વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ છે , તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે
એક સપ્તાહ સુધી મુખ્યમંત્રી નિવાસસ્થાને મુલાકાતીઓને પ્રવેશ નહિં અપાય
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સ્વાસ્થ્યનું બુધવારે સવારે તબીબો દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે. તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે.
તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરી કરે છે. વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે.
મુખ્યમંત્રીના નિવાસસ્થાને એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી આવે.
14 એપ્રિલ 2020, મંગળવારે બપોરે મુખ્યમંત્રીના નિવાસસ્થાને અમદાવાદ શહેરના ત્રણ ધારાસભ્યો સર્વ ગ્યાસુદિન શેખ, શૈલષભાઇ પરમાર અને ઇમરાન ખેડાવાલાની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને મળ્યા હતા.
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોના વાયરસ અંગે ચર્ચા અને તકેદારી રૂપે કરફયુ જાહેર કરવાની સમગ્ર બાબતોની ચર્ચા કરી હતી.
આ બેઠકમાં હાજર રહેલા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના થઈ ગયો છે. તેથી વિજય રૂપાણીનું બુધવારે આરોગ્ય પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
રૂપાણીએ અમદાવાદના કોરોનાગ્રસ્ત થયેલા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને આઇસોલેશન થયેલા ગ્યાસુદિન શેખ- શૈલેષભાઇ પરમારના ટેલિફોનિક ખબર-અંતર પૂછયા હતા.
ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર બેય આઇસોલેશનમાં છે. ઇમરાન ખેડાવાલા જે હાલ કોરોના વાયરસની બિમારી અંગે સારવારગ્રસ્ત છે, તેમના ખબરઅંતર પૂછયા હતા તેમજ તેમને વધુ સારવાર વગેરેની કોઇ જરૂરિયાત હોય તો તે માટે મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી હતી. ત્રણેય જનપ્રતિનિધિઓ ત્વરિત સ્વસ્થ થઇને ફરી પોતાના વિસ્તારના નાગરિકો-લોકોની સેવાના કાર્યોમાં લાગી જાય તેવી શુભેચ્છાઓ પણ આપી હતી.