવે તો તેઓ કર્મચારીઓને છૂટા કરી દેશે. આ ઉપરાંત, 43 ટકા સ્ટાર્ટઅપ્સે એપ્રિલ-જૂનમાં 20-40 ટકા પગારમાં ઘટાડો શરૂ કર્યો છે.
રોકાણ અટકી ગયું
આમાંના 33 ટકાથી વધુ રોકાણકારોએ રોકાણ કરાવના નિર્ણય અંગેનો નિર્ણય ફેરવી દઈને ધંધો બંધ કરી દીધો હતો. 10 ટકા લોકોએ કહ્યું હતું કે સોદા પૂરા થયા છે. સર્વેમાં બહાર આવ્યું છે કે કોવિડ -19 ના ફાટી નીકળ્યા પહેલા ડીલ પ્રમાણે માત્ર આઠ ટકા સ્ટાર્ટઅપ્સને ફંડ મળ્યું હતું. ઓછા ભંડોળના કારણે સ્ટાર્ટઅપ્સને આગળના વિકાસ અને વ્યવસાયિક વિકાસને મુલતવી રાખવાની ફરજ પડી છે. તેઓએ અગાઉના ઓર્ડર ગુમાવ્યા છે, જેના કારણે સ્ટાર્ટઅપ કંપનીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આમ કેન્દ્ર સરકારની નબળી નીતિ સૌથી વધું કારણભૂત નિકળી છે. સ્ટાર્ટઅપ્સમાં તેમના રોકાણને અસર થઈ છે. તે જ સમયે, 92 ટકા લોકોએ કહ્યું કે આગામી છ મહિનામાં સ્ટાર્ટઅપ્સમાં તેમનું રોકાણ ઓછું થશે. લગભગ 59 ટકા રોકાણકારોએ કહ્યું કે તેઓ આગામી મહિનાઓમાં હાલની પોર્ટફોલિયો કંપનીઓ સાથે કામ કરવા માંગશે. માત્ર 41 ટકા લોકોએ કહ્યું કે તેઓ નવા સોદા પર વિચાર કરશે.
આમ મોદી અને રૂપાણીની પોલ આ સરવેમાં ખુલી ગઈ છે. આખા દેશનો સરવે ગુજરાતને પણ લાગુ પડે છે.