સૌરાષ્ટ્રના લીંબુના સૌથી મોટા ખેડૂત કહે છે, લીંબુમાં ભાવ સારા પણ ઉત્પાદન ઘટી ગયું, ઠેરના ઠેર

RASHIK BHADANIYA
RASHIK BHADANIYA

ગાંધીનગર, 4 એપ્રિલ 2021

સામાન્ય દિવસોમાં 20થી 75 રૂપિયા એક કિલોના મળે છે. જ્યારે ઉનાળામાં રૂપિયા 70 મળે છે. આ વખતે ગોંડલ ખેત બજાર ઉત્પાદન સમિતિમાં 20 કિલોના રૂપિયા 800થી રૂપિયા 2200 સુધી મળે છે.

2021ની ઋતુમાં 50 ટકા ઉત્પાદન ઘટ છે. તેથી ભાવ સારા મળે છે પણ સરવાળો બરાબર થાય છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ હોવાના કારણે ફ્લાવરીંગ ઓછું થયું હતું. શિયાળામાં ઝાકળ અને ઠાર મોટા પ્રમાણમાં આવતાં ફાલ પર વિપરીત અસર  કરી છે.

ગુજરાતમાં 80 એકર ખેતરમાં લીંબુ પકવતાં અગ્રગણી હરોળના ખેડૂત રસીકભાઈ ભાડાણિયા 9727758804 કહે છે કે, 2020ના ચોમાસામાં વરસા ખેંચાતા લીંબુમાં ફ્લાવરીંગ મોડું થયું હતું. વરસાદ બંધ થયા પછી એક મહિને ફ્લાવરીંગ આવને છે. તેથી મોડી સીઝન શરૂ થઈ છે.

સૌરાષ્ટ્રના મોટા ખેડૂત રસીકભાઈ ભાડાણિયા

મૂળ વાલાસણના ખેડૂત અને હાલ ચોટીલામાં ખેતી કરતાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લીંબુ ઉત્પાદક રસીકભાઈ ભાડાણિયા કહે છે કે, ઠંડી અને ઝાડળ, રાતના ઠંડી અને દિવસે તાપ થતાં તે સમયે લીંબુ બંઘાવા જોઈએ તેવા ન બંધાયા. એક મહિના પછી બીજું ફ્લાવરીંગ આવતાં હવે એપ્રિલના અંતમાં લીંબુ મોટા પ્રમાણમાં પાકશે.

ચોટીલાની ખેતી

ચોટીલાના ખેડૂત રસીકભાઈ ભાડાણિયા કહે છે કે, કર્ણાટક અને બીજા રાજ્યોમાંથી લીંબુ ગુજરાતમાં આવે છે. ચોટીલામાં 2000થી 120 એકર જમીન ધરાવે છે. 80 એકરમાં લીંબુ છે. મને ખેતીનો શોખ છે. આસપાસના ખેડૂતોને ખેતી અંગે જ્ઞાન આપું છું. લીંબુમાં 3 વખત ફ્લાવરીંગ આવે અને 4 મહિને લીંબુ બને છે.

ગુજરાતની ખેતી 

ગુજરાતમાં લીંબુની ખેતીમાં તેજી છે. 1થી 1.20 લાખ ખેડૂતો 46થી 50 હજાર હેક્ટરમાં 6થી 7 લાખ ટન લીંબુ પકવે છે. જે ભારતના 19.25 ટકા હિસ્સો છે. ભારતમાં 32 લાખ ટન લીંબુ પાકે છે.

2014-15માં 4.62 લાખ ટન લીંબુ પાક્યા હતા. જે 2017-19માં 6 લાખ ટન અને 2020માં 7 લાખ ટન લીંબુ પાક્યા હતા. ખેડૂતોને જે રીતે લીંબુની ખેતીમાં ઉત્પાદન ઘટ આવી છે તે પ્રમાણે  આ વર્ષે 5 લાખ ટન લીંબુ થઈ શકવાની શક્યતા છે.

હેક્ટરે 13થી 16 ટન ઉત્પાદન થાય છે. આ વખતે ઉત્પાદકતાં અડધી થઈ ગઈ છે.  50 હજાર હેક્ટરમાં  વાતાવરણે ભારે મોટો ધક્કો માર્યો છે.

ભારતમાં સૌથી વધુ લીંબુ ગુજરાતના ખેડૂતો પકવે છે. આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયમાં હેક્ટરે 30 ટન લીંબુનું ઉત્પાદન થયું હતું.

લીંબુનું ઉત્પાદન લાખ  ટનમાં 2017-18

ક્રમ     રાજ્ય   ઉત્પાદન        ફાળો – %

1              ગુજરાત 6.05        19.24

2              આંધ્રપ્રદેશ      5.62        17.85

3              મધ્યપ્રદેશ      3.06        9.74

4              કર્ણાટક 3.06        9.73

5              ઓરિસ્સા        2.59        8.25

6              મહારાષ્ટ્ર       2.50        7.96

7              તેલંગાણા       1.78        5.66

8              તામિલનાડુ     1.18        3.76

9              બિહાર  1.13        3.6

ભારત કુલ 3,14700 ઉત્પાદન

મહેસાણા

મહેસાણામાં 2017માં 12311 હેક્ટર, 2020માં 15 હજાર હેક્ટરમાં કાગદી લીંબુના ખેતરો હતા. ગુજરાતમાં સૌથી વધું રૂપિયા 400-500 કરોડના અહીં લીંબુ પાકે છે. એક વૃક્ષ પરથી 250 કિલો લીંબુ ખેડૂતો પેદા કરે છે. વિશ્વના 20 દેશોમાં નિકાસ થાય છે.

વડોદરામાં ટીસ્યુકલ્ચરના બીયા બગરના અને બીજા લીંબુ 1200 હેક્ટરમાં થાય છે. ઓર્ગેનિક ખેતીમાં પેદા થતાં લીંબુ 28 દિવસ વગડતા ન હોવાના ખેડૂતોના અનુભવ છે.

ગુજરાતના ખેડૂતો મૂછ પર લીંબુ લટકાવે છે, આખા દેશમાં લીંબુનું સૌથી વધું ઉત્પાદન ગુજરાતે કરી બતાવ્યું

બીયા વગરના લીંબુની વધતી ખેતી, ગુજરાતના લીંબુની નિકાસ દેશ અને વિદેશમાં

સસ્તા લીંબુ, ફેક્ટરી ખરાબ 

રસીકભાઈ ભાડાણિયા કહે છે કે, 20 કિલોના 200 રૂપિયા ભાવે સસ્તા લીંબુ ચોમાસામાં પ્રોસેસિંગ કરનારા ઉદ્યોગો માલ ખરીદે છે. જે ચોમાસામાં ભાવ ઓછો થઈ જાય છે. પ્રોસેસેસ કરે છે. ખેડૂતોનો સસ્તો માલ પડાવી લે છે તેથી લીંબુ પકવતાં ખેડૂતો માટે ઘણું મુશ્કેલી ઊભી થાય છે. ખેડૂતોનો સસ્તો માલ ખરીદીને બજારમાં તે ઘણાં ઊંચા ભાવે લોકો ખરીદે છે. અથાણું બનાવતાં વેપારીઓ ચોમાસામાં સસ્તા અને ખરાબ ગુણવત્તાના લીંબુ ખરીદીને તેમાંથી અથાણું બનાવે છે. જે લીંબુનું અથાણું 3-4 વર્ષ સુધી બેરલમાં ભરી રાખે છે. 5 હજાર બેરલ ભરી રાખેલા હોય એવા વેપારીઓ પણ છે. જેમાં ખેડૂતો અને ગ્રાહકોનું આર્થિક શોષણ થાય છે.