અમદાવાદ, 1 જાન્યુઆરી 2020
ઈસુનું નવું વર્ષ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ઘરથી 100 કિલોમીટર દૂર અમદાવાદના એક ગામના મહિલાઓ માટે હાડમારીથી શરૂ થયું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન દરેક ઘરને નળથી પાણી આપવાની વાત કરે છે, પણ અમદાવાદના વિરમગામના થુલેટા ગામે અનુસૂચિત જાતિના પરિવારોને પીવાનું પાણી મેળવવા હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામે પીવાના પાણી માટે પાઈપથી નળ આપવામાં આવેલા છે. જે પાણી લોકોને પીવામાં અગવડ પડી રહેલી છે. 70 ટકાથી વધુ રોગો પાણીજન્ય હોય છે. અશુદ્ધ પાણીને લીધે થતા રોગોનો વ્યાપ વધતો જાય છે.
કૂવો બનાવો
ગામે અનુસૂચિત જાતિ નો કૂવો અલગ આવેલો છે. પરંતુ આ કૂવો પાછલા 20 વર્ષથી બંધ છે. તે ચાલુ કરવા અનેક વખત રજૂઆત કરી પણ ચાલુ થતો નથી. તેથી બહેનો પીવાનું પાણી મેળવવા ગામના કૂવામાં પાણી ભરવા જાય છે, ત્યારે તેઓ જાતે પાણી ભરી શકતા નથી. અન્ય જ્ઞાતિના બહેનો પાણી ભરીને આપે ત્યારે પાણી લઈ શકે છે. જેને લઈ ખૂબ અગવડ પડી રહી છે.
ધારાસભ્યને રજૂઆત
આ બાબતે થુલેટા અનુસૂચિત જાતિ વસ્તી પંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, નાયબ કલેકટર, ધારાસભ્યને લેખિતમાં આવેદનપત્ર આપીને પીવાના પાણી માટેનો કૂવો અલગથી બનાવી આપવા કે નળથી પાણી આપવા વિનંતી કરેલી છે.
તલાટી આવતા નથી
સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ બેઠક બોલાવતાં નથી. તલાટી અનિયમિત આવે છે. કામ માટે ગામ લોકોને વિરમગામ બોલાવવામાં આવે છે. તે અંગેની રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી.
કોણે રજૂઆત કરી
કાર્યવાહી કરવા સારુ ગ્રામજનો સાથે દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ, જિલ્લા સંયોજક નવઘણ પરમાર, પૂર્વ સરપંચ મનુભાઈ મહેશભાઈ, પંચાયત સભ્ય નાનજીભાઈ અન્ય ગ્રામજનો રજૂઆતોમાં જોડાયા હતા.
આ બાબતે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો તાલુકા પંચાયત પાસે ઉપવાસ આંદોલન કરશે.
ગુજરાતની હાલત કેવી છે
રાજ્યનાં 93.03 લાખ ગ્રામીણો ઘરમાંથી 68.63 લાખને નળ જોડાણો પુરા પાડવામાં આવ્યા છે.
2022 સુધીમાં રાજ્યના 26.82 લાખ પરિવારો પાસે નળની સુવિધા નથી તેમને આપવાની જાહેરાત કરાઇ હતી.
ચૂંટણી પહેલા બધાને નળ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલાં 2022માં તમામ ઘરમાં નળથી પાણી આપવાનું છે, જે પહેલા 2024 સુધીમાં નળ આપવાના હતા.
એક વર્ષમાં 11 લાખ ઘરમાં નળ
2020-21 દરમિયાન 11.15 લાખ ઘરોમાં નળ જોડાણ આપવાનું આયોજન છે. 2020માં 3 લાખ ગ્રામીણ ઘરોમાં નળ આપી દેવાયા છે. 2020-21માં કેન્દ્ર સરકારે રૂપિયા 883.08 કરોડનું બજેટ છે. રાજ્યમાં હિસ્સા સાથે કુલ 1777.56 કરોડ ખર્ચ નળ માટે કરાશે. 12 જિલ્લાઓ ગાંધીનગર, બોટાદ, વડોદરા, પોરબંદર અને મહેસાણાના 100% ઘરેલુ નળ આપી દેવાયા છે.
ફાઇનાન્સ કમિશનની ગ્રાન્ટ્સ
ગુજરાતને રૂ.3195 કરોડની ફાઇનાન્સ કમિશન ગ્રાન્ટ્સ ફાળવણી કરવામાં આવી છે. તેની 50% રકમનો ઉપયોગ ફરજિયાત પાણી પુરવઠા અને સ્વચ્છતાના (વોટર સપ્લાય અને સેનિટેશન) કરવાનો છે.
ગુજરાતના 98 ટકા ગામમાં પાઇપ દ્વારા પાણી
રાજ્યના 18,191 ગામડાઓમાંથી 17,899 ગામડાઓ પાસે હાલ પાઇપ દ્વારા પાણી પુરવઠાની વ્યવસ્થા છે. ડિસેમ્બર, 2020 સુધીમાં બીજા 6000 ગામડાઓના 100% ઘરોમાં નળના જોડાણ આપવાનું હતું. 5 જિલ્લાઓના તમામ ઘરોમાં નળના જોડાણની સુવિધાઓ આપવામાં આવી છે.
વોટર એન્ડ સેનિટાઇઝેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો) દ્વારા 13 એપ્રીલ 2016માં દરેક ગ્રામ પંચાયતમાં 50 ટકા મહિલા સાથે 12 સભ્યોની પાણી સમિતિની રચના કરવા ઠરાવ કરાયો હતો.
આદિજાતિ 100 ટકા પણ અનુસૂચિત જાતિના
ગુજરાતના આદિજાતિ વિસ્તારના તમામ 24 લાખ ઘરોમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પુરૂ પાડવામાં આવશે. અનુસૂચિત જાતિના ઘરો અંગે રાજ્યની લઘુમતી જૈન કોમની ભાજપ સરકારે ક્યારેય જાહેરમાં કહ્યું નથી કે એક પણ અનુસૂચિત જાતિના ઘરને નળ વગર નહીં રહેવા દેવાય.