[:gj]કામંધધો ન હોવાથી સંસદ સભ્યના નામે પૈસા પડાવતા બે લોકો ઝડપાયા[:]

[:gj]દમણ દીવના સાંસદના નામે કંપનીઓમાં ફોન કરીને ભંડારા અને મંદિર માટે ફંડ ફાળો ઉઘરાવતા અમદાવાદના બે ભેજાબાજ ઠગની દમણ પોલીસે ધરપકડ કરી લીધી છે. કચીગામ સહિત અનેક કંપનીઓમાંથી આ શખ્શોએ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યાં હતા.

દમણના કચીગામમાં રહેતા અને દમણ દીવના સાંસદ લાલુભાઇ પટેલના નામે કચીગામ સહિત અન્ય વિસ્તારમાં આવેલી કંપનીઓમાં ફોન કરીને મંદિર તથા ભંડારા માટે દાન ઉઘરાવતા હોવાની ફરિયાદ દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. કંપની સંચાલકને ફોન કરીને બંને આરોપીઓ 11 હજારથી લઇને 51 હજાર રૂપિયા ફાળો માંગતા હતા.

આ કેસમાં દમણ પોલીસે તપાસ હાથ ધરીને અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા બે આરોપી રિતેશકુમાર જોશી અને રાકેશ રામજીભાઇ શર્માની ધરપકડ કરી હતી. અમદાવાદમાં રત્ન કલાકારનું કામ કરતાં આરોપી રિતેશ જોશી અને રાકેશ શર્મા છેલ્લા કેટલાક સમયથી કામંધધો ન હોવાથી આ રીતે રૂપિયા કમાવવા માટે નવો કીમિયો શોધી કાઢયો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

કોર્ટે બંને આરોપીઓના 2 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે અત્યારે બંને આરોપીઓને રિમાન્ડ પર લઈ ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે. જો કે અત્યાર સુધી આ બંને ભેજાબાજોએ દમણ આસપાસની જુદી જુદી 10થી વધુ કંપનીઓમાં સંસદ સભ્યના નામે 11 હજારથી લઈને 51 હજાર રૂપિયા સુધીનું ઉઘરાણું કર્યું છે.[:]