વિશ્વમાં સૌથી વધું એરંડા પકવતાં ગુજરાતના ખેડૂતોનું આર્થિક શોષણ કરતાં ઉદ્યોગપતિઓ

ગાંધીનગર, 4 જૂન 2021

ગુજરાતના ખેડૂતો એરંડી પેદા કરવામાં અને હેક્ટર દીઠ સૌથી વધું ઉત્પાદન મેળવવામાં દેશમાં સતત 5 વર્ષથી આગળ રહ્યાં હોવાનો એક અહેવાલ ભારત સરકારે ગયા અઠવાડિયએ જાહેર કર્યો છે. એરંડીની ખેતી કરતાં રાજ્યોની 2015-16થી 2019-20ના 5 વર્ષની સરેરાશ જાહેર કરી છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે.

2018-19માં દેશમાં એરંડીનું ઉત્પાદન 12.15 લાઠ ટન થયું હતું. જેમાં ગુજરાતમાંથી 12.15 લાખ ટન થયું હતું. દેશના 77 ટકા માલ ગુજરાતના

ચોમાસુ પૂરું થયું ત્યારે ખેડૂતો પાસેથી વેપારીઓએ 600 રૂપિયાના 20 કિલો એરંડી ખરીદી લીધી હતી. હવે તેનો ભાવ 1100 સુધી થઈ ગયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 80 ટકા ખેડૂતો એરંડીનો પાક તૈયાર થાય એટલે તુરંત વેચી દેતા હોય છે. ખેતરેથી જ વેપારીઓને આપી દેતા હોય છે. આ માલ વેપારીઓ કે નિકાસકારોના ગોડાઉનોમાં જતો રહે છે. જે ભાવ ઊંચકીને વેચે છે.

249 તાલુકામાંથી 67 તાલુકામાં એરંડી થાય છે. જે ત્યાંના એપીએમસીમાં વેચવા જાય છે અથવા વેપારીઓ ખેડૂતોના ખેતરથી જ માલ લઈ જતાં હોય છે.

ગયા ચોમાસામાં 6.52 લાખ હેક્ટરમાં 15 લાખ ટન એરંડી પેદા થઈ હતી. હેક્ટર દીઠ 2293.55 કિલો ઉત્પાદન ખેડૂતોએ લીધું હતું.

ઉત્પાદન અને ભાવના આંકડા પરથી કહી શકાય કે 150 કરોડ કિલો ઉત્પાદન થયું હતું. જ્યારે પાક તૈયાર થયો ત્યારે એક કિલોનો ભાવ રૂપિયા 30 હતો. રૂ.4500 કરોડનો માલ તૈયાર હતો. જેમાં 50 ટકા ખેડૂતોએ ખેતરથી જ માલ વેચી દીધો હતો. જે હિસાબે રૂ.2250 કરોડનો માલ 30 રૂપિયામાં વેચાયો હતો. બીજા ખેડૂતોએ થોડા દિવસોમાં માલ વેચી દીધો હોઈ શકે છે. જેના વેપારીઓએ હવે બે ગણા ભાવો મેળવ્યા હતા. ખેડૂત આખું વર્ષ મહેનત કરે અને તેને એક કિલોએ માંડ 10 રૂપિયા નફો મળે છે. પણ વેપારીઓ પૈસા રોકીને ગોડાઉનમાં ભરે એટલે એ માલમાં 100 ટકા નફો મેળવી લીધો છે.

એરંડીમાં ગુજરાત સૌથી આગળ છે તેની પાછળ સારા બિયારણો છે. ગુજરાતમાં હાઈબ્રિડ જાતો સૌથી વધું શોધાઈ છે.

10 વર્ષમાં ભારે વધારો
હેક્ટરે 2010 કિલોની ઉત્પાદકતા સાથે 4.90 લાખ હેક્ટરમાં વાવેતર 2010-11માં થયું હતું. આજે હેક્ટરે 2303 કિલો સાથે 6.38 લાખ હેક્ટરમાં 14.70 લાખ ટન એરંડી પેદા થઈ છે. આમ 10 વર્ષમાં હેક્ટરે ઉત્પાદકતા 300 કિલોની વધી છે.

એરંડીનું તેલ અને ખોળ બને છે. તેલ રંગ ઉદ્યોગ, ડિટરજન્ટ, શાહી, દવા, પ્લાસ્ટિક, પોલિશ, લુબ્રિગેન્ટ સહિત 250 પ્રકારના ઉદ્યોગોમાં તેનો વપરાશ છે. તેથી વિશ્વમાં માંગ છે. વિશ્વમાં સૌથી વધું એરંડી ગુજરાત પકવે છે. ગુજરાતને નામના અપાવનાર કૃષિ વિજ્ઞાનીઓ અને ખેડૂતો છે. વેપરીઓ હવે ખેડૂતોની લૂંટ કરીને વિદેશ માલ મોકલે છે.

કિલો
હેક્ટર ઉત્પાદન હેક્ટર દીઠ
રાજ્ય વાવેતર ટન ઉત્પાદકતા
ગુજરાત 619690 1248670 2015
રાજસ્થાન 164250 232500 1416
હરિયાણા 1620 1660 1027
બિહાર 60 60 965
મેધાલય 70 50 745
અરુણાચલ 320 230 719
તેલંગણા 33800 24230 717
પ.બંગાળ 50 30 706
કર્ણાટક 6370 4070 639
આસામ 770 350 460
જારખંડ 730 300 409
મધ્યપ્રદેશ 7200 3220 447
મહારાષ્ટ્ર 11410 3080 270
નાગાલેન્ડ 350 230 673
ઓરીસા 8230 5190 631
તમિલનાડુ 4920 1530 312
ઉત્તરાખંડ 40 20 446
ભારત 898080 1546900 1722
હેક્ટર ખેતીની એરંડાનું
જિલ્લો જમીન વાવેતર
સુરત 251300 100
નર્મદા 113000 200
ભરૂચ 314900 1900
ડાંગ 56500 0
નવસારી 106800 0
વલસાડ 164300 0
તાપી 149100 100
દક્ષિણ ગુ. 1663700 22
અમદાવાદ 487400 47600
અણંદ 183800 500
ખેડા 283500 12200
પંચમહાલ 176200 2000
દાહોદ 223600 0
વડોદરા 304700 23900
મહિસાગર 122400 3100
છોટાઉદેપુર 206600 100
મધ્ય ગુ. 1988200 89300
બનાસકાંઠા 691600 98900
પાટણ 360400 99600
મહેસાણા 348100 81400
સાબરકાંઠા 271600 23600
ગાંધીનગર 160200 24800
અરાવલી 202700 10600
ઉત્તર ગુજ. 2034600 338800
કચ્છ 733500 126400
સુરેન્દ્રનગર 621000 65000
રાજકોટ 536300 5600
જામનગર 366200 3200
પોરબંદર 110900 0
જૂનાગઢ 358700 0
અમરેલી 538200 700
ભાવનગર 454700 0
મોરબી 347000 6600
બોટાદ 199700 100
સોમનાથ 217000 0
દ્વારકા 229600 100
સૌરાષ્ટ્ર 3979300 81300
ગુજરાત કૂલ 9891500 638000