ગુજરાતમાં મીઠાના અગરિયાઓ પાસેથી રૂપાણી સરકાર ઊંચો કર લઈ રહી છે. ઉત્પાદકો પ્રતિ હેક્ટર 988 રૂપિયા સરકારને ચૂકવે છે જ્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આ દર રૂ.22 છે. તામિલનાડુ 333, રાજસ્થાન 247, આંધ્રપ્રદેશ 151, મહારાષ્ટ્રમાં 22 પ્રતિ હેક્ટર અને ઓરિસ્સામાં પ્રતિ હેક્ટર 16નો દર છે.
ગુજરાત કરતાં મહારાષ્ટ્રમાં મીઠા ઉત્પાદકો સુરક્ષિત છે. ગુજરાચતમાં અગરિયાઓ ફરી દાંડી યાત્રા કાઢીને ભગવા અંગ્રેજ સરકાર સામે લડવું પડે એવી હાલત છે.
ભારતના કુલ ઉત્પાદનના 80 ટકા મીઠું આખો દેશ ખાય છે. નહીં સોલ્ટ કમિશનરનો અભિપ્રાય લેવાનો રહેતો નથી કારણ કે ભારત સરકાર દ્વારા સોલ્ટ ડિપાર્ટમેન્ટ જ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે રૂપાણીએ શોષણખોરી શરૂ કરી છે.
ગુજરાતમાં મીઠાની લીઝ આપવામાં સરકારની બેદરકારી સામે આવી છે. 2013થી મોટી સંખ્યામાં લીઝ રિન્યુની અરજીઓ પડતર છે. ઉત્પાદકો કહે છે કે મીઠા ઉત્પાદન માટેની ભાડાપટ્ટાની જમીન પર લાગુ પાડવામાં આવતો પ્રતિ ચોરસ મીટરનો 10 પૈસાનો બિનખેતી કર ભાડાપટ્ટાની જમીન પર લાગુ પાડી શકાય નહીં પરંતુ સરકાર તે ચાલુ રાખે છે જે વ્યાજબી નથી.
દેશના અન્ય રાજ્યોમાં ભાડાપટ્ટામાં જે ભાડું લેવામાં આવે છે તે પૈકી ગુજરાતના દર ખૂબ ઉંચા છે. ગુજરાતમાં આ દર 988 પ્રતિ હેક્ટર છે. જ્યારે
ગુજરાતમાં આ દર ઘટાડવાની જગ્યાએ 2014માં 15 ટકાનો વધારો ઝિકીં દેવામાં આવ્યો છે. ગુજરાતમાં ઉત્પાદિત થતું મીઠું હવે બજારમાં ઓછું જોવા મળી રહ્યું છે કારણ કે રાજ્ય સરકારની જટીલ નીતિના કારણે મીઠા બજારમાં અન્ય રાજ્યો પ્રવેશી ચૂક્યાં છે. આ પરિસ્થિતિ છેલ્લા 10 વર્ષમાં આકાર પામી છે.