[:gj]ભારતમાં ખરેખર બેકારી કેટલી છે ? અર્ધબેકારી ખતરનાક હદે વધી, 10 હજારની આવકમાં 80 ટકા લોકોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે[:]

[:gj]ભારત દ્વારા ચલાવવામાં આવતી નીતિઓના પરિણામે, બેકારી અને આર્થિક અસમાનતા વચ્ચે અંતર છે. બેરોજગારીની સમસ્યા એ છે કે હાલમાં દર દસ શહેરોમાંથી એક વ્યક્તિ બેરોજગાર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી એ કહ્યું છે કે એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન લગભગ 2.1 કરોડ પગારદાર કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી દે છે. આમાંથી ઓગસ્ટમાં લગભગ 33 લાખ નોકરીઓ ગઈ હતી અને જુલાઈમાં 48 લાખ લોકોએ નોકરી ગુમાવી છે.

આ સંસ્થાના પ્રમુખ મહેશ વ્યાસ કહે છે કે ભારતને દર વર્ષે લગભગ 1 કરોડ નોકરીની જરૂર હોય છે. પગાર પર કામ કરતા લગભગ 99 ટકા લોકો મહિનામાં 50 હજારથી ઓછી કમાણી કરે છે. માસિક 50 હજારથી વધુ પગાર હોય તો તે ભારતના પગારદાર જૂથના ટોચના એક ટકામાં આવે છે. આમ સંપત્તિ સત્તા પાસે જઈ રહી છે તેની સામે દેશમાં બેકારી વધી છે. સત્તામાં બેઠેલા લોકોની અણઆવડતના કારણે આમ થયું છે. આવો ભય દેશના આર્થિક નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો છે.

પુરુષના 86 ટકા અને કર્મચારીઓમાં 94 ટકા મહિલાઓની માસિક કમાણી 10,000 રૂપિયા કરતાં ઓછી છે. દેશના તમામ ખેડુતોમાં 86.૨ ટકા લોકો પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે. મોટી વસતીની દેશની સંપત્તિમાં 8.8 ટકા છે. 10 ટકા વસતી દેવું કરીને જીવે છે. આપણા દેશનો મોટો સમુદાય દર મહિને 10,000 રૂપિયા કરતા પણ ઓછી કમાણી કરવામાં સક્ષમ છે. સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયાના અહેવાલ મુજબ, લગભગ 92 ટકા મહિલા કામદારો અને 82 ટકા પુરુષ કામદારો દર મહિને 10,000 રૂપિયાથી ઓછી કમાણી કરે છે.

લોકો ઓછા પૈસે કામ કરવા મજબૂર છે. 130 કરોડમાંથી 70-80 કરોડ લોકનું આર્થિક શોષણ થાય છે. જો આ સ્થિતિ છે. આર્થિક સર્વે 2017-2018 અનુસાર, કુલ વસ્તીના માત્ર 4.5 ટકા લોકો જ કર ચૂકવવા સક્ષમ છે. કોંગ્રેસ કહે છે કે, દેશમાં લોકડાઉનના કારણે 12-14 કરોડ લોકો બેકાર થયા છે.

6 વર્ષમાં 12 કરોડ નોકરીઓ આપવાનું વચન ભાજપના નેતા નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ સીએમઆઇઇ અનુસાર, છેલ્લા 6 મહિનામાં 12 કરોડ નોકરીઓ ગઈ હતી, જેમાં 2 કરોડ પગારવાળી નોકરી છે.[:]