ગાંધીનગર, 3 ડિસેમ્બર 2020
ગુજરાત રાજ્યમાં ઓન લાઇન બાંધકામ પરવાનગી સિસ્ટમ 2.0નો પ્રારંભ થયો છે. ODPS-2.0 ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સીસ્ટમના અદ્યતન ટેકનોલોજી યુકત વર્ઝન શરૂ થયું છે. દેશમાં ગુજરાત પ્રથમ હોવાનો દાવો સરકાર કરી રહી છે. નવી સિસ્ટમથી બિલ્ડરોને સૌથી વધું ફાયદો થવાનો છે. આ નવી પદ્ધતિમાં સામાન્ય લોકો ઓનલઈન એપ્રુવલ માટે જવાના નથી.
બે વર્ષ પહેલાની સિસ્ટમ નિષ્ફળ
16 એપ્રિલ 2018થી ઓન લાઈન જ પ્લાન પાસ કરાવનું શરૂ કરાયું હતું. આ ઓન લાઈન સિસ્ટમ શરૂઆતના 4 મહિનાતો પ્લાન સ્વીકારતી ન હતી. બાદમાં આખી ઓન લાઈન સિસ્ટમ નિષ્ફળ જતાં સરકારે નવા સોફ્ટવેર સાથે નવી સિસ્ટમ શરૂ કરવાની ફરજ પડી છે. અગાઉની કંપનીઓ સામે પગલાં ભરાયા કે કેમ તે સરકારે જાહેર કર્યું નથી.
દરેક ગામ અને શહેરમાં ફાયદો
બીજા દેશોમાં આવી પધ્ધતિ છે. હાલ ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ વિભાગોમાં ઓન લાઇન ઓન લાઇન કામ થાય એવી થોડી વ્યવસ્થા થઈ છે. રાજ્યના પાંચ નગર-મહાનગરમાં ઓનલાઇન એપ્રુવલ અને રજા ચિઠ્ઠીનું ર્કીટેકટ-ઇજનેરોને વિતરણ સરકારે કર્યુ હતું. રાજ્યમાં ગમે તે ગામડું કે શહેરને આ રીતે મકાનના પ્લાન પાસ અને બાંધકામની મંજૂરી મળવા લાગશે.
લોરાઈઝ બિલ્ડીંગો માટે રૂબરૂં પરવાનગી બંઘ
ODPS-2.0 કાર્યરત થતાં લો રાઇઝડ બિલ્ડીંગ માટે ઓફ લાઇન પરવાનગીઓ સંપૂર્ણ બંધ થઇ જશે. ODPS પ્રક્રિયાને ભવિષ્યમાં રાજ્યમાં હાઇરાઇઝડ બિલ્ડીંગ માટે પણ અમલી બનાવશે.
24 કલાકમાં બિલ્ટરોને મંજૂરી
ઓન લાઈન પ્લાન સબમિટ કર્યા બાદ 24 કલાકમાં મંજૂરી મળી જાય જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે છે.
કાયદો સુધારાયો
નવી વ્યવસ્થા વિકસાવવામાં GDCRમાં સુધારા કરી કોમન GDCR કર્યો છે. FSI, હાઇટ, માર્જિન, પાર્કિંગ, ફાયર સેફટી જેવી 15 જેટલી વાઇટલ મહત્વની બાબતો લીધી છે. તેના પર ફોકસ કરીને તેની પૂર્તતાના આધારે 24 કલાકમાં જ રજા ચિઠ્ઠી સાથે પ્લાન પાસ થઇ જાય છે.
ભાજપના 25 વર્ષ પ્રજાના પગના તળિયા ઘસાયા
નવી સિસ્ટમ એસ્ટાબ્લિશ ના થાય તેવું કેટલાંક લોકો ઇચ્છતાં હતા. પણ સરકાર પોતે ઓન લાઈન હિસાબો જાહેર કરવાનું સરકાર ઈચ્છતી નથી. દરેક વ્યક્તિ, બિલ્ડર ઘર-મકાનના પ્લાન પાસ કરાવવામાં તેના પગના તળિયા ભાજપ રાજના 25 વર્ષથી ઘસાઇ જઈ રહ્યાં હતાં. હવે ODPS લાવવામાં આવ્યું છે.
મુખ્ય પ્રધાનના શહેરમાં કેટલા પ્લાન પાસ
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હોમ ટાઉન રાજકોટ મહાનગરપાલિકામાં 2019-20માં 3875 પ્લાન મુકાયા હતા. જેની સામે ચાલુ વર્ષે 31 ઓક્ટોબર 2020 સુધીમાં 525 મકાન પ્લાન જ મુકાયા છે. સૌથી વધુ પશ્ચિમ વિભાગના 254, વેસ્ટ ઝોનમાં 140, સેન્ટ્રલ ઝોનમાં 131 બાંધકામ પ્લાન મંજૂર થયા છે. 2017 થી 2020ના નાણાકીય વર્ષમાં સરેરાશ 3500 પ્લાન મુકાતા હતા. 3 વર્ષમાં 10 હજાર મૂકાતા હતા.
1 લાખ પ્લાન
છેલ્લાં 4 વર્ષથી 100 ટાઉન પ્લાનીંગ સ્કીમ-ટી.પી.ની મંજૂરી સરકાર આપી રહી છે.
આખા રાજ્યમાં 3 લાખ જેટલાં નવા પ્લાન રજૂ થાય છે. જે મોટા ભાગે બિલ્ડરોના હોય છે.
13થી 15 લાખ ચોરસ મિટર જમીન એક ટીપી સ્કીમમાં હોય છે. જેમાં 50 ટકા સરકાર લઈ લે છે. એટલે 6થી 7 લાખ ચોરસ મીટર જમીન પર આખા રાજ્યમાં બાંધકામ થતાં હોય છે. તેનો મતલબ કે ખાનગી લોકો કરતાં બિલ્ટરોના ફાયદામાં આ નવી સિસ્ટમ આવી છે. જેમાં 10-15 હજાર મકાનો બની શકે. આવી 100 ટીપી સ્કીમ સરકાર મંજૂર કરી રહી છે. તેથી 10 લાખ મકાનો અને 1 લાખ પ્લાન પાસ થતાં હોવાનો અંદાજ છે.
રૂપાણી ઈમાનદારી બતાવે
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે પારદર્શીતા, નિર્ણાયકતા, સંવેદનીશલતા અને પ્રગતિશીલતાના ચાર પાયા પર ઇમાનદારીથી આ સરકાર કાર્યરત છે. અમારા કોઇ વ્યક્તિગત એજન્ડા કે હિત છે જ નહિ, માત્રને માત્ર વિકાસની રાજનીતિ તેમજ પ્રજાહિતના કામો કરીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે. જો મુખ્ય પ્રધાન ખરેખર સાચું બોલતાં હોય તો સરકાર રોજ જેટલા પણ બિલો, નાણાં ચૂકવે છે તે ઓન લઈન તમામ લોકો જોઈ શકે એવી એકાઉન્ટ પદ્ધતિ કેમ લાવતાં નથી. એટલા માટે નથી લાવતાં કે સરકાર ભ્રષ્ટાચાર છૂપાવવા માંગે છે.
ભય-ભૂખ-ભ્રષ્ટાચાર દૂર કરે
મુખ્યમંત્રી એવું પણ કહ્યું કે, લોકો ઇમાનદાર છે અને સરકારને પણ તેમના પર ભરોસો-વિશ્વાસ છે. તેઓ માત્ર વ્યવસ્થા ઇચ્છે છે. સરકાર પણ આવી ઓનલાઇન પારદર્શી વ્યવસ્થાઓથી પ્રજાની સરળતા ઇઝ ઓફ લીવીંગ વધારી રહી છે. આપણે ભય-ભૂખ-ભ્રષ્ટાચાર દૂર કરવા છે.
પણ ખરેખર મુખ્ય પ્રધાન જો પ્રજાવાત્સલ્ય હોય તો ઓન લાઈન એકાઉન્ટ પદ્ધતિ તુરંત લાવવામાં આવે. તે માટે બહું ખર્ચ પણ નથી. મુખ્ય પ્રધાન કહે છે કે, 1 ટકા લોકો ખોટું કરનારા છે. તેમની સામે પગલાં લેવા સરકાર સંકલ્પબદ્ધ છે. 99 ટકા લોકોને ખોટી રીતે તકલીફ ન પડે તેવી પણ પ્રતિબદ્ધતા છે.
તમામ મંજૂરીઓ ઓન લાઈન કરો
નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં પણ બધી પરવાનગીઓ લોકોને ઘરે બેઠા ઓનલાઇન મળે એવી વ્યવસ્થા નથી. કોમન કાયદાઓથી સૌને લાભ મળે કોઇને અન્યાય ન થાય તેવી વ્યવસ્થાઓ નથી. જે ઊભી કરવી જરૂરી છે.