To solve a crime in Gujarat, CCTV an investment of Rs 9 lakh per crime
ગાંધીનગર, 19 માર્ચ 2021
ગૃહ વિભાગ માટે 2021-22માં રૂા. 7,960 કરોડ ખર્ચાવાના છે. રાજયના પોલીસતંત્રની નબળી કામગીરીના કારણે રાજયમાં અશાંતિ, અસુરક્ષા અને અસલામતીનું નિમાર્ણ થયું છે. રાજ્યમાં ગુના ઉકેલાતા નથી. જોઈએ એવી સજા થતી નથી. કેટલાંક પ્રોજેક્ટ અંગે વિધાનસભામાં 18 માર્ચ 2021માં રજૂઆત થઈ છે. જે અંગે સમીક્ષા કરવી પડે એવી સ્થિતી છે.
VISWAS-1 પ્રોજેક્ટ
સી.સી. ટીવી આધારિત સર્વેલન્સ નેટવર્ક અને ટ્રાફિક મેનેજમેન્ટ માટેના મહત્વનો VISWAS-1 પ્રોજેક્ટ કામ કરે છે. 33 જિલ્લા મુખ્ય મથકો, 6 મહત્વના ધાર્મિક સ્થળો અને 1 કેવડીયા ખાતે આમ કુલ 41 સ્થળોને આવરી લઇ અસરકારક સર્વેલન્સ નેટવર્ક માટે 6 હજારથી વધુ સી. સી. ટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે અગાઉ રૂ.239 કરોડના ખર્ચે રાજ્યના 33 જિલ્લા અને 6 ધાર્મિક સ્થળોએ 7500 કેમેરા લગાવાયા હોવાની જાહેરાત કરી હતી. જેમાં રૂ.3,18,666 નો એક કેમેરા પડી રહ્યો છે. જેના ભાવ ઊંચા હોવાનું બજાર વર્તુળો માની રહ્યાં છે.
VISWAS-2
VISWAS-2 પ્રોજેકટ હેઠળ 50 જેટલા Tier-2 શહેરો, રાષ્ટ્રીય/ રાજય હાઇવે ઉપર, આતંર રાજય સરહદ ઉપર આવેલા ટોલ નાકાઓ ઉપર છે.
ખર્ચ કેમ ઘટી ગયું
2021માં જાહેર કરાયું કે રાજકોટ અને વડોદરા શહેરમાં રૂા.150 કરોડના ખર્ચે વધુ 8 હજાર કેમેરા લગાવવામાં આવશે. એક કેમેરા સરેરાશ 187500માં પડશે. જે 2019માં 3.20થી 3.50 લાખમાં પડ્યો હતો. સંચાલન માટે 21 જેટલી નવી જગ્યાઓ પણ ભરવામાં આવશે.
VISWAS-1થી 2700 ગુના ઉકેલાયા
12 જાન્યુઆરી 2020થી VISWAS-1 નેટવર્કની મદદથી જાન્યુઆરી-2021 સુધીમાં એક વર્ષમાં 2683 ગુનાઓનો ભેદ પોલીસ ઉકેલી શકી છે. તેનો મતલબ કે એક ગુનો ઉકેલવા માટે રૂ.9 લાખનું મૂકી રોકાણ થયું ગણી શકાય.
આ પણ વાંચો
CCTVની સ્માર્ટ સિસ્ટમ માત્ર લોકોને સજા કરવા માટે, પણ કર્મચારી માટે નહીં
હૈદ્રાબાદમાં 3 લાખ CCTV કેમેરા સાથે ભારતમાં પ્રથમ, વિશ્વમાં 16માં ક્રમે
ટેકનોસેવી
ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટી છે. તેને રાષ્ટ્રીય દરજ્જો આપ્યો પણ ફાયદો કંઈ થયો નથી.
બોડી વોર્ન કેમેરા
રૂા.50 કરોડના ખર્ચે 10 હજાર જેટલા બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં છે.
622 પોલીસ સ્ટેશનમાં કેમેરા
પોલીસ સ્ટેશન સી.સી. ટીવી પ્રોજેકટ હેઠળ પોલીસ સ્ટેશનમાં થતી કાર્યવાહીનું મોનીટરીંગ કરવા માટે રાજયના 622 પોલીસ સ્ટેશનમાં 7,354 જેટલા સી.સી. ટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં કેટલાં પોલીસ લાંચ લેતા કે ગેરકાયદે પ્રવૃત્તિ કરતાં પકડાયા તે અંગે ગુજરાત સરકારે આજ સુધી વિધાનસભામાં કોઈ જાહેરાત કરી નથી.
આ પણ વાંચો
પેશાબ કરવા અને થુંકવા માટે CCTV પણ દારુના અડ્ડા માટે દંડ નહીં
ઇ-ગુજકોપ પ્રોજેક્ટ
સ્ટેટ ક્રાઇમ રેકર્ડ બ્યુરો હેઠળ શરૂ કરવામાં આવેલા ઇ-ગુજકોપ પ્રોજેક્ટ મારફતે રાજયના તમામ 625 પોલીસ સ્ટેશન અને અન્ય 1,348 જેટલી પોલીસ કચેરીઓને સાંકળી લેવામાં આવી છે. ઇ-ગુજકોપ હેઠળ રાજ્યમાં નોંધાતી તમામ FIR 24 કલાકમાં ઓન લાઇન અપલોડ કરી દેવામાં આવે છે. આ પ્રોજેકટના કારણે હવે નાગરિકોને પોલીસ વિભાગને લગતી તમામ સેવાઓ માટે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જવાની જરૂર નહી રહે.
ઇ-ગુજકોપમાં વાહન સર્ચ એપ્લીકેશન મારફતે 5 હજાર જેટલા ચોરાયેલા વાહનો તેમજ ગુનેગાર સર્ચ એપ્લીકેશન દ્વારા 7 હજારથી વધુ ગુનેગારોને શોધી કાઢી તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પાસપોર્ટ માટે જરૂરી પોલીસ વેરીફિકેશન ઇ-ગુજકોપની મદદથી નાગરિકો ઘેર બેઠા સરળતાથી કરી શકે છે. અત્યાર સુધીમાં 16 લાખ નાગરિકોનું વેરીફિકેશન કરવામાં આવ્યું છે.
E-Sign સોફટવેરની મદદથી વિવિધ પ્રકારની NOC માટે નાગરિકોએ રૂબરૂ પોલીસ સ્ટેશન જવાની જરૂર નહી પડે.
આ પણ વાંચો
પોલીસની 14 સુવિધા મોબાઈલ એપ દ્વારા શરૂં, CCTVથી પોલીસ નજર રાખશે
4900 ટેબલેટ અપાશે
ઇ-ગુજકોટ પ્રોજેકટ હેઠળ પોકેટ કોપ માટે રૂપિયા 3 કરોના ખર્ચે 4,900 ટેબલેટ પોલીસ કર્મચારીઓને આપવામાં આવશે.
નવી જેલ
જેલ તંત્રને અસરકારક બનાવવા વર્ષ 2021-22માં રૂા.325 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા ખાતે નવી જિલ્લા જેલનું નિર્માણ હાથ ધરવામાં આવશે.
100 કાર ખરીદ કરાશે
મહિલાઓ અને બાળકોની સુરક્ષા, સલામતિને વધુ અસરકારક બનાવવા 181 અભયમ હેલ્પલાઇન અંતર્ગત 100 કાર ખરીદ કરવામાં આવશે.
ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના એકધારા શાસન છતાં પોલીસતંત્રની કામગીરી, શાંતિ, સલામતી અને સુરક્ષા સામે વારંવાર પ્રશ્નો ઊભા થતાં રહ્યાં છે.
રાજ્યમાં ગરીબ પરિવારો, મહિલાઓને રંજાડતા તત્વોને નાથવા માટે ગુજ સીટોક, લેન્ડ ગ્રેબીંગ, ગુંડા નાબૂદી ધારા નવા કાયદાઓ આવ્યા છતાં સલામતીના બદલે ભયનું વાતાવરણ છે.
IPC, પાસા, ફીશરીઝના કાયદાઓમાં સુધારાઓ કર્યા હતા. કાયદાઓ વધુ કડક બનાવ્યા છતાં અસામાજિકતત્વો બેપરવાહ છે.
નશામુકત ગુજરાતમાં કોરોડો રૂપિયાનો દારૂ પકડાય છે. રૂપિયા 20 હજાર કરોડનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ભાજપે દારૂબંધીના કાયદામાં પણ સજાની જોગવાઇઓ વધુ કડક બનાવી છે. પણ દારુ તો વધું વેચાવા લાગ્યો છે. ગૌ-વંશ કતલ અચકાવવા માટે કાયદામાં સુધારો કરી કડક જોગવાઈ કરી છે છતાં ગૌમાંસ પકડાય છે.
પોલીસ દળમાં 1 લાખ જવાનો છે. ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષા નથી. પોલીસતંત્ર દ્વારા કોઇપણ રાજકીય શેહ શરમ રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકીય અને પોલીસ દ્વારા ગુંડાઓને આશ્રય અપાય છે.
લવ જેહાદ નાબૂદ કરવા સારૂં ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ-2003ના કાયદામાં પણ કડક સુધારો લાવવામાં આવશે. તેનો મતલબ કે ભાજપે બનાવેલો કાયદો અસરકારક નથી.
FSL ની કામગીરી
ગુન્હા ઉકેલવામાં FSLની કામગીરી કરે છે. 2020 દરમ્યાન 2,12,407 કેસોમાં 5,09,942 નમુનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં અન્ય રાજયના 55 કેસોના 458 નમુના તેમજ કેન્દ્રીય તપાસ એજન્સીઓના 352 કેસોમાં 4,277 નમુનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. 14,941 જેટલા ક્રાઇમ સીન તથા ફિંગર પ્રીન્ટ વિઝીટ કરવામાં આવેલી હતી.
ભ્રષ્ટાચાર વધ્યો
ભ્રષ્ટાચાર નિયંત્રણ માટે એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી અસરકારક નથી. 20 વર્ષથી ભ્રષ્ટાચારને કાબુમાં રાખી શકાયો નથી. વર્ષ 2020માં એ.સી.બી. દ્વારા અદાલતમાં સજા અપાવવાનો દર 17 ટકા વધ્યો છે. અગાઉ કન્વીકશન રેટ 23 ટકા હતો જે હાલમાં 40 ટકા થયો છે. છેલ્લા 5 વર્ષમાં 123 કરોડથી વધુની અપ્રમાણસરની મિલ્કતો શોધી કાઢવામાં આવી છે. વર્ષ-2020માં માત્ર 38 કેસો અપ્રમાણસર મિલ્કતના નોંધવામાં આવ્યા છે. જે અત્યાર સુધીનો સૈાથી મોટો આંકડો છે. જેમાં 50 કરોડથી વધુની રકમની અપ્રમાણસરની મિલ્કતો શોધી કાઢવામાં આવી છે. ગુજરાત સરકારના અધિકારીઓ જે રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે તેના પ્રમાણમાં આ આંકડો દરિયામાં હિમ શિખા બરાબર છે.